રસ્તે પલાંઠી વાળીને બેઠો છું હું ‘મરીઝ’
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું.
- મરીઝ

દરવાજો – મિરોસ્લાફ હોલુપ (અનુ.: વિવેક મનહર ટેલર)

જાઓ અને દરવાજો ઉઘાડો.
કદાચ બહાર કંઈ હોય
એક ઝાડ, અથવા એક જંગલ,
એક બગીચો
અથવા કોઈ જાદુઈ નગરી.

જાઓ અને દરવાજો ઉઘાડો.
કદાચ કોઈ કૂતરો ખાંખાખોળા કરતો હોય.
કદાચ તમને કોઈ ચહેરો દેખાય,
અથવા એક આંખ,
અથવા કોઈ ચિત્રનું
ચિત્ર.

જાઓ અને દરવાજો ઉઘાડો.
જો બહાર ધુમ્મ્સ હશે
તો એ વિખેરાઈ જશે.

જાઓ અને દરવાજો ઉઘાડો.
ભલે ત્યાં કેવળ અંધકાર જ
ટિક ટિક કેમ ન કરતો હોય,
ભલે બહાર કેવળ
ખોખલો પવન જ હોય,
ભલે
બહાર
કંઈ જ ન હોય, તો પણ
જાઓ અને દરવાજો ઉઘાડો.

કમ સે કમ
બહાર
ઠંડી હવાનું એક ઝોકું તો હશે.

– મિરોસ્લાફ હોલુપ
(અનુ.: વિવેક મનહર ટેલર)

*

પ્રયાસો, નિષ્ઠા અને દિશા ખોટાં ન હોય તો જીવનના કોઈપણ કૂટપ્રશ્નનો ઉત્તર મળ્યા વિના રહેતો નથી. ઘણીવાર તો દરવાજો આપણી નજરની સામે જ હોય છે, આગળ વધીને એને ઉઘાડવાનો જ હોય છે! હા, દરવાજો ખોલતાં સામે શું સાંપડશે એ રહસ્ય વિધાતાની મુઠ્ઠીમાં બંધ હોય છે. પણ દરવાજો ખોલ્યા વિના તો એને નહીં જ પમાય, ખરું ને? ચાલો, આજે સાથે મળીને કવિતાનો દરવાજો ઉઘાડીએ.

રચનાના વિશદ આસ્વાદ માટે અહીં ક્લિક કરો.

*

The Door

Go and open the door.
Maybe outside there’s
a tree, or a wood,
a garden,
or a magic city.

Go and open the door.
Maybe a dog’s rummaging.
Maybe you’ll see a face,
or an eye,
or the picture
of a picture.

Go and open the door.
If there’s a fog
it will clear.

Go and open the door.
Even if there’s only
the darkness ticking,
even if there’s only
the hollow wind,
even if
nothing
is there,
go and open the door.

At least
there’ll be
a draught.

– Miroslav Holub

9 Comments »

  1. આરતી સોની said,

    May 25, 2024 @ 12:19 PM

    વાહ ખરેખર ઉત્તમ રચના કહી શકાય..
    જીવન પરત્વે કશુંક શીખવી જાય છે. રચના કંઈક વિશેષ પરિચય કરાવવા માંગે છે..

  2. બાબુ સંગાડા said,

    May 25, 2024 @ 12:22 PM

    ખૂબ સરસ કવિતા જીવનરહ્સ્ય તરફ ખેચે છે.

  3. પીયૂષ ભટ્ટ said,

    May 25, 2024 @ 12:24 PM

    વાહ , ખૂબ જ અસરકારક કવિતા. સુંદર અને સરળ અનુવાદ.
    મારી જ એક ગઝલ યાદ આવી.

    ખખડાવો તો દ્વાર ઉઘડશે,
    બેસી રહેવા થી શું વળશે .
    આનંદ સહ અભિનંદન.

  4. વિજય said,

    May 25, 2024 @ 4:49 PM

    સરસ. જે સહજતાથી કવિતામાં પ્રવેશ થાય છે અને પછી કવિતા આપણામાં ઊઘડે છે એ સહજ સરસ અનુવાદને આભારી છે જ.

  5. Piyush Chavda said,

    May 25, 2024 @ 8:23 PM

    વાહ

  6. Poonam said,

    May 27, 2024 @ 8:59 AM

    કમ સે કમ… 😊

    Mast bhavanuvad sir ji 🙏🏻

  7. વિવેક said,

    May 27, 2024 @ 11:21 AM

    સહુ મિત્રોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર

  8. Pragna vashi said,

    May 29, 2024 @ 5:24 PM

    ખૂબ જ સરસ કવિતા . નિષ્ઠા હશે તો સામે સફળતાનું બારણું છે જ બસ જરાં ઉઘાડવાની
    જરુર છે. સરસ રસાસ્વાદ કરાવ્યો છે વિવેકભાઈએ . બન્ને કવિને અભિનંદન.

  9. વિવેક said,

    June 1, 2024 @ 4:02 PM

    તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment