ગાંધીકથા
મહાત્મા ગાંધીના અંગત સચિવ મહાદેવભાઈના પુત્ર નારાયણભાઈ દેસાઈએ 82 વર્ષની ઊંમરે બાપુને પુનર્જીવિત કરવાનો અશ્વમેધ યજ્ઞ આદર્યો છે. ચારે તરફ જ્યારે રામકથા કે ભાગવતકથાની ધૂમ મચી છે ત્યારે ગુજરાતના ગામડે-ગામડે તથા મુંબઈમાં ફરીને તેઓ ગાંધીકથા કરીને બાપુ વિશે લોકોમાં વ્યાપ્ત ગેરસમજણ દૂર કરી સહસ્ત્રાબ્દિના એ મહામાનવના જીવન પર પ્રકાશ પાડી રહ્યાં છે. સમગ્ર ગાંધીકથા પંદર સીડીના સંપુટ સ્વરૂપે ઉપલબ્ધ છે. (‘મોંઘીબહેન બાળવિહાર’ના નામે 550રૂ.નો ચેક કે ડ્રાફ્ટ વિકાસ વર્તુળ ટ્રસ્ટ, ગંગાજળિયા તળાવ, ભાવનગર, ગુજરાત ના સરનામે મોકલવો).
ધવલ said,
April 29, 2006 @ 2:49 PM
વીસમા શતકે કાંધે લીધી સૌ
માંધાતાની લાશ,
પણ હ્રદયે કેવળ ધર્યો નર્યો એક
માણસ મોહનદાસ.
– હસમુખ ગાંધી
ગાંધીજીના વિચારો જેટલી નક્કર વિચારસરણી બીજી કોઈ નથી. એને જીવનમાં ઉતારવી ખૂબ અઘરું કામ છે એ અલગ વાત છે.