વેલેન્ટાઇન છે ! – મેહુલ પટેલ ‘ઇશ’
બાગમાં ભમરાની લાંબી લાઇન છે
ફૂલ માટે રોજ વેલેન્ટાઇન છે !
કોની જોડે પ્રેમના કીધા કરાર ?
હોઠ પર કોની ગુલાબી સાઇન છે ?
જા જઈ પૂછી જો આદમ-ઇવને
ઈશ્કથી ચડિયાતી કોઈ વાઇન છે ?
તારી યાદોની મજાનું શું કહું !
તારા કરતાં પણ વધારે ફાઇન છે
આ અજાણ્યો કોલ બીજાનો હશે
એના નંબરમાં તો અંતે નાઇન છે
– મેહુલ પટેલ ‘ઇશ’
લયસ્તરો તરફથી એક “વેલ-ઇન-ટાઇમ” ગુલાબી ગઝલ આપ સહુ માટે… પહેલા ચાર શેર માટે કવિને સોમાંથી સો ગુલાબ !
સુનીલ શાહ said,
February 14, 2015 @ 1:44 AM
મઝાની ગઝલ…
Rina said,
February 14, 2015 @ 2:00 AM
Waahhhh
mehul patel ish said,
February 14, 2015 @ 3:29 AM
આભાર વિવેક સાહેબ
અંતિમ શે’રમાં આપનું સુચન સરસ હતું
પણ હું એ નવો શે’ર કરી ના શક્યો !
Manish V. Pandya said,
February 14, 2015 @ 7:20 AM
મજ્જાની ગઝલ. ગમી.
ASHOK TRIVEDI bombay kandivali east said,
February 14, 2015 @ 7:20 AM
14.02.15 vah dost vah. maja padi gai.
mahendra oza said,
February 14, 2015 @ 9:36 AM
ખુબ મજાનિ રચના,,આજના દિવસ ને અનુરુપ્…ધન્યાવદ
Harshad said,
February 14, 2015 @ 10:30 AM
ભાઈ બહૂત ખૂબ !!!
Yogesh Shukla said,
February 15, 2015 @ 5:45 PM
સરસ રચના ,