મુજ અબળાને મોટી મિરાત – મીરાંબાઈ
મુજ અબળાને મોટી મિરાત, બાઈ, શામળો ઘરેણું મારે સાચું રે…
વાળી ઘડાવું વિઠ્ઠલવર કેરી, હાર હરિનો મારે હૈયે રે;
ચિત્તમાળા ચતુરભુજ ચૂડલો, શીદ સોની ઘેર જઈએ રે ? … મુજ
ઝાંઝરિયાં જગજીવન કેરાં, કૃષ્ણજી કલ્લાં ને કાંબી રે;
વીછુવા ઘૂઘરા રામનારાયણના, અણવટ અંતરજામી રે… મુજ
પેટી ઘડાવું પુરુષોત્તમ કેરી, ત્રિકમ નામનું તાળું રે;
કૂંચી કરાવું કરુણાનંદ કેરી, તેમાં ઘરેણું મારું ઘાલું રે…મુજ.
સાસરવાસો સજીને બેઠી, હવે નથી કાંઈ કાચું રે;
(બાઈ) મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, હરિને ચરણે જાચું રે…મુજ.
– મીરાંબાઈ
અદભુત અને અનુપમ કહી શકાય એ કક્ષાનું મીરાંબાઈનું આ ભક્તિપદ સ્ત્રીઓ જેના માટે જિંદગીભર મરી ફીટે છે એ જ ઘરેણાંઓના નામનો સહારો લઈ સાચાં ઘરેણાંની વ્યાખ્યા કરે છે. પદની શરૂઆતમાં જ પોતાની જાતને અબળા કહીને સંબોધી મીરાં પોતાની દુન્યવી ગરીબી છતી કરે છે પણ પછી પોતાની પાસેનાં એક પછી એક અલભ્ય ઘરેણાં બતાવીને પોતે કેટલી અમીર છે એવો વિરોધાભાસ સાધી કવિતા સિદ્ધ કરે છે.
DR.MANOJ L. JOSHI ( JAMNAGAR ) said,
August 16, 2009 @ 4:59 AM
વાહ….વિવેકભાઈ….વાહ…પહેલા નરસૈયો અને આજે મીરાબાઈ….હવે કોણ?…સુરદાસ?….
sapana said,
August 16, 2009 @ 7:43 AM
સરસ ભક્તિ ગીત.
સપના
pragnaju said,
August 16, 2009 @ 8:12 AM
શરણાગતભાવનું ભક્તિગીત
સુખ સંસારી મિથ્યા કરી માનજો,
કૃષ્ણ વિના બીજું સર્વ કાચું;
જુગલ કર જોડી કરી નરસૈંયો એમ કહે,
જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને
દરેક ભક્તને અનુભવાતી વિરહવેદના
manharmody ('મન' પાલનપુરી) said,
August 16, 2009 @ 9:14 AM
સરસ ભક્તિગીત. મઝા આવી.
શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,
August 16, 2009 @ 9:21 AM
‘સાસરવાસો સજીને બેઠી, હવે નથી કાંઈ કાચું રે;
(બાઈ) મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, હરિને ચરણે જાચું રે’
બધું સાચું;પણ અંતે તો હરિવરને જાચું એજ સાચું .
sudhir patel said,
August 16, 2009 @ 10:47 AM
મીરાબાઈનું ખૂબ જ સુંદર ભક્તિ-પદ અને વિવેક્ભાઈનો એટલો જ સરસ આસ્વાદ!
સુધીર પટેલ.
Pancham Shukla said,
August 18, 2009 @ 7:19 AM
સૈકાઓથી લોકકંઠે રમતું સાચાં ઘરેણાં જેવું ભક્તિપદ.