પડી છે – ‘સાબિર’ વટવા
લલાટરેખાઓને ઘસવી પડી છે,
ઘણી વેળાઓને હસવી પડી છે.
ચકાસી છે ઘણી ધીરજ ધરીને,
અનેક આશાઓને કસવી પડી છે.
ઘણી ઘટનાઓ જીરવી છે અચાનક
કો અણગમતી રમત રમવી પડી છે.
હજારો વાર પીધા છે એ ઘૂંટડા,
મુહબ્બત અમને તો કડવી પડી છે.
ગમી છે તો ગણો આભાર, ‘સાબિર’,
કથા સદભાગ્યની રડવી પડી છે.
– ‘સાબિર’ વટવા
એક ગુજરાતી said,
April 5, 2006 @ 10:50 PM
દિલ ફાડીને આ ગઝલ લખી હોય એવું લાગે છે.
suvaas said,
April 6, 2006 @ 7:41 AM
સલામ
ગુજરાતીની આ સેવા કદીક રંગ લાવશે.
એક બ્લોગર ..ફરીદ