ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.
મરીઝ

पति की प्रेमिका के नाम – रश्मि भारद्वाज

सोचती हूँ कि तुम्हें एक घर तोड़ने का इल्ज़ाम दूँ
या कि उस पुरुष के कहीं रिक्त रह गए हृदय को भरने का श्रेय
जो घर गृहस्थी के झमेलों में
शायद मेरे प्रेम को ठीक से ग्रहण नहीं कर पाया था,
तुम्हारे और मेरे मध्य
एक दूसरे से बँधने के कई कारण थे
हम उसी पुरुष से जुड़े थे
जो मुझे रिक्त कर
तुममें ख़ुद को ख़ाली कर रहा था

तुम्हारे पास जो आया था
वह मेरे प्रेम का शेष था
हमारे संबंध की बची रह गई
इच्छाओं का प्रेत,
यह कितना कठिन रहा होगा
कि तमाम समय मुझ-सा नहीं होने की चेष्टा में
मैं मौजूद रहती होऊँगी तुम्हारे अंदर
और उसकी सुनाई कहानियों के साये
आ जाते होंगे तुम्हारे बिस्तर तक

तुम मुझसे अधिक आकर्षक
अधिक स्नेहिल
अधिक गुणवती होने की अघोषित चेष्टा में
ख़ुद को खोती गईं
और मुझसे मेरा जब सब छिन गया
मैं ख़ुद को खोजने निकली
हमने जी भर कर एक दूसरे को कोसा
एक दूसरे के मरने की दुआएँ माँगीं,
हमारे मध्य एक पुरुष के प्रेम का ही नहीं
घृणा का भी अटूट रिश्ता था

मेरे पास था
एक प्रेम का अतीत
एक बीत गई उम्र
और एक बीतती जा रही देह के साथ
उसके प्रणय का प्रतीक
एक और जीवन

तुम्हारे पास था
एक प्रेम का वर्तमान
यौवन का उन्माद
देह का समर्पण
अपने रूप का अभिमान
और मेरे लिए एक चुनौती

लेकिन अपना भविष्य तो हम दोनों ने
किसी और को सौंप रखा था

यह होता कि तुमने मेरा अतीत
और मैंने तुम्हारे वर्तमान का
साझा दुःख पढ़ा होता
काश कि हमें दुखों ने भी बाँधा होता

– रश्मि भारद्वाज

વિવિધ ભાષાની મજાની કવિતાઓનો અનુવાદ કરી ગુજરાતી વાચકવર્ગ સમક્ષ રજૂ કરવું મને ગમે છે, પણ હિંદી કવિતાએ મને કાયમ મૂંઝવ્યો છે. હિંદી ભાષા આપણા વ્યવહારમાં એ રીતે અને એ હદે રચી-બસી છે કે હિંદીમાં સમજ ન પડતી હોય એવો ગુજરાતી કદાચ સપનામાં જ મળે. એમાંય આ કવિતામાં ભાષા તો કેવળ હૃદયની લાગણીઓના વહન કરવા પૂરતી જ ખપમાં લેવાઈ છે. એટલે આટલી સરળ કવિતાનો અનુવાદ કરવાના બદલે રચનાને યથાતથ આસ્વાદીએ એમાં જ ખરી મજા છે.

જે દિવસે લગ્નસંસ્થાની રચના થઈ હશે, કદાચ એ જ દિવસથી લગ્નેતર સંબંધની શરૂઆત પણ થઈ હશે. એક પત્ની પોતાના પતિની પ્રેમિકાને સંબોધવાને મિષે પોતાનું હૃદય ખાલી કરે છે એની આ રચના છે. લાખ અનિચ્છા છતાં પત્ની સ્વીકારે છે કે પોતે અને આ પરકીયા – બંને કોઈક રીતે એકમેક સાથે બંધાયેલા છે. પ્રથમ દૃષ્ટિએ બંને સ્ત્રીને બાંધનાર લઘુત્તમ સામાન્ય અવયવ એ પુરુષ છે જે કથકનો પતિ છે અને અવર સ્ત્રીનો પ્રેમી છે. પ્રેમિકા માટે પણ આ સંબંધ આસાન નથી, કારણ પ્રતિપળ સ્વયંને પુરુષની પત્નીથી ચડિયાતી સિદ્ધ કરવાની કોશિશ એને પ્રેમીની પત્ની સાથે બાંધી જ રાખે છે. પ્રેમીપત્નીથી શ્રેષ્ઠ હોવાના પ્રયત્નોમાં એ ખુદને ગુમાવે છે. બંને સ્ત્રી એકમેક સાથે ઘૃણાના બંધને પણ જોડાયેલ છે. બંને સ્ત્રી પોતાના ભવિષ્યની દોર એક જ પુરુષના હાથમાં દોંપી હોવાના તાંતણે પણ પરસ્પર સાથે સંપૃક્ત છે. બંને સ્ત્રીઓ કોઈકને કોઈક રીતે દુઃખી જ છે, પણ એકમેક સાથે નફરતથી જોડાવાના બદલે દુઃખોની ભાગીદારીથી જોડાઈ હોત તો જિંદગી કદાચ બંને માટે સહ્ય બની હોત એ સ્વીકાર આખી વાતને કવિતાની ઊંચાઈએ લઈ જાય છે.

જાણીતા લેખિક અને અનુવાદક શરીફાબેન વીજળીવાળાના કંઠે આ રચનાનું પઠન-

13 Comments »

  1. Jyoti Ashvin Ramani said,

    August 30, 2025 @ 12:28 PM

    કેટલું સચોટ…. છતાં balanced👌👍

  2. Rakesh Thaker said,

    August 30, 2025 @ 1:17 PM

    ખૂબ જ સુંદર મનોભાવ આલેખ્યા છે….પીડિત પત્ની…કે મનોવ્યથિત થઈ ગયેલી પત્નીની અંતર વ્યથા આલેખી…અદ્ભુત…રશ્મિ જી

  3. નેહા પુરોહિત said,

    August 30, 2025 @ 1:25 PM

    આને જાજરમાન પરણેતરની કવિતા
    કહેવી વધુ ગમશે. પોતાનું સર્વસ્વ સોંપ્યા
    પછી ધણી ખુદનું સર્વસ્વ ન્યોચ્છાવર
    કરવાને બદલે નાની નહેર દ્વારા પ્રેમની ગંગા
    બીજે વાળે ત્યારની અસહ્ય પીડાનું સચોટ
    વર્ણન, પણ પોતાની ગરીમા જરાય ન ઝંખવાય
    એનું ધ્યાન રાખીને કર્યું.. ખૂબ સુંદર કૃતિ..

  4. Rashmi Agnihotri said,

    August 30, 2025 @ 1:35 PM

    વાહ… ખૂબ વેદનાસભર છતાં સંતુલિત અને ગરિમાપૂર્ણ.. અંતમાં દુઃખથી બંધાવાની જે વાત કરી છે, તે ખૂબ ગહન મર્મ ધરાવે છે.. પીડાના સ્તર પર જોડાવું એ લાગણીનું સૌથી ઊંચું શિખર છે. ખૂબ માર્મિક, સહજ, સરળ છતાં ચોટદાર 👌👌👌

  5. વ્રજેશ મિસ્ત્રી said,

    August 30, 2025 @ 1:35 PM

    ચોટદાર.. તમારા વાંચનને સલામ

  6. Neela sanghavi said,

    August 30, 2025 @ 2:36 PM

    પત્નીએ પોતાનું સ્વમાન જાળવીને રજૂ કરેલ લાગણી.

  7. Lata Hirani said,

    August 30, 2025 @ 3:10 PM

    ગમી જાય એવી કવિતા

  8. Nirja parekh said,

    August 30, 2025 @ 4:45 PM

    Very bold..very touchy… very true

  9. Hiren K Mungla said,

    August 30, 2025 @ 6:03 PM

    ઉમદા,ઉમદા,ઉમદા

  10. Sejal Desai said,

    September 1, 2025 @ 4:07 PM

    હ્દય સ્પર્શી કવિતા
    काश हमें दुखोनें भी बांधा होता । આહા …

  11. પ્રજ્ઞા વશી said,

    September 3, 2025 @ 5:05 AM

    ખૂબ સરસ સરળ પરંતુ ખૂબ જ ચોટદાર અંત સાથે વિરમતી કવિતા.
    અંત કવિતાને એક ઉંચાઈ બક્ષે છે.

  12. Kajal shah said,

    September 4, 2025 @ 5:13 AM

    વાહ! ખરેખર અત્યંત માર્મિક કવિતા,
    પતિ લગનેતર સંબંધમાં હોવા છતાં પતિને સમજી લેવાની વૃત્તિ સાથે પરકીયાને પણ સમજી અને સ્વીકારવાની હિમ્મત આ સ્ત્રીમાં છે. તેનો મતલબ કે સ્ત્રી સ્ત્રીની દુશ્મન એ વાત અહીં લેખિકાએ ખોટી પાડી છે. પોતાનો પ્રેમ જેટલો જ પરકીયાનો પ્રેમ સાચો એ છે એ દર્શાવી તે પોતાની સાથે તે પર સ્ત્રીનો દ્રષ્ટિકોણ પણ સમજે છે.
    આપણે સમદુઃખીયા છીએ એ રીતે જોડાઈ શક્યા હોત તો… તે એવું વિચારે છે.

  13. Premal Shah said,

    September 4, 2025 @ 9:34 AM

    ભાવવાહી કવિતા , વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment