મહોબ્બત પ્રથમ ધર્મ છે જિંદગીનો, મહોબ્બત વિના કોઈ આરો ન આવે,
સતત ચાલવું જોઈએ એ દિશામાં, જો થાકી ગયા તો ઉતારો ન આવે.
ગની દહીંવાળા

હાઈકુ – ગુરુદેવ પ્રજાપતિ

છત્રી ઓઢીને
વગર વરસાદે
દંપતી ભીંજે.
*
અંધાર થતાં
નિજ લીલા સંકેલી `
સમુદ્ર ઝંપે.
*
પાંપણ પર
મધરાતે આવીને
સપનું જાગે.
*
અંધાર ફરે
ખમીસ પહેરીને
મધરાતનું.
*
વરસાદમાં
કાગળની નાવડી
શૈશવ તરે.

– ગુરુદેવ પ્રજાપતિ

શબ્દના ઓછામાં ઓછા લસરકા વડે ચિત્ર નીપજાવવાની કળા એટલે હાઈકુ. ગુજરાતીમાં હાઈકુ પ્રમાણમાં ઓછો લોકપ્રિય કાવ્યપ્રકાર બનીને રહ્યો છે. એનું પ્રમુખ કારણ કદાચ મોટાભાગના સર્જકો ૫-૭-૫ ગોઠવણીવાળી સત્તર અક્ષરની લીલાથી આગળ વધી શક્યા જ નથી એ હોઈ શકે. લયસ્તરોના ભાવકો માટે આજે પાંચ હાઈકુ રજૂ કરીએ છીએ. પાંચેયમાં પહેલું હાઈકુ મને સવિશેષ ગમી ગયું.

12 Comments »

  1. Dipak Peshwani said,

    October 25, 2024 @ 12:16 PM

    વાહ વાહ…

  2. K.d, sedani said,

    October 25, 2024 @ 12:40 PM

    Waah,,,,,, jordar

  3. Yogesh Samani said,

    October 25, 2024 @ 12:59 PM

    ખૂબ સરસ…
    ‘ભીંજે’ નથી જામતું.

  4. Arti Parikh said,

    October 25, 2024 @ 1:03 PM

    વાહ 👌

  5. Arjun Prajapati said,

    October 25, 2024 @ 1:30 PM

    વાહ ખુબ સરસ રચનાઓ…

    રચના માટે એક પ્રયત્ન…

    બની શબ્દ હું..!
    થયો છું અસવાર
    ભીતર ભાવ.

  6. Nishith said,

    October 25, 2024 @ 1:40 PM

    ખૂબ સરસ રચનાઓ.
    કાગળની નાવડી. એમાં પાછું બાળપણ બેસીને આનંદ માણે… વાહ. સપનું પણ સરસ દર્શાવ્યું. અભિનંદન…
    નિશીથ બક્ષી “નિજાનંદ”

  7. Kirit Trivedi said,

    October 25, 2024 @ 2:21 PM

    Wah !

  8. ડો નવીન કલાર્થી said,

    October 25, 2024 @ 3:41 PM

    સૌ પ્રથમ તો આપને ખૂબ ખૂબ અભિનંદન. પાંચેય હાઈકુ પ્રકૃતિ ના શબ્દ ચિત્ર વડે સહજ રીતે માનવીય ભાવના ને ઉજાગર કરે છે. તેમાં દામ્પત્ય પ્રેમ ને તો વળી રાત ના અંધકાર ને ચિત્રે , રાતમાં સ્વપ્નાં નું જાગવું અને અંતે તો કાગળ ની નાવડી બાળપણ ને તરબતર કરી દે. આ રચનાઓ હિન્દી સાહિત્ય ના છાયાવાદી કાવ્ય ની પ્રકૃતિમાં માનવીય ભાવો ને જોવા ને સાકાર કરતું હોય તેને લગોલગ લાગે છે.

  9. Vipul Jariwala said,

    October 25, 2024 @ 4:49 PM

    ખૂબ સરસ.
    મને ચોથું હાઈકુ ખૂબ જ ગમ્યું

  10. Harsha dave said,

    October 25, 2024 @ 7:55 PM

    વાહ… ખૂબ સરસ છે

  11. Dhruti Modi said,

    October 26, 2024 @ 3:25 AM

    બધા જ હાઈકું મઝાના છે લાંબી કસરત વગર ભાવને પામી શકીએ છીએ !

  12. Poonam said,

    November 6, 2024 @ 11:25 AM

    વરસાદમાં
    કાગળની નાવડી
    શૈશવ તરે. Waah
    – ગુરુદેવ પ્રજાપતિ –

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment