(હું કદી ન જંગ લડત) – ડો. પ્રણય વાઘેલા
અવકાશ હોત સહેજ અગર ફેરફારનો,
તો હું કદી ન જંગ લડત આરપારનો.
લેવો પડયો છે ભાર ન કોઈ પ્રકારનો,
આભાર માનું એટલો પરવરદિગારનો.
સહકાર કે પ્રયત્ન ન હો કંઈ બિમારના,
ત્યાં આપ દોષ કાઢશો શું સારવારનો?
આપી ફકીરી એવી કે છોડી શકું બધું,
આપ્યો દમામ જેમણે જાગીરદારનો.
હું કેવી રીતે માંડુ કદમ એના આંગણે?
ના સ્મિત, ના ઉમળકો કોઈ આવકારનો,.
કર્યો સરળ-સહજ અને નિસ્વાર્થ મેં ‘પ્રણય’,
શીખ્યો ન છળકપટ કે નિયમ હું બજારનો.
– ડો. પ્રણય વાઘેલા
ગુજરાતના તબીબોને કવિતા સાથે ઊંડો રખરખાવ હોય એમ માલમ પડે છે. લયસ્તરો પર આજના ગઝલકાર પણ એમ.ડી. (મેડિસીન) કર્યા બાદ દવાના પ્રિસ્ક્રિપ્શન સાથે ગઝલ બાંધી આપે છે. સહજ ભાષામાં લખાયેલી આ ગઝલના લગભગ બધા જ શેર હૃદયંગમ થયા છે. મત્લાના શેરમાં કવિનો મિજાજ તો છતો થાય જ છે, મહાભારતના યુદ્ધની પાર્શ્વભૂ પણ તાદૃશ થાય છે. બીજો શેર પણ ખુમારીની બુલંદીઓને તાકે છે. જીવનમાં કોઈનાય ઉપકારનો ભાર લેવા મજબૂર થવું પડ્યું ન હોવાની બાબતે સર્જક ઈશ્વરનો આભાર માને છે.
ડૉ. મનોજ જોશી 'મન' said,
February 1, 2025 @ 1:07 PM
વાહ…. ક્યા બાત…

પ્રણયભાઈ સારી વાર્તાઓ પણ લખે છે.. ને ખૂબ ઉમદા વ્યક્તિત્વ ધરાવે છે…
Shailesh Gadhavi said,
February 1, 2025 @ 1:19 PM
વાહ
Nehal said,
February 1, 2025 @ 1:20 PM
વાહ, ખૂબ સરસ. પ્રણયભાઈને ખૂબ ખૂબ અભિનંદન
Vrajesh said,
February 1, 2025 @ 1:31 PM
જિઓ
Ramesh Maru said,
February 1, 2025 @ 1:44 PM
વાહ…સુંદર ગઝલ…
કમલેશ શુક્લ said,
February 1, 2025 @ 2:02 PM
ખૂબ સરસ ગઝલ,
ખૂબ ખૂબ અભિનંદન ડૉ પ્રણવભાઈ.
Ankit Mehta said,
February 1, 2025 @ 2:13 PM
વાહ… ર્ડો. સાહેબ…
ખૂબ ખૂબ અભિનંદન
Premal Shah said,
February 1, 2025 @ 2:13 PM
વાહ ! મસ્ત ગઝલ



Atul Dave said,
February 1, 2025 @ 3:46 PM
વાહ કવિ વાહ, મજા આવી ગઈ.


Devendra Shah said,
February 1, 2025 @ 3:51 PM
રતિલાલ સોલંકી said,
February 1, 2025 @ 4:32 PM
ખૂબ સરસ રચના.
Varij Luhar said,
February 1, 2025 @ 6:57 PM
વાહ.. સરસ ગઝલ
રશ્મિ અગ્નિહોત્રી said,
February 1, 2025 @ 7:30 PM
વાહ, વાહ… ખૂબ ખૂબ અભિનંદન, પ્રણયભાઈ !
રશ્મિ અગ્નિહોત્રી said,
February 1, 2025 @ 7:31 PM
વાહ, વાહ…
ખૂબ ખૂબ અભિનંદન, પ્રણયભાઈ !
સુનીલ શાહ said,
February 1, 2025 @ 7:34 PM
ખૂબ સરસ
Dr. Arti Raval said,
February 1, 2025 @ 7:55 PM
So good


very well said
Ramesh moorjani said,
February 2, 2025 @ 1:53 AM
Well said Dr vaghela jee..
Keep growing
Regards.
Dr.Bhooma vashi said,
February 3, 2025 @ 10:15 AM
અભિનંદન…. સુંદર.
Sejal Desai said,
February 6, 2025 @ 6:50 PM
સરસ ગઝલ…અભિનંદન