તડકો વરસતો શ્હેર પર આખો દિવસ, પછી
કોરા ન થાય ત્યાં સુધી રસ્તાઓ ઝળહળે.
કુલદીપ કારિયા

– થી છેતરાયેલના ઉદગાર – રમેશ પારેખ

મોર એટલે ખોટાડો વરસાદતંત્રનો ખબરી !

એનો ટહુકો ફાળ પાડતો – હમણાં પડશે છાંટા
ગૃહિણીઓ સૂકવેલ લૂગડાં લેવા ખાતી આંટા

છાંટોપાણી કરનારા કાઢે ગલાસ ને શીશો
સામા જણને કહે : ચલો, થોડીક વ્હીસ્કી પીશો ?

થતી એકલા જણની ઉપર રોવાની બળજબરી

મોર એટલો ખોટાડો કે બોલે ઉજ્જડતામાં
ટહુકા એના ભરે ઉઝરડા સાતેસાત ત્વચામાં

વાદળ જોઈ આંખે આવે ઝળઝળિયાંનાં ટાણાં
સૂના મારગ ભોંકાઈ છાતીમાં પાડે કાણાં

હરેક સુક્કો જીવ થૈ જાતો ટળવળ ઝૂરતી શબરી

– રમેશ પારેખ

સત્તરમી મેના રોજ ર.પા.ના દેહાવસાનને ત્રણ વર્ષ થયા એ નિમિત્તે એમની અત્યાર સુધીની અગ્રંથસ્થ રચનાઓનો એક સંગ્રહ ‘કાળ સાચવે પગલાં’ અને એમના પોતાના સ્વરમાંએમની પોતાની કવિતાઓની ઑડિયો MP3 – ‘અપાર રમેશ પારેખ’ – હમણાં જ પ્રગટ થયા. આ સંગ્રહમાંથી પસાર થતાં એક આશ્ચર્ય થયું. આ સંગ્રહમાંની બે રચના, વહાણવટું અને કાઈપો (કવિશ્રીના પોતાના હસ્તાક્ષરમાં) લયસ્તરો પર છે જ !

મોરના ટહુકે વરસાદની મીટ માંડીને બેઠેલા જીવનું આ ગીત આજે મનભર માનીએ… વરસાદ પડે કે ન પડે, ર.પા.ના શબ્દોથી ભીના થઈએ…

10 Comments »

  1. Jayshree said,

    July 19, 2009 @ 9:25 AM

    વાહ… રમેશ પારેખના શબ્દો ભીના કર્યા વગર રહે ખરા? મસ્ત મઝાનું ગીત.

  2. sudhir patel said,

    July 19, 2009 @ 10:01 AM

    ખૂબ જ સુંદર અનોખી વાત ગાતું ગીત! પ્રથમવાર જ અહીં વાંચી આનંદ થયો! આભાર.
    સુધીર પટેલ.

  3. mrunalini said,

    July 19, 2009 @ 12:06 PM

    મોર એટલો ખોટાડો કે બોલે ઉજ્જડતામાં
    ટહુકા એના ભરે ઉઝરડા સાતેસાત ત્વચામાં
    વાદળ જોઈ આંખે આવે ઝળઝળિયાંનાં ટાણાં
    સૂના મારગ ભોંકાઈ છાતીમાં પાડે કાણાં
    હરેક સુક્કો જીવ થૈ જાતો ટળવળ ઝૂરતી શબરી
    વાહ
    મોદી પણ કાઈ આવી જ વાત લાવ્યા હતા
    દૂર જાણે કોઈ ટહુકે મોર માફક
    સાંજ ચાખું શબરીના હું બોર માફક

  4. pragnaju said,

    July 19, 2009 @ 12:33 PM

    ‘કાળ સાચવે પગલાં’માંથી અમારા દિકરાએ ટેલિફોન પર કાઈપોનું પઠન કર્યું ત્યારે મને લાગ્યું કે આ કાવ્ય તો માણેલું છે! અને હંમણા “આ સંગ્રહમાંની બે રચના, વહાણવટું અને કાઈપો (કવિશ્રીના પોતાના હસ્તાક્ષરમાં) લયસ્તરો પર છે ” વાંચીને આનંદ થયો -આ મારો ભ્રમ નથી.અને ફરી સગર્જન નિનાદ કર્યો…
    ‘શું ?’
    ‘કાઈપો !’
    ————————
    મોર એટલે ખોટાડો વરસાદતંત્રનો ખબરી !

    એનો ટહુકો ફાળ પાડતો – હમણાં પડશે છાંટા
    ગૃહિણીઓ સૂકવેલ લૂગડાં લેવા ખાતી આંટા
    અમારો અનુભવ
    અત્યારે હેલીમા ભીના ભીના અને આ કાવ્યે આંખ નમી નમી …

  5. Pancham Shukla said,

    July 19, 2009 @ 1:55 PM

    અનોખું અને મઝાનું ગીત.

  6. anil parikh said,

    July 19, 2009 @ 10:17 PM

    morno tahuko ketketlane jagata kari apexama jivta shikhave che?

  7. ઊર્મિ said,

    July 21, 2009 @ 9:37 AM

    મોર એટલે ખોટાડો વરસાદતંત્રનો ખબરી !

    વાહ… ખૂબ જ મજાનું કાવ્ય… હવે તો આ પુસ્તકને મારા લિસ્ટમાં લખી લેવું પડશે, દોસ્ત !

  8. urvashi parekh said,

    July 22, 2009 @ 6:32 PM

    સરસ શબ્દો અને રચના ઘણિ જ ગમી.
    મોર એટ્લે..સરસ,
    અને આખુ દ્રશ્ય આંખ સામે આવી જાય.
    સરસ ચીત્ર શબ્દો માં.

  9. nitin desai said,

    September 24, 2009 @ 1:30 PM

    rash vagar nu mesh aakash

  10. PALASH SHAH said,

    April 12, 2020 @ 6:01 AM

    મોરના ટહુકે વરસાદની મીટ માંડીને બેઠેલા જીવનું આ ગીત આજે મનભરીને માણ્યું …..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment