બસ, એટલો સમય હું બીજાથી અલગ પડ્યો-
કાગળ, કલમ ને શબ્દની જે જે ઘડી હતી
- વિવેક મનહર ટેલર

વૃક્ષ – ડૉ.વિવેક મનહર ટેલર

 

વૃક્ષ સમ ઘેઘૂરછમ ઊગ્યો છું હું,
ગત સમયના વક્ષથી ફૂટ્યો છું હું.  

પ્રેમ મારો જેમ વિસ્તરતો ગયો,
એમ ધરતીમાં વધુ ખૂંપ્યો છું હું.

ટાઢ-તડકો-વૃષ્ટિ હો કે પાનખર,
હર મિજાજી મોસમે ખીલ્યો છું હું.

જેટલો જ્યાં-જ્યાંથી તેં કાપ્યો મને,
એટલો તારામાં ત્યાં વ્યાપ્યો છું હું.

છો ને કત્લેઆમ થઈ ગ્યો પ્યારમાં,
ઠેકઠેકાણે પછી ઊગ્યો છું હું.

પામવા તુજને અનર્ગલ ધાંખમાં,
ચૌદિશે આડો-ઊભો ફાલ્યો છું હું.

ઘોડિયાથી લઈ ચિતાના કાષ્ઠ લગ,
હરરૂપે ત્વન્મય બની જીવ્યો છું હું.

ડૉ.વિવેક મનહર ટેલર

2 Comments »

  1. Suresh said,

    April 27, 2006 @ 8:08 AM

    બહુ જ સુંદર. છેલ્લી કડી તો અદભૂત છે.

  2. jigar said,

    April 16, 2009 @ 11:08 PM

    મારી મહેફીલ

    મહોબ્બતની મહેફીલ સજાવી બેઠા છે,
    હૈયાનુ બધુ હોથ પર લાવી બેઠા છે.

    પોતે મહેફીલમાં લોકોને તરબોળ કર્યા છે,
    બસ! પ્રિયેની તારીફ કરતા બેઠા છે.

    ક્રરીને ખુદને પાગલ એમની ચાહમાં,
    અમારુ સર્વસ્વ એમને અર્પિ બેઠા છે.

    કહ્યુ કે આવડ્તુ નથી વર્ણન એમનુ મને,
    ઍમનાથી જ સઘળી પંક્તિ લખતા બેઠા છે.

    કરુ શું હું વર્ણન એમનુ હુ બે કડિમાં,
    દિલમાં ગ્રંથ લખવાની તમન્ના લઈ બેઠા છે.

    પુછ્યુ કોઇકે કે મળ્યો ઈન્સાફ પ્રેમમાં,
    કહ્યુ, ખુશીને આંસુંમાં વહાવી બેઠા છે.

    મહેફિલમાં શું કહું કારણ મારી ખુશીનું,
    કે આંસુને ખુશીમાં રુપાંતર કરી બેઠા છે.

    હવે તો ઉડાવે છે. મજાક લોકો મારા પછી,
    મહેફીલ માં જીગર ને તમાશો બનવી બેઠા છે.

    -“જીગર”

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment