કોઈની યાદ બારી બની ગઈ ‘નયન’
સાંજ જેવું ઝીણું ઝરમર્યા તે અમે
નયન દેસાઈ

પ્રતીતિ -પન્ના નાયક

પ્રેમ કરતાં કરતાં
તને થયેલા પરસેવાને
કદાચ
મારા છેલ્લા શ્વાસ
પંખો નાખી રહ્યાની
તને પ્રતીતિ થશે
ત્યારે પણ
તું
મને હડસેલીને
સહજ ઊઠી
તારાં શર્ટ કોટ ટાઈ
ને
ચકચકતાં શૂઝ પહેરી
ગાડીની ચાવી કાઢી
બંધ કરેલી બ્રીફકેઈસને ઝુલાવતો
મારા અનાવરણ મૃતદેહ તરફ
આંખથી
એકેય હરફ ઉચ્ચાર્યા વિના
વર્ષોના સહવાસને
રાખમાં ઢબૂરી દઈ
વ્યવસ્થિત મનોદશામાં પ્રતિષ્ઠિત ગૃહસ્થી બની કંઈ જ ન બન્યું હોય એમ
સડસડાટ
દાદર ઊતરી જશે…!

-પન્ના નાયક

દૈહિકરીતે યા ઐહિકરીતે અવસાન પામતી નાયિકાની આ સ્વગતોક્તિ છે. આ અછાંદસની ખૂબી એ છે કે એ સળંગ એક જ સંકુલ વાક્યનું બનેલું છે. કદાચ જીવનના આખરી શ્વાસે નાયિકાને જે વાત એ આજીવન કદાચ જાણતી જ હતી એની પાકી પ્રતીતિ થાય છે એટલે એક શ્વાસની જેમ આ આખું અછાંદસ માત્ર એક જ વાક્યમાં કોઈપણ વિરામચિહ્ન વિના જ પૂરું થાય છે.

નાયકને અપ્રતિમ પ્રેમ કરતી નાયિકા દેહસંબંધ (કદાચ પરાણે?!) બાંધવાથી નાયકને થયેલા પરસેવાને સૂકવવા આખરી શ્વાસનો પણ પંખા તરીકે ઉપયોગ કરે છે તેમાં એના પ્રેમ અને સમર્પણની ચરમસીમા એક તરફ વ્યક્ત થાય છે તો બીજી તરફ એના અનાવૃત્ત દેહ સામે ‘આંખથી’ એક હરફ પણ ઉચ્ચાર્યા વિના રોજીંદી ક્રિયાઓમાં પ્રવૃત્ત થઈ જતા સંવેદનહીન નાયકની દાદર સડસડાટ ઉતરી જવાની ક્રિયા ધારદાર વિરોધ સર્જી વાચકના સંવેદનતંત્રને હચમચાવી દે છે…!

21 Comments »

  1. sapana said,

    September 11, 2009 @ 4:01 AM

    પન્નાબેનનાં અછાંદસ દિલ કોતરી નાંખે એવા હોય છે.

    સપના

  2. Pinki said,

    September 11, 2009 @ 5:08 AM

    ………… !

    salute to Indian women !!

  3. misha said,

    September 11, 2009 @ 5:35 AM

    Some Thing Which Is Really Real To Life. Make Speechless To Reader….
    Cannot Write Much More On……………..Just A Silence ………….To Think And Rethink The Realty…..

  4. રાકેશ ઠક્કર , વાપી said,

    September 11, 2009 @ 6:17 AM

    વાચકના સંવેદનતંત્રને હચમચાવી દે એવું કાવ્ય …!

  5. Urmi said,

    September 11, 2009 @ 7:24 AM

    પન્નાઆંટીનાં મારા પ્રિય અછાંદસોમાંનું એક… સડાસડાડ સોંસરવું ઉતરી જાય છે…

  6. સુનીલ શાહ said,

    September 11, 2009 @ 8:04 AM

    નાજુક વિષયની ધારદાર રજૂઆત સ્પર્શી ગઈ.

  7. pragnaju said,

    September 11, 2009 @ 11:07 AM

    સંવેદનશીલ ભાવની હ્રુદયવિદારક અભિવ્યક્તી
    આવી અનુભૂતિ તો ઘણા લેખકો કવિની હશે ,
    રજૂ કરવાની કલ્પના આના કરતા પણ વધુ હશે
    પણ હિંમત ?

  8. Malay Bhatt said,

    September 11, 2009 @ 11:26 AM

    May be
    a naive question
    but would
    someone explain
    how to tell
    difference
    between
    an “achhandas rachanaa”
    and
    a “padhya” sentance
    just
    broken by
    character
    after
    a few words
    like this?

    Thank you.

    Malay

  9. mahesh dalal said,

    September 11, 2009 @ 12:37 PM

    બહુ જ સુન્દેર ..કદચ કોઇ ના જિવન નુ પાનુ પણ હોઇ શકે…”

  10. jeetuThaker said,

    September 11, 2009 @ 7:05 PM

    After all these years realized ? too late. but mano-vedana leads to-wards poetry.since Adil saheb’s funeral i have not met panna ben,but kavita thy chhe.

  11. Dhaval said,

    September 11, 2009 @ 7:13 PM

    સરસ ! ચોટદાર વાત.

  12. anil parikh said,

    September 11, 2009 @ 8:21 PM

    સ્વાથઁ -લાગણી-ફરજ નો શભુ મેળો

  13. varsha tanna said,

    September 12, 2009 @ 3:12 AM

    સંવેદનાને વિંધી આરપાર ઊતરી જાય તેવુ કાવ્ય

  14. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    September 12, 2009 @ 6:45 AM

    એકજ વાક્યમાં કહેવું હોય તો એમ કહી શકાયઃ
    “તને મારી કંઈજ પડી નથી”
    ‘કવિતા’માં અને ‘વાતચીત’મા આટલોજ ફરક.
    સાચું કહ્યું છેઃ
    ‘રસાત્મકંવાક્યમપિકાવ્યમ્’

  15. Gaurang Thaker said,

    September 13, 2009 @ 2:58 AM

    વાહ અત્યન્ત સવેદનશીલ કાવ્ય.નારી વેદનાનો અદભુત ચિતાર

  16. Navnit said,

    September 14, 2009 @ 12:56 PM

    ત્યારે પણ
    તું
    મને હડસેલીને

    Wow. ત્યારે પણ… આ શબ્દ સીધો અન્દર ઘુસી ગયો. આ કોઇ એક ઘટના નથી.

    Excellent presentaion, Right on the spot. I can literaly feel her pain.

  17. Pancham Shukla said,

    September 15, 2009 @ 8:23 AM

    સરસ. એકવાક્યનું ચોટદાર અછાંદસ. આ પ્રકારના કાવ્યો એ પન્નાબેનની આગવી વિશેષતા છે.

  18. urvashi parekh said,

    September 15, 2009 @ 8:59 AM

    સરસ અને ધારદાર,
    કદાચ આમા ઘણુ સત્ય હોઇ શકે..
    કેટલા સ્વાર્થી થઈ શકે છે..

  19. win now said,

    September 18, 2009 @ 2:02 AM

    check this out!

  20. nisagoc said,

    September 22, 2009 @ 6:16 PM

    asosgyt- Thank you,nisagoc.Great site.

  21. kanchankumari parmar said,

    October 3, 2009 @ 5:55 AM

    હા હું કહુ છું કે તુ એક લોહિ તરસ્યો વાઘ છે;તારિ એક ત્રાડ મા ધરતિ દ્રુજવવાનિ તાકાત છે અને એટલે જ કદાચ હું તારા પગ તળે કચ્ડાતિ પિડાતિ દબાતિ નારિ છ્ં…….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment