ગઝલ – કૈલાસ પંડિત
મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,
મારા ગયા પછી જ મારી વાત થઈ હશે.
ઢળતા સૂરજને જોઉં છું જોયા કરું છું હું,
લાગે છે એના શહેરમાંયે રાત થઈ હશે.
આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો,
રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે.
મારે સજાનું દુઃખ નથી, છે દુઃખ એ વાતનું,
વાતો થશે કે મારે કબૂલાત થઈ હશે.
લોકો કહે છે ભીંત છે બસ ભીંત છે ફકત,
‘કૈલાસ’ મારા ઘર વિષેની વાત થઈ હશે.
– કૈલાસ પંડિત
આ ગઝલ વાંચીને આદિલજીની ‘જ્યારે પ્રણયની જગમાં’ ગઝલ દિલોદિમાગમાં ગૂંજી ન ઉઠે તો જ નવાઈ… 🙂
Rina said,
October 5, 2012 @ 12:50 AM
beautiful…..
વિવેક said,
October 5, 2012 @ 1:47 AM
સુંદર ગઝલ…
વિવેક said,
October 5, 2012 @ 1:54 AM
આ બે શેરની સમાનતા વિશે વિચારવા જેવું છે.. ક્યાંક તરહી મુશાયરાના નિમિત્તે બંને શાયરોએ આ પંક્તિઓ લખી હોય એવું તો નથી ને?
આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો,
રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે. (કૈલાસ પંડિત)
પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે. (આદિલ મન્સૂરી)
pragnaju said,
October 6, 2012 @ 9:09 AM
ખૂબ સરસ અનેક વાર માણેલી ગઝલ
વધુ આનંદ તો ડૉ વિવેકના પ્રતિભાવથી થયો
‘…ક્યાંક તરહી મુશાયરાના નિમિત્તે બંને શાયરોએ આ પંક્તિઓ લખી હોય એવું તો નથી ને? ‘
આધ્યાત્મિક સોપાન ચઢતા જતા દોષ દ્રુષ્ટિ ઓછી થતી જઇ ગુણ દર્શન થશે અને આવા નીરીક્ષણમા ઉગ્રતા ઓછી થઇ ઉપેક્ષા-ચોથા સ્થંભનો પણ આધાર મળશે