વ્યથા હોવી જોઈએ -‘મરીઝ’
હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.
એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઈએ.
મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ.
પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,
એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ.
-‘મરીઝ’
લયસ્તરો » લયસ્તરોનું નવું રૂપ. said,
June 27, 2006 @ 12:41 PM
[…] સૌથી મોટો ફેરફાર એ શ્રેણીઓ (Categories) છે. દરેક પોસ્ટને એક કે વધારે શ્રેણીમાં મૂકેલો છે. દા.ત. ‘વ્યથા હોવી જોઈએ – મરીઝ‘ એ પોસ્ટ ‘મરીઝ‘ અને ‘ગઝલ‘ એમ બે શ્રેણીમાં છે. […]
bhavesh said,
October 27, 2006 @ 3:20 AM
” મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ.”
jane prem ni nishfalata na karan ma kaik kasar rahi gaya no ahesas shayare karvyo chhe.
Rajul Patel said,
March 14, 2007 @ 2:20 AM
પુરતો નથી નસીબનો આનંદ ઓ ખુદ
મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ
Mehul Shah said,
March 17, 2007 @ 7:34 AM
Listen
http://www.box.net/lite/s9rdg3j7sq
bpatel.... said,
March 18, 2007 @ 6:55 AM
વાહ !!
bpatel.... said,
March 18, 2007 @ 6:56 AM
વાહ !!!
પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,
એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ.
ravi said,
June 12, 2008 @ 2:17 PM
અધુરી ગઝલ પુરી કરો મહેરબાની કરી ને.
sohel said,
January 19, 2009 @ 12:46 AM
vah mariz biju kai j nahi parntu ek vat jaroor karish
atli vedna koi na man ma chalkati nathi pan tame kevi rite samji jao cho
amara jeva navjuvan mate ek ashra roop cho
Dr Samir said,
June 16, 2010 @ 12:48 PM
lage chhe premika e naa kehvana yogya karano janavya nathi jeni vyatha hovi joie ni fariyad uthi che…
kehvay che ke loko ne dil todvani adat nathi pan kadach apne j xan ne majbur thai bija per atlo visvas muki besie chhie..
Suresh Shah said,
July 29, 2012 @ 4:46 AM
મેં તો ખોબો માંગ્યો ને દરિયો દઈ દીધો ….
આ ગીત કેવી રીતે ગોતવું?