સૌન્દર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે,
સૌન્દર્યો પામતા પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.
કલાપી

(ચાલે છે) – ડૉ. પરેશ સોલંકી

શ્વાસ શ્રદ્ધાના સહારે ચાલે છે,
નાવ તો સઢના ઈશારે ચાલે છે.

ખેડી લે દરિયે સફર કો’ વિરલા,
કોઈ જીવનભર કિનારે ચાલે છે.

લાખ કોશિશો કરી છે સૂર્યએ,
સ્વપ્ન તોયે અંધકારે ચાલે છે.

કોઈએ ઈશ્વર નથી જોયો છતાં,
જિંદગી એના સહારે ચાલે છે.

જે ઉદય કે અસ્તને પામી ગયા,
પ્રેમપંથે એ વધારે ચાલે છે.

– ડૉ. પરેશ સોલંકી

સરળ બાનીમાં મજાની ગઝલ…

12 Comments »

  1. Aasifkhan Pathan said,

    September 26, 2024 @ 8:21 PM

    વાહહ વાહ સરસ ગઝલ

  2. Pravin Shah said,

    September 26, 2024 @ 8:31 PM

    ખૂબ સરસ !

  3. Ramesh Maru said,

    September 26, 2024 @ 8:37 PM

    સરસ મજાની ગઝલ…

  4. Ramesh Maru said,

    September 26, 2024 @ 8:38 PM

    સરસ ગઝલ…

  5. Pinki said,

    September 26, 2024 @ 8:47 PM

    વાહ… સરળ શબ્દોમાં ગહન વાત !!

  6. Vinod Manek 'Chatak' said,

    September 27, 2024 @ 6:09 AM

    સરસ ગઝલ….

  7. kishor Barot said,

    September 27, 2024 @ 9:43 AM

    સુંદર ગઝલ. અભિનંદન.

  8. Nilam Roy said,

    September 27, 2024 @ 11:44 AM

    અદભુત અને અદ્વિતીય!
    “હું તેને ઓળખું છું … આવ, તને ઓળખાણ કરાવું … ” એવી !!!!

  9. Poonam said,

    September 27, 2024 @ 6:13 PM

    લાખ કોશિશો કરી છે સૂર્યએ,
    સ્વપ્ન તોયે અંધકારે ચાલે છે… Saral e Saras !
    ડૉ. પરેશ સોલંકી –

  10. Dr.Jitesh mori said,

    September 28, 2024 @ 4:37 PM

    ખૂબ સુંદર રચના….

  11. piyush andharia said,

    September 28, 2024 @ 5:19 PM

    khub saras gazal

  12. Mohamed Jafar Mansuri said,

    September 29, 2024 @ 4:21 AM

    Bahot khub

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment