(માશાલ્લા) – સુરેન્દ્ર કડિયા
થતી ભાગ્યે જ હો એવી ખુદાની મહેર, માશાલ્લા
તમારા હોઠ પર મારી ગઝલનો શેર, માશાલ્લા
બને છે એક બીના રોજ, ઘરની બારી ખૂલવાની
પછી સિમસિમ ખૂલી જાતું આ આખું શહેર, માશાલ્લા
તમારી ઉમ્ર સત્તાવીસ કરું છું બાદ સોમાંથી
અહાહા! તોય ઝળહળ બાકીનાં તોંતેર, માશાલ્લા
તમે મીરાં કહ્યું તો ગટગટાવી ગ્યા અમે મીરાં
પચાવ્યાં ઝેર તેમ જ ઝેરનાં ખંડેર માશાલ્લા
મળે લાખો નવાં પગલાં, નથી ભૂંસી શકાતું એ
તમારું સાચવ્યું છે એક પગલું, ખેર! માશાલ્લા
– સુરેન્દ્ર કડિયા
માશાલ્લા એટલે ઈશ્વરે ચાહ્યું એ થયું. આભાર માનવા માટે કે ધન્યતા વ્યક્ત કરવા માટે પણ એ પ્રયોજાય છે. કવિએ આવી અનૂઠી રદીફ સાથે કામ પાર પાડીને મજાની ગઝલ આપી છે. ઝેરનાં ખંડેર સમજાયાં નહીં, એ સિવાય આખીય ગઝલ ઉમદા થઈ છે.
Kiran Jogidas said,
July 12, 2024 @ 12:45 PM
વાહ
Chetan Framewala said,
July 12, 2024 @ 1:27 PM
Wah…
સિકંદર મુલતાની said,
July 12, 2024 @ 4:07 PM
વાહ.. ગઝલ..માશાલ્લા..
Varij Luhar said,
July 12, 2024 @ 6:48 PM
વાહ.. ખૂબ સરસ ગઝલ
Dhruti Modi said,
July 13, 2024 @ 2:18 AM
સરસ રચના ! માશાલ્લા શબ્દ ખૂબ ગમ્યો ! અર્થ પણ ખૂબ સરસ ! આપણે કહીએ છીએ કે, ‘હરિઈચ્છા’ એવું જ’માશાલ્લા’ નો અર્થ થઈ શકે !
લતા હિરાણી said,
July 14, 2024 @ 6:04 PM
મજ્જાની ગઝલ
Poonam said,
August 17, 2024 @ 12:38 PM
અહાહા! તોય ઝળહળ બાકીનાં તોંતેર, માશાલ્લા.. Mast
– સુરેન્દ્ર કડિયા –
Aaswad saras ne sahamat !