તમે લાગણીની જરા છાંટ નાખો,
તમારાં તો આંસુય કોરાં પડે છે.
– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

(કવિની સનદ) – અમૃત ઘાયલ

અંદરનો રસ ઘૂંટાઈને ઘેરું દરદ બને,
એવું બને તો શબ્દ ‘કવિની સનદ’ બને.

તારાં તમામ રૂપ મને તો પસંદ છે,
વર્ષા બને, વસંત બને કે શરદ બને.

આ મારા લોહીમાં જો ભળે લાલી સ્પર્શની,
તો શક્ય છે જીવનની પળેપળ સુખદ બને.

હૈયામાં રાખ સંઘરી હૈયાવરાળને,
સંભવ છે એ વરાળ ‘અકાલે જલદ’ બને.

અહીંયાની જિંદગીમાં છે તાસીર મોતની,
અહીંયા તો વાતવાતમાં ઘટના દુઃખદ બને.

સુદ જેવી આમ તો છે ચમક આંખની છતાં,
કહેવાય ના કે ક્યારે એ કજળાઈ વદ બને!

‘ઘાયલ’નો બોલ ઊપડ્યો એનો ન ઉપડે,
અંદરથી માનવી જો ખરેખર નગદ બને.

– અમૃત ઘાયલ

વિન્ટેજ વાઇન.

3 Comments »

  1. પીયૂષ ભટ્ટ said,

    June 28, 2024 @ 1:09 PM

    સરસ ગઝલ. દરેક શેરની અલગ અલગ મજા. શબ્દ કવિ સનદ Authentic ત્યારે જ બને જ્યારે ભીતરની વેદના ઘૂંટાઈ ને ઘેરી બને. અને પછી શબ્દ જે સંવેદનાથી રસાઈ કસાય ને ધારદાર બનાવે એવી રીતે વ્યક્ત થાય.

    સરસ ગઝલ માટે આનંદ.

  2. Dhruti Modi said,

    June 29, 2024 @ 3:29 AM

    સુંદર રચના !
    સુદ જેવી આમ તો છે ચમક આંખની છતાં,
    કહેવાય ના કે ક્યારે એ કજળાઈ વદ બને !

    વાહ, સરસ !

  3. Dhruti Modi said,

    June 29, 2024 @ 3:32 AM

    સુંદર રચના !
    સુદ જેવી આમ તો છે ચમક આંખની છતાં,
    કહેવાય ના કે ક્યારે એ કજળાઈ વદ બને !

    વાહ, સરસ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment