ચીતરું છું – નિર્મિશ ઠાકર
સવારે સવારે હ્રદય ચીંતરું છું
નર્યા ઝાકળોનો જ લય ચીતરું છું
હતી સાંજ તે અસ્ત પામી, હવે ત્યાં
નવો સૂર્ય છે તો હ્રદય ચીતરું છું
જડી આખરે એક પીંછી ક્ષણોની
હતી કલ્પના, તે સમય ચીતરું છું
નવાં સર્જનોનાં જ એંધાણ છે આ
હજી એકધારા પ્રલય ચીતરું છું.
લઘુતા તણી ‘ફ્રેમ’ માગી નથી મેં
મને હું અજય ને અભય ચીતરું છું
– નિર્મિશ ઠાકર
દરેક માણસ પોતાની જાતને મનની અંદર અજય અને અભય (અને અમર) ચીતરવા માંગતો હોય છે. કવિએ આ વાતનો પોઝિટિવ રીતે ઉપયોગ કર્યો છે. અને એનાથી આગલા શેરમાં વિસર્જનને સર્જનના એક ભાગ રૂપે જોવાની વાત પણ સરસ રીતે આવી છે.
રાકેશ ઠક્કર , વાપી said,
September 14, 2009 @ 12:08 AM
જડી આખરે એક પીંછી ક્ષણોની
હતી કલ્પના, તે સમય ચીતરું છું
Jayshree said,
September 14, 2009 @ 1:08 AM
લઘુતા તણી ‘ફ્રેમ’ માગી નથી મેં
મને હું અજય ને અભય ચીતરું છું
પહેલા પણ ક્યાંક વાંચ્યો છે આ શેર…
જો કે આખી ગઝલ જ મઝાની છે..
વિવેક said,
September 14, 2009 @ 1:50 AM
નવાં સર્જનોનાં જ એંધાણ છે આ
હજી એકધારા પ્રલય ચીતરું છું.
– આ શેર વિશે ધવલની ટિપ્પણી “વિસર્જનને સર્જનના એક ભાગ રૂપે જોવાની વાત પણ સરસ રીતે આવી છે” પરથી મને ચંદ્રવદન મહેતાનું એક સૉનેટ -વિસર્જન- યાદ આવી ગયું. એ જો મળી જશે તો આ અઠવાડિયે અહીં મૂકીશ…
Speakbindas said,
September 14, 2009 @ 2:06 AM
અજય ને અભય ચીતરું છું – these words are echoed in my heart. They have indeed deep meaning and if learnt, life can be worthy living.
P Shah said,
September 14, 2009 @ 4:45 AM
નવાં સર્જનોનાં જ એંધાણ છે આ
હજી એકધારા પ્રલય ચીતરું છું.
સુંદર ગઝલ !
મીત said,
September 14, 2009 @ 5:11 AM
નવાં સર્જનોનાં જ એંધાણ છે આ
હજી એકધારા પ્રલય ચીતરું છું.
અરે વાહ કયા બાત હે..પ્રલય ચીતરત જાવ એટલે નવ સર્જનોના એંધાણ થતા હોય તેવુ લાગે..સોલિડ ગઝલ
-મીત
ઊર્મિ said,
September 14, 2009 @ 10:20 AM
એકદમ મસ્ત ગઝલ…!
dr, j. k. nanavati said,
September 14, 2009 @ 12:22 PM
જડી આખરે એક પીંછી ક્ષણોની
હતી કલ્પના, તે સમય ચીતરું છું
ક્ષણને ચીતરવાની ઉત્તમ રીત….વાહ વાહ
dr, j. k. nanavati said,
September 14, 2009 @ 12:23 PM
જડી આખરે એક પીંછી ક્ષણોની
હતી કલ્પના, તે સમય ચીતરું છું
ક્ષણથી ક્ષણને ચીતરવાની ઉત્તમ રીત….વાહ વાહ
pragnaju said,
September 14, 2009 @ 12:30 PM
નવાં સર્જનોનાં જ એંધાણ છે આ
હજી એકધારા પ્રલય ચીતરું છું.
લઘુતા તણી ‘ફ્રેમ’ માગી નથી મેં
મને હું અજય ને અભય ચીતરું છું
ખૂબ સુંદર
અનેક ‘દુષ્ટ ‘દાનવોને સંહારી તેં ભક્તોને અભય કર્યા છે. અત્યારે ભયંકર તોફાનમાં સપડાયો છું. મારી વહારે ચઢ. મને બચાવ. … રામ માનાં ચરણે નમ્યા ને બોલ્યા, ‘મારા તરફથી અખંડ દીવો સ્વીકારજો મા!’ … જગદંબાએ ત્યારે રાવણને મારવા રામને અજય નામનું બાણ ભેટ આપ્યું હતું.!
Pinki said,
September 14, 2009 @ 10:53 PM
very nice gazal…
he’s my fav. writer… !!
Pancham Shukla said,
September 15, 2009 @ 8:20 AM
સરસ. નિર્મિશી અસર દેખાય છે.
Kirtikant Purohit said,
September 15, 2009 @ 11:32 AM
નિર્મીશભાઇની આખી યે ગઝલ માસ્ટરપીસ ચિત્રણ છે. અદશ્ય શબ્દરંગો તો ઑર સરસ.
sudhir patel said,
September 15, 2009 @ 7:51 PM
ખૂબ સરસ ગઝલ!
સુધીર પટેલ.
DR.MANOJ L. JOSHI ( JAMNAGAR ) said,
September 16, 2009 @ 1:44 PM
ખુબજ સુંદર રચના….અભિનંદન નિર્મીશભાઈ અને ધવલભાઈ….(બીજા શેર નાં સાની મિશ્રામાં “હ્રદય” નહીં પણ “ઉદય” કાફિયા હોવો જોઈએ એવું લાગે છે….તે છતાં જો મારી ભુલ હોય તો માફ કરશો…)