જ્યારે પ્રણયની જગમાં – આદિલ મન્સૂરી
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.
ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.
ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.
‘આદિલ’ને તે દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.
– આદિલ મન્સૂરી
ગઝલ શબ્દનો મૂળ અર્થ ‘પ્રેમિકા સાથે વાતચીત’ એવો છે. એ અર્થ આ ગઝલથી વધારે સારી રીતે કોઈ જ જગાએ પકડાયો હશે. આદિલ મન્સૂરીની આ ખ્યાતનામ ગઝલને અનેક ગાયકોએ સૂરોથી શણગારી છે.
Anonymous said,
April 14, 2006 @ 5:49 PM
One gazal love a lot.
Rakesh
Gatursingh Barad said,
November 8, 2006 @ 7:27 AM
best one of aadil , which i liked most.
darshana said,
March 10, 2007 @ 3:45 AM
very nice gazal on love
Hitesh Dobariya said,
April 2, 2008 @ 7:43 AM
It is really a wonderful piece
ashok said,
July 16, 2008 @ 1:26 PM
સરસ મજા આવિ વાચિને …..શુ કરુ ફરિયાદ તમને ફરિયાદ મા ફરિયાદ સે ફરિ ફરિ ને યાદ તમારિ એજ મારિ ફરિયાદ સે
taha mansuri said,
July 16, 2008 @ 11:56 PM
બહુ જ સરસ રચના છે.
prof.Dr. kirankumar v. mehta said,
July 22, 2008 @ 6:47 AM
This gazal is really a golden feather in the gujarati literature.
Mansuri Taha said,
July 22, 2008 @ 11:10 PM
‘આદિલ’ને તે દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.
ગઝલ વિશેની ગઝલની વાત કરીએ એટલે સૌપ્રથમ તો આદિલભાઈની આ ગઝલ તરત જ આપણા દિલોદિમાગ પર સવાર થઈ જાય છે…
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
pratik said,
December 25, 2008 @ 12:47 AM
જ્યા કલા ની સ્વગૅ વાત ચચૉઈ હશૅ.
ત્યારે આદિલ ની ઇન્દ્ર અછત વતૉઇ હશે
prakash said,
December 25, 2008 @ 2:47 AM
very nice i like it
mubin said,
December 30, 2008 @ 8:23 AM
જ્યારે પ્રણય ભન્ગની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
mubin said,
January 1, 2009 @ 3:27 AM
જ્યારે પ્રણય ભન્ગની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
ગઝલની જે દિવસથી શરૂઆત થઈ હશે.
PRATIK said,
January 8, 2009 @ 5:30 AM
જ્યા કલા ની સ્વગૅ વાત ચચૉઈ હશૅ.
ત્યારે આદિલ ની ઇન્દ્ર અછત વતૉઇ હશે.
કોન કહે કે હોશ મા હતો કાલે ચાંદ આતલો,
પુનમ બાનાવવા તારી જ ગઝલો વંચાઈ હશે.
yatin shah said,
January 16, 2009 @ 3:14 AM
વાહ વાહ સુ વાત કિધિ છે , કવિ એ પ્ર્થમ પન્ક્તિ અને છેલ્લિ પન્ક્તિ વાહ વાહ પ્રેમિ નિ વાત પ્રેમિ જ સમજિ સકે પન સાચે ખરો પ્રેમિ તો પ્રભુ (કનૈયો) જ છે. વાહ દિલ ખુશ થૈ ગયો
યતિન (કવ્ય પ્રેમિ)
vallimohammed lakhani said,
August 7, 2010 @ 1:06 PM
ખરેખર અદિલ્ભૈને કોન નથિ જન્હતોૂ ગઝલ નિ દુનિઅ નો બદશહ કહિ સકય અપ્ને ભગય શલિ ચ્હિએ કે એમનો ખજનો અપને મર્ગ્દર્શન અપેચ્હે નમસ્તે લખનિ
mitesh chaudhari said,
May 21, 2011 @ 11:26 PM
એક ‘આદિલ’ હતા,
ગઝલ એ લખતા.
લખતા લખતા રાત પડી,
લાલ સાલ્લે ભાત પડી.
ભાતે ભાતે દિવા બળ્યા,
ગુજરાત મા વિવાહ થયા.
વિવાહ મા રાખ્યો જમણવાર,
હતો તે દિવસે મંગળવાર.
જમવા માટે થઈ ધમાલ,
‘આદિલ’ ની ગઝલ છે કમાલ.
મિતેષ ને ભાવે મોહનથાળ,
સાથે ‘આદિલ’ ની ગઝલ નો રસથાળ.
“જય ભારત” “જય જય ગરવી ગુજરાત”
prakash oza said,
February 14, 2012 @ 8:03 AM
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
જ્યારે ગજલનેી શરુઆત થઇ હશે,
ત્યારે વેલેન્ટઈન ડેનેી શરુઆત થઇ હશે.
prakash oza said,
February 14, 2012 @ 8:06 AM
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
ભાવેશ એન. ટીટોડિયા said,
April 17, 2012 @ 5:04 AM
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
લયસ્તરો » ગઝલ – કૈલાસ પંડિત said,
October 5, 2012 @ 12:29 AM
[…] ગઝલ વાંચીને આદિલજીની ‘જ્યારે પ્રણયની જગમાં’ ગઝલ દિલોદિમાગમાં ગૂંજી ન ઉઠે તો જ […]