પછી શ્વાસ મરજી મુજબ ચાલશે,
હૃદયમાં તું ઈચ્છાને બચવા ન દે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

(ખુદા હાફિઝ) – હનિફ રાજા

વાર તારો સરસ, ખુદા હાફિઝ
દડદડી ધોરી નસ, ખુદા હાફિઝ

હા, થવાનું છે આજ અજવાળું;
અલવિદા હે તમસ, ખુદા હાફિઝ

આજ રાહત જરાક લાગે છે,
હોય અંતિમ દિવસ, ખુદા હાફિઝ

શ્હેરમાં આજ લઈ નીકળ્યો છું,
પ્રાણરૂપી જણસ, ખુદા હાફિઝ

ચાંદ ચિક્કાર પીને આવ્યો છે,
આજની રાત બસ ખુદા હાફિઝ

થઈ નજર આજ એની મારા પર,
જા યુગોની તરસ, ખુદા હાફિઝ

આજ બેફામ પી ગયો ‘રાજા’
સોમવલ્લીનો રસ, ખુદા હાફિઝ.

– હનિફ રાજા

ખુદા હાફિઝ એટલે કે ‘અલ્લાહ તમારું રક્ષણ કરે’નો ભાવ આ ગઝલના દરેકે દરેક શેરમાં એવી બખૂબી પ્રગટ થયો છે કે આફરીન પોકાર્યા વિના રહેવાતું નથી…

13 Comments »

  1. Jayshree said,

    August 21, 2009 @ 12:57 AM

    સુંદર રચના.. 🙂

  2. કુણાલ said,

    August 21, 2009 @ 12:59 AM

    એકેએક શેર લા-જવાબ… બહોત ખુબ ..

    ચાંદ ચિક્કાર પીને આવ્યો છે,
    આજની રાત બસ ખુદા હાફિઝ

    થઈ નજર આજ એની મારા પર,
    જા યુગોની તરસ, ખુદા હાફિઝ

    આ બે શેર તો .. વાહ…

  3. Abhijeet Pandya said,

    August 21, 2009 @ 1:05 AM

    આજ રાહત જરાક લાગે છે,
    હોય અંતિમ દિવસ, ખુદા હાફિઝ

    સરસ સચના.

    શ્હેરમાં આજ લઈ નીકળ્યો છું,
    પ્રાણરૂપી જણસ, ખુદા હાફિઝ

    ઉપરોક્ત શેરમાં ‘ શ્હેરમાં આજ લઇ નીકળ્યો છું ‘ ને બદલે ‘ શ્હેરમાં આજ લઇને નીકળ્યો છું ‘
    કરવાથી ગાલગા ગાલગા લગાગાગાનો મેળ બેસી શકે છે.

  4. Pinki said,

    August 21, 2009 @ 1:16 AM

    મજાનો રદીફ … !

    સરસ ગઝલ .

  5. sapana said,

    August 21, 2009 @ 4:25 AM

    લાગે અંતિમ દિવસ ખુદાહાફિઝ
    સુંદર અતિ સુંદર.
    સપના

  6. Kirtikant Purohit said,

    August 21, 2009 @ 7:23 AM

    સુંદર રચના.

  7. manharmody ('મન' પાલનપુરી) said,

    August 21, 2009 @ 8:18 AM

    આવા સારા સારા કવિઓની ચુનંદા રચનાઓ આપીને લયસ્તરો કવિતાપ્રેમીઓની બહુ મોટી સેવા કરી રહ્યું છે.

    કભી અલવિદા/ખુદા હાફીઝ ના કહેના.

  8. dr, j. k. nanavati said,

    August 21, 2009 @ 11:55 AM

    ખુદા હાફીઝ…વાહ વાહ સુંદર રચના…

    સાચું કહું ? ઘણા વખત પહેલા લખેલી એક હીંદી રચના
    યાદ આવી ગઈ…..શેરબીજ નયા બોયા સપનોકા, કાશ ખિલે તો ઇન્શાઅલ્લાહ
    ફુલ ખિલે તો ગુલશન ગુલશન, ખાર ખિલે તો ઇન્શાઅલ્લાહ(ખાર=કાંટા)

    રૂપ તેરા નિખરા હૈ જબસે, ચાંદ છુપાયે અપને ફન કો(ફન=કારીગરી)
    આપ ભલા નિકલે જો બાહર, ઇદ દિખે તો ઇન્શાઅલ્લાહ

    ચૈન ન પાયા મૈખાનેમેં, ઔર ન પાયા સજદેમેં ભી (સજદા=પ્રાર્થના)
    નિંદ હમે આયે અબ ગહેરી ,આંખ ખુલે તો ઇન્શાઅલ્લાહ

    રાત ઘની હૈ તનહાઇસી, ઔર શબે ગમ સન્નાટા હૈ
    કોઇ ચલે ના સાથ સહર તક, આપ ચલે તો ઇન્શાઅલ્લાહ (સહર=સવાર)

    કૌન મેરે ખ્વાબોમેં આયા, કૌન રગોમેં દૌડ રહા થા
    લમ્હા લમ્હા તરસ રહા હું, આંખ મિલે તો ઇન્શાઅલ્લાહ, કરૂં….

  9. dr, j. k. nanavati said,

    August 21, 2009 @ 11:57 AM

    ખુદા હાફીઝ…વાહ વાહ સુંદર રચના…

    સાચું કહું ? ઘણા વખત પહેલા લખેલી એક હીંદી રચના
    યાદ આવી ગઈ…..શેર કરૂં….?

    બીજ નયા બોયા સપનોકા, કાશ ખિલે તો ઇન્શાઅલ્લાહ
    ફુલ ખિલે તો ગુલશન ગુલશન, ખાર ખિલે તો ઇન્શાઅલ્લાહ(ખાર=કાંટા)

    રૂપ તેરા નિખરા હૈ જબસે, ચાંદ છુપાયે અપને ફન કો(ફન=કારીગરી)
    આપ ભલા નિકલે જો બાહર, ઇદ દિખે તો ઇન્શાઅલ્લાહ

    ચૈન ન પાયા મૈખાનેમેં, ઔર ન પાયા સજદેમેં ભી (સજદા=પ્રાર્થના)
    નિંદ હમે આયે અબ ગહેરી ,આંખ ખુલે તો ઇન્શાઅલ્લાહ

    રાત ઘની હૈ તનહાઇસી, ઔર શબે ગમ સન્નાટા હૈ
    કોઇ ચલે ના સાથ સહર તક, આપ ચલે તો ઇન્શાઅલ્લાહ (સહર=સવાર)

    કૌન મેરે ખ્વાબોમેં આયા, કૌન રગોમેં દૌડ રહા થા
    લમ્હા લમ્હા તરસ રહા હું, આંખ મિલે તો ઇન્શાઅલ્લાહ,

  10. ધવલ said,

    August 21, 2009 @ 7:07 PM

    વાહ ! બહુ સરસ ગઝલ !

  11. sudhir patel said,

    August 21, 2009 @ 9:40 PM

    ખુદા હાફિઝ જેવો તરોતાજા રદીફ દરેક શે’રંમાં ખુમારીપૂર્વક નિભાવ્યો છે.
    હનિફ રાજાને અભિનંદન અને વિવેકભાઈનો આભાર!
    સુધીર પટેલ.

  12. pragnaju said,

    August 21, 2009 @ 10:19 PM

    મઝાની ગઝલ.એકે એક શેર પર ડે જા વુ …!
    ચાંદ ચિક્કાર પીને આવ્યો છે,
    આજની રાત બસ ખુદા હાફિઝ
    થઈ નજર આજ એની મારા પર,
    જા યુગોની તરસ, ખુદા હાફિઝ
    વાહ્

    હોઠ ઉપર છે -ખુદા હાફિઝ ! છતાં
    દિલમાં કૈં કૈં થાય છે, રોકાઈ જાવ!

  13. mrunalini said,

    August 21, 2009 @ 10:43 PM

    આજ બેફામ પી ગયો ‘રાજા’
    સોમવલ્લીનો રસ, ખુદા હાફિઝ.
    ખૂબ સરસ
    યાદ …
    તલતે ૧૯૮૫માં ‘વલી-એ-આઝમ’ ફિલ્મ માટે ગીત ગાયું હતું,
    જેના સંગીતકાર હતા ચિત્રગુપ્ત અને ગીતકાર હતા અહમદ વસી.
    આ ગીત હતું ‘મેરે શરીકે સફર તેરા ખુદા હાફિઝ’.
    અને
    વાત વાતમા બોલતા ડૂબતા જહાજને સૌથી પહેલા ચુહા ખુદા હાફિઝ કરે છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment