વૃક્ષ – રાજેન્દ્ર શુક્લ
[audio:http://dhavalshah.com/audio/Sonet-Vrux-RajendraShukla.mp3]
(કવિના પોતાના અવાજમાં કાવ્યપઠન)
વર્ષો વિતે વૃક્ષ થતું જ વૃદ્ધ;
શાખા-પ્રશાખા અતિશે પ્રવૃદ્ધ,
ફૂલે ફળે ને લચતું રસાળ;
છાયાય કંઈ વિસ્તરતી વિશાળ!
તાપે તપે ને તપ એનું તેજ;
ચોપાસ જાણે ઘટતો જ ભેજ,
પાસેનું સર્વે રસહીન થાય;
તો મૂળ ઊંડા અતિદૂર જાય!
છાયા તળે જીવ બધાં અજાણ,
કોને કયહીંથી કંઈ હોય જાણ?
માળે બધાં પંખી કરે કલોલ,
એ એકલું એમજ કંઈ અબોલ!
જોયાં કરે વાટ, કરાલ કાળ-
ઉન્મૂલ ક્યારે કરશે કૃપાળ!
– રાજેન્દ્ર શુક્લ
વૃદ્ધ વૃક્ષ એના બધા અશ્રિતોની કાળજી કપરા કાળમાં પણ જતનથી કરે છે. પણ એનો જીવ તો પરમતત્વને મળવાની ઇચ્છામાંરહેલો છે. કવિના પોતાના અવાજમાં કાવ્યની સાંભળવાની ઓર જ મઝા છે. કવિની વેબસાઈટ પર કવિની વધુ રચનાઓ આપ માણી શકો છો.
વિવેક said,
July 1, 2009 @ 2:11 AM
સુંદર સૉનેટ… રા.શુ.ની આગવી મુદ્રામાં સુંદર અર્થસભર વાત…
Pinki said,
July 1, 2009 @ 12:20 PM
રાજેન્દ્ર અંકલના અવાજમાં કોઈ પણ ગીત કે ગઝલ સાંભળવી –
એટલે તેનો મિજાજ જ અલગ …..!!
sudhir patel said,
July 1, 2009 @ 9:38 PM
સરસ સોનેટની કવિ દ્વારા અસરકારક રજૂઆત!
સુધીર પટેલ.
pragnaju said,
July 1, 2009 @ 10:58 PM
પ્રણિપાતેન
જ્ઞાન વૃધ્ધ કવિશ્રીના અનુભૂતિજન્ય સૉનૅટનું તેમના જ સ્વરમા અસરકારક પઠન
જાણે કે સાંભળ્યા જ કરીએ
Sandhya Bhatt said,
July 2, 2009 @ 10:28 AM
આ દિવસોમા અમે મિત્રો બારડોલીમાં સોનેટનો અભ્યાસ કરીએ છીએ,તેથી આપનું સોનેટ વાંચવાની વધારે મઝા પડી..સાંભળવાની વળી ઔર…..
sapana said,
July 2, 2009 @ 11:19 AM
સરસ સોનેટ!!
આવાજ પંણ અસરકારક!!
સપના
Jay Gajjar said,
July 2, 2009 @ 11:22 AM
Very impressive Sonet. Emotional nd touchy. Good luck
preetam lakhlani said,
July 2, 2009 @ 12:19 PM
જયભાઈ, રાજેન્દ્ર શુકલ તો નશીબદાર છે, આપણે તેમને Good Luck, કહી કે ન કહી તેમની કલમમાં થી એકધારી આફરીન ગઝલ જ શૂ પણ આ કવિ કોઈ પણ પ્રકાર ના કાવ્ય ને અડકે તો કાવ્ય જ પ્રગટ થાય તેમા કોઈ બે મત નથી, ખરે ખર તો આપણને Good Luck ની જરુર છે વગર વાવયે ઉગી નિકરેલા કવિ ઓને કારણ વગર વાંચવા પડે એના કરતા પ્રભુને પ્રાથના કરી એ કે રોજ્ વધારે નહી તો કમસે કમ બાપુ ની એક ગઝ્લ કે કવિતા વાંચવા મલે..
manharmody ('મન' પાલનપુરી) said,
July 2, 2009 @ 1:17 PM
જોયાં કરે વાટ, કરાલ કાળ-
ઉન્મૂલ ક્યારે કરશે કૃપાળ!
બહુ જ સરસ, મનમાં સીધું ઉતરી જાય તેવું સરળ.
chetu said,
July 2, 2009 @ 1:27 PM
ખુબ જ સરસ …
kishore Modi said,
July 2, 2009 @ 4:39 PM
સુંદર સોનેટ ખૂબ સરસ રજૂઆત. બાપુના સ્વરમાં સાંભળ્વાની મજા આવી
Rekha Sindhal said,
July 2, 2009 @ 9:48 PM
સવારમાઁ પહોરમાઁ આપનેી મોકલેલેી ગઝલે દિવસ સુધારી દીધો અને વધારે તો વ્રુધ્ધ થવા તરફ છીએ ત્યારે જીવનનું લક્ષ યાદ રહે તે ખુબ જરૂરી છે. અને એ કાર્ય માટે રાજેન્દ્રભાઈથી વધારે પાત્રતા કોની હોઈ શકે? આનંદની આ લહેરખી માટે આપનો આભાર !
sunil shah said,
July 2, 2009 @ 10:48 PM
માળે બધાં પંખી કરે કલોલ,
એ એકલું એમજ કંઈ અબોલ!
જોયાં કરે વાટ, કરાલ કાળ-
ઉન્મૂલ ક્યારે કરશે કૃપાળ!
અદભુત…..
deepak said,
July 3, 2009 @ 12:35 AM
અદભુત સોનેટ…
આટલી ઉંડી અને સંવેદનશીલ વાત ફકત રાજેન્દ્ર શુક્લજ કરી શકે…
Girish said,
July 3, 2009 @ 8:52 AM
ખુબ સરસ
તેજસ શાહ said,
July 3, 2009 @ 11:45 PM
શ્રી રાજેન્દ્ર શુક્લની રચના એમની પોતાની છટામાં સાંભળવાનો લહાવો એટ્લે મઝાનું કામ!
સુરેશ જાની said,
July 5, 2009 @ 4:41 AM
તાપે તપે ને તપ એનું તેજ;
ચોપાસ જાણે ઘટતો જ ભેજ,
પાસેનું સર્વે રસહીન થાય;
તો મૂળ ઊંડા અતિદૂર જાય!
છાયા તળે જીવ બધાં અજાણ,
કોને કયહીંથી કંઈ હોય જાણ?
માળે બધાં પંખી કરે કલોલ,
એ એકલું એમજ કંઈ અબોલ
——————-
આ કડીઓ બહુ જ ગમી.
indravadan g vyas said,
July 6, 2009 @ 1:47 PM
ઋષીકવિ શ્રી રાજેન્દ્ર શુક્લ ની આ સુંદર રચના ખુબ ગમી.એમના ઘેરા અવાજમાં કવિતા વધુ મ્હોરી.
ખમ્મા બાપુને….
અભિનંદન.
વજેસિંહ પારગી said,
July 8, 2009 @ 4:21 AM
અઢી દાયકા પહેલાં ધો. 12માં અવાજ કાવ્ય કવિના અવાજમાં ભણવાનું નસીબ થયું હતું. જોકે ત્યારે કવિતાના કની સમજ પડતી નહોતી. આજેય એવું જ છે. પછી તો દાહોદમાં કવિના ઘનગંભીર અવાજમાં ઘણી વાર કાવ્યપઠન સાંભળવાનો લહાવો મળ્યો હતો. બાળક સામે હાથી ઝૂલતો હોય ને બાળકની આંખમાં આશ્ચર્ય ને અહોભાવ છલકે એવા જ ભાવ મારા મનમાં શુક્લસાહેબની કવિતા માટે છે. સોનેટ વિશે શું લખું… જોકે મને ક્ષણ સરકતું લય લહરતું વૃક્ષ છું એ ગઝલ જ વધારે ગમે.
bakulesh desai said,
July 8, 2009 @ 12:22 PM
hi layastaro ne abhinandan plz keep it up !!
Kirtikant Purohit said,
July 9, 2009 @ 11:58 AM
એક જીવંત કાવ્ય એના ઉત્ક્રુષ્ટ અવતારમા, આસાન લાઘવમાં અને કવિવર શ્રી રાજેન્દ્રની કલમથી.
વાહ ભાઇ વાહ.
Bharat Trivedi said,
January 5, 2011 @ 1:03 PM
રાજેન્દ્ર શુકલની સર્જનમાં શું કહેવાપણું હોય! કાન અને મનને માટે આથી વિશેષ તોષકર બીજું શું હોઈ શકે!