ને સદીનું પ્રાપ્ત થાશે મૂળ એના ગર્ભમાં,
હું કલાકો, વર્ષ છોડી માત્ર ક્ષણ પાસે ગયો.
– આબિદ ભટ્ટ

ગઝલ – અગન રાજ્યગુરુ

આગળ વધી કે વાત હજી ત્યાં ને ત્યાં જ છે?
આવ્યો નથી જવાબ, હજી ત્યાં ને ત્યાં જ છે.

પાછળ ફરીને જોયું મેં પ્રસ્થાન સ્થાન પર,
મારી બધી નિરાંત હજી ત્યાં ને ત્યાં જ છે.

વૃક્ષો નવાં તો ખૂબ ઉગાડ્યાં છે શહેરમાં,
સુનકાર એ છતાંય હજી ત્યાં ને ત્યાં જ છે.

એ પણ ખબર નથી રહી તારા વિચારમાં,
કે દિન ગયો કે રાત હજી ત્યાં ને ત્યાં જ છે?

અળગા થયા તો દોસ્ત! એ અહેસાસ થઈ ગયો,
તારા તરફ લગાવ હજી ત્યાં ને ત્યાં જ છે.

નીકળી ગયો છે તું જ હવા થઈને બાથથી,
મારા તો બેઉ હાથ હજી ત્યાં ને ત્યાં જ છે.

એનો અમલ જો થાય તો દુનિયા મળે ‘અગન’
કિંતુ બધાંય ખ્વાબ હજી ત્યાં ને ત્યાં જ છે.

– અગન રાજ્યગુરુ

ગઝલમાં સુનિશ્ચિત અર્થ ધરાવતી મધ્યમ કે લાંબી રદીફ વાપરવી એ દોરડા પર ચાલવા જેવું કામ છે. સહેજ્સાજ પણ ધ્યાનચૂક થાય તો સીધું ધબાય નમઃ જ થાય. પ્રસ્તુત ગઝલમાં કવિએ “હજી ત્યાંની ત્યાં જ છે” જેવી વિશિષ્ટ રદીફની લાકડી હાથમાં ઝાલીને સુપેરે રોપવૉક કરી બતાવ્યું છે. ગઝલમાં પ્રમાણમાં ઓછા માન્ય ગણાતા અકારાંત કાફિયા સાથે અનૂઠી રદીફ સાંકળીને કવિએ સાત રંગનું મજાનું મેઘધનુષ સર્જ્યું છે. બધા જ શેર સ-રસ થયા છે પણ રદીફ ઉપર વિશેષ ધ્યાન આપીને વાંચીએ તો દરેક શેર વધારે સ-રસ લાગશે.

15 Comments »

  1. ડૉ. મનોજ જોશી 'મન' (જામનગર) said,

    October 10, 2024 @ 7:34 AM

    વાહ… અગન… 🌹
    વાહ…. વિવેકભાઈ… ❤️

  2. Jigisha Desai said,

    October 10, 2024 @ 7:43 AM

    વાહ….ખૂબસરસ

  3. Agan Rajyaguru said,

    October 10, 2024 @ 8:17 AM

    ખૂબ ખૂબ આભાર ડૉ. સાહેબ💐🙏

  4. Nirja parekh said,

    October 10, 2024 @ 8:25 AM

    વાહ…ખરેખર અદભૂત…

  5. Ramesh Maru said,

    October 10, 2024 @ 8:26 AM

    વાહ….

  6. Dr. Bhuma Vashi said,

    October 10, 2024 @ 9:10 AM

    વાહ ભાઈ વાહ… ખૂબ સુંદર ગઝલ. બહુ ગમી. કવિને અભિનંદન અને આભાર વિવેકભાઈ

  7. Barin said,

    October 10, 2024 @ 9:24 AM

    સંમત. મારા તો બેઉ હાથ હજી ત્યાં ને ત્યાં જ છે ! કયા બાત જય ho

  8. Rakesh Thaker said,

    October 10, 2024 @ 9:36 AM

    વાહ જોરદાર…ત્યાં ને ત્યાં જ છે…ગમી ગઝલ..એક અલાયદો તોર છે છતાં સ્થિરતા…વાહ

  9. દીપક પેશવાણી said,

    October 10, 2024 @ 10:26 AM

    બહુ મજાની ગઝલ… મજા આવી ગઈ…

  10. Aasifkhan Pathan said,

    October 10, 2024 @ 4:48 PM

    વાહ સરસ ગઝલ થઈ છે
    વાહ

  11. Barin Dixit said,

    October 10, 2024 @ 6:20 PM

    ખૂબ સરસ રચના . મારા બેઉ હાથ હજુ ત્યાં ને ત્યાં જ છે !

  12. કમલેશ શુક્લ said,

    October 11, 2024 @ 8:36 PM

    ઉમદા રચના અને એટલો જ સરસ આસ્વાદ!

  13. Vrajesh said,

    October 11, 2024 @ 8:58 PM

    ઉત્તમ

  14. અંશ ખીમતવી said,

    October 13, 2024 @ 1:45 PM

    સુંદર રજૂઆત

  15. Sejal Desai said,

    October 15, 2024 @ 11:48 AM

    વાહ..સરસ ગઝલ..નવિન રદીફ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment