છે કબૂલ, એક હવા શ્વસી છતાં આપણામાં ફરક જુઓ
તમે ઝાડ જેવી છો સ્થિરતા, અમે પાંદડાની અવરજવર
– ભાવિન ગોપાણી

હે આંખો! – સંજુ વાળા

દૃશ્યની ઠેસ વાગી? હે આંખો!
તો જગતને જરા ઝીણું ઝાંખો!

ચાખવું હોય તો અમી ચાખો!
અન્ય રસમાં વળી શું રસ દાખો?

ડાળે બેઠાં જ નહિ, તેં ઉડાડ્યાં,
આટલેથી હવે તો બસ રાખો.

એની મરજી હશે તો ઊઘડશે,
એમ સમજીને બારણાં વાખો.

ના મળ્યું આભ, ના મળ્યું ઊડવું;
ભાર વેંઢારવા મળી પાંખો?

એક ખાલી, તો છે સભર બીજો;
છે જીવન-દેરડીમાં ઘટ લાખો.

– સંજુ વાળા

આખેઆખી સંઘેડાઉતાર ગઝલ… એકેએક શેર પાણીદાર.

3 Comments »

  1. યોગેશ ગઢવી said,

    June 1, 2024 @ 10:10 PM

    દૃશ્યની ઠેસ વાગી? હે આંખો!
    તો જગતને જરા ઝીણું ઝાંખો!
    મત્લામાં જ કેવો ગહન પ્રશ્ન… અનેક ભાવવિશ્વો ઉઘાડતી રચના…🌹

  2. Dhruti Modi said,

    June 4, 2024 @ 7:23 AM

    ખૂબ સુંદર ગઝલ ! 👌👌👍 અભિનંદન !

  3. kantilal sopariwala said,

    June 6, 2024 @ 9:25 AM

    દ્રશ્ય ની ઠેસ લાગે એ વાત સાચી અને એને આબેહૂબ
    ગીત ગઝલ માં કંડારવું એ કવી ની અંતરસૂઝ અને
    જીણું જીણું જાંખવાની આવડત ના દર્શન કરાવે છે
    k.b

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment