કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો,
એય ઈચ્છા છે, હવે એ પણ ન હો.
ચિનુ મોદી

મારા આ રંગમાં – હરજીવન દાફડા

એનોય રંગ હોય છે મારા આ રંગમાં,
નહિ તો જીવાય કેમ અહીંયા ઉમંગમાં!

કાંઠો મળ્યા પછીય કાં તૂટી જવાય છે?
એની સમજ ક્યાં હોય છે જળના તરંગમાં!

માથે નિરાંત માણતા માણસને શું ખબર,
પોઢી ગયા છે કેટલા ટહુકા પલંગમાં!

ઊંચી ઉડાનમાં હતો સંચાર દોરનો,
પોતીકી પાંખ ક્યાં હતી નહિ તો પતંગમાં!

ભીતર ભર્યા પોલાણનો પરિચય થયો નહીં,
માહેર હતો હું કેટલો નહિતર મૃદંગમાં!

– હરજીવન દાફડા

લયસ્તરો પર કવિના નવ્ય ગઝલસંગ્રહ ‘સહેજ પોતાની તરફ’નું સહૃદય સ્વાગત છે… સંગ્રહમાંથી એક નખશિખ સંતર્પક રચના આપ સહુ માટે…

7 Comments »

  1. લલિત ત્રિવેદી said,

    August 3, 2024 @ 12:09 PM

    સરસ સંગ્રહ છે… આ ગઝલ પણ સરસ. કવિ શ્રી હરજીવન દાફડા ને અભિનન્દન

  2. Varij Luhar said,

    August 3, 2024 @ 12:14 PM

    સરસ ગઝલ.. કવિશ્રીના ગઝલ સંગ્રહનું સ્વાગત

  3. Vinod Manek 'Chatak' said,

    August 3, 2024 @ 5:37 PM

    સરસ ગઝલ અને ગઝલ સંગ્રહ, કવિનેક અભિનંદન

  4. Vinod Manek 'Chatak' said,

    August 3, 2024 @ 5:38 PM

    સરસ ગઝલ અને ઉમદા ગઝલ સંગ્રહને મીઠો આવકાર

  5. Dhruti Modi said,

    August 4, 2024 @ 2:16 AM

    નાનકડી પણ સુંદર રચના !

    ઊંચી ઉડાણમાં હતો સંચાર દોરનો,
    પોતીકી પાંખ ક્યાં હતી નહિતો પતંગમાં !

    વાહ !👌👌

  6. Parbatkumar Nayi said,

    August 5, 2024 @ 5:49 PM

    વાહ
    ખૂબ શુભેચ્છાઓ

  7. Dhaval Shah said,

    August 9, 2024 @ 8:51 PM

    ઊંચી ઉડાનમાં હતો સંચાર દોરનો,
    પોતીકી પાંખ ક્યાં હતી નહિ તો પતંગમાં!

    બંધનો ય ક્યારેક પાંખોનું કામ કરે છે …

    યાદ આવે …

    લો, જુઓ આવી ગિયો છું બારણે,
    ઢોરને ખીલા વિના ચાઈલું નહીં.

    …કિતના સુખ હૈ બંધન મેં !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment