(પર્વ ૧૫૦૦) લોકગીત-વિશેષ : ૩: મને કેર કાંટો વાગ્યો
હો મને કેર કાંટો વાગ્યો
હો રાજ રે, વાવડીમાં પાણી ભરવા ગ્યાં’તાં
મને કેર કાંટો…
હો રાજ રે, વડોદરાના વૈદ તેડાવો
મુને પાટડિયા બંધાવો
મારાં ઓસડિયા કરાવો
મને કેર કાંટો…
હો રાજ રે, ધોરાજીના ઢોલિયા મંગાવો
મહીં પાથરણા પથરાવો
આડા પડદા બંધાવો
મને કેર કાંટો…
હો રાજ રે, ઘરમાંથી રાંધણિયા કઢાવો
રાંધણિયે ધુમાડા થાય રે
ધુમાડે જીવ મારો જાય રે
મને કેર કાંટો…
હો રાજ રે, ઘરમાંથી ઘંટુલા કઢાવો
એ તો ઘમ્મર ઘમ્મર થાય રે
ઘમકારે જીવ મારો જાય રે
મને કેર કાંટો…
હો રાજ રે, ઘરમાંથી સાંબેલા કઢાવો
એ તો ધબ્બક ધબ્બક થાય રે
ધબકારે જીવ મારો જાય રે
મને કેર કાંટો…
હો રાજ રે, વાવડીમાં પાણી ભરવા ગ્યાં’તાં
મને કેર કાંટો વાગ્યો, મને કેર કાંટો વાગ્યો
આ લોકગીતમાં નાયિકા કાંટો વાગવાના બહાને બળજબરીથી ‘સિક લીવ’ લઈને ઘરના કામકાજમાંથી સરસ મઝાની બારી કાઢે છે. આટલા સરસ બહાના હોય તો સાસુમાના મોઢા પર પણ ચોક્કસ મલકાટ આવી જ જાય !
sapana said,
July 7, 2009 @ 3:21 PM
ધવલભાઈ,
સરસ લોકગીત છે.નાની હતી ત્યારે ખૂબ ગાતી. આખું ગીત યાદ હતું.અભિનંદન તમને ૧૫૦૦ હિટ ઉપર.આ સાથે તમારો આભાર માની લઉ તમે મને છંદ શીખવા માટે રસ્તો બતાવ્યો હતો.હું એ રસ્તા ઉપર ચાલી નીકળી છું.ફરીથી આભાર.
સપના
urvashi parekh said,
July 7, 2009 @ 5:42 PM
બહુ વખત પહેલા આ ગીત અડધુ પડધુ સામ્ભળ્યુ હતુ,
આજે આખુ ગીત અને શબ્દો મળ્યા.
સારુ લાગ્યુ.
આભાર.
pragnaju said,
July 7, 2009 @ 5:54 PM
હો રાજ રે, ઘરમાંથી સાંબેલા કઢાવો
એ તો ધબ્બક ધબ્બક થાય રે
ધબકારે જીવ મારો જાય રે
મને કેર કાંટો…
આ ગાવાની કરતા અનુભવવાની વાત્
જેમ સમય પસાર થતો જાય છે તેમ તેના શ્વાસની ગતિ વધે છે. કાયા, હૈયું અને. એને પરિણામે એના ધબકાર હાંફવા લાગે છે. સાજનને મળવાની તાલાવેલીમાં. એના પગ રોક્યા રોકાતા … તપ્યો છે, નાયિકાનો જીવ થાકીને લોથપોથ થઈ ગયો છે. અંતે આવે છે સૂરજના. ડૂબવાની ઘડી ! … આ એવા રે ફફડે રે મારાં આ કાળજાં. ચૂંદડી ને નારિયેળ ખારેક ને સિંદૂર જો…
sudhir patel said,
July 7, 2009 @ 8:15 PM
સરસ પસંદગી!
સુધીર પટેલ.
Kirtikant Purohit said,
July 8, 2009 @ 2:35 AM
સરસ લોકગીત
બચપન અને જવાની યાદ કરાવે તેવું.
ગુજરતી સાહિત્યનું એક ઘરેણું.
વિવેક said,
July 10, 2009 @ 12:35 AM
સુંદર મજાનો લય ધરાવતું મજેદાર લોકગીત… વાંચવા કરતાં ગણગણવું વધુ ગમે એવું….