હાથ કદી ના છૂટે એનો, નેમ હતી પણ
હાથ ન જોડાયા ભમરાળા વસમી સાંજે.
-પારુલ ખખ્ખર

(આગળ જઈએ) – સુનીલ શાહ

એવું થોડું છે, દોડીને આગળ જઈએ?
ચાલીને, થોડું અટકીને આગળ જઈએ.

એવું નહીં છાંયો ભાળીને આગળ જઈએ,
તડકાને પણ સ્વીકારીને આગળ જઈએ.

એમ બને, એ સાથે આવે, ના પણ આવે,
બૂમ જરા એને પાડીને આગળ જઈએ.

એને પણ પૂરો હક છે આગળ વધવાનો,
સહેજ જગા એની છોડીને આગળ જઈએ.

કોઈ હતાશા લઈ પાછળ પાછળ આવે છે,
સ્મિત સમા પગલાં પાડીને આગળ જઈએ.

– સુનીલ શાહ

લયસ્તરો પર કવિના દ્વિતીય ગઝલસંગ્રહ ‘વાદળો વચ્ચે સૂર્યોદય’નું સહૃદય સ્વાગત.

આચાર્ય સુનીલ શાહનું શરીર તો શિક્ષણક્ષેત્રમાંથી નિવૃત્ત થઈ શક્યું, પણ મન આજપર્યંત નિવૃત્ત થઈ શક્યું નથી. Once a teacher is always a teacher. એમની રચનાઓ આ વાતની સાહેદી પૂરાવે છે. જિંદગી પરત્વેનો ધનમૂલક અભિગમ અને જીવનમૂલ્યોની શિક્ષા એમની રચનાઓના પાયામાં છે. સરળ સહજ બાનીમાં કહેવાયેલી આ ગઝલ વિશેષ ટિપ્પણીની મહોતાજ નથી. એને સ્વતઃ આસ્વાદીએ.

11 Comments »

  1. kishor Barot said,

    May 9, 2024 @ 5:57 PM

    સુંદર ગઝલ

  2. Jayshree Bhakta said,

    May 9, 2024 @ 6:03 PM

    What a simple but very important message! આ એક ગઝલ સમજી લીધી એને પાછું ફરી જોવાનું કારણ મળી શકે, અને પાછળ વળવાનું નહીં મળે.

  3. Vijesh Shukla said,

    May 9, 2024 @ 6:21 PM

    ખૂબ સુંદર પ્રેરણાદાઈ ગઝલ…. 👌🏻

  4. Pragna vaship said,

    May 9, 2024 @ 7:12 PM

    Saras gazal
    SunilBhai ne khub khub abhinandan

  5. કમલેશ શુક્લ said,

    May 9, 2024 @ 7:16 PM

    ખૂબ સરસ ગઝલ.

    કવિ શ્રી સુનીલભાઈને ખૂબ ખૂબ અભિનંદન 💐

  6. Bharati gada said,

    May 9, 2024 @ 8:26 PM

    કશુંય જોયા વગર ફક્ત આગળ વધવાનું છે..આગળ વધવા માટે કવિએ સકારાત્મક રસ્તા ઘણા બતાવ્યા છે… ખૂબ સરસ રચના 👌💐

  7. દિલીપ વી ઘાસવાલા said,

    May 9, 2024 @ 8:47 PM

    સુનીલ શાહ ની અદભુત ગઝલ.
    બધા જ શેર ઉત્તમ છે
    અભિનંદન

  8. સુનીલ શાહ said,

    May 9, 2024 @ 10:20 PM

    પ્રિય વિવેકભાઈ
    આપનો તથા પ્રોત્સાહક પ્રતિભાવ આપનાર
    સૌનો ખૂબ આભારી છું.

  9. Dhruti Modi said,

    May 10, 2024 @ 3:00 AM

    કેવી સુંદર શાંત દિમાગી કાવ્ય ! હા, જરા વિચારીને ડગ ભરીએ તો આપણે પણ રાજી અને સામો પક્ષ પણ રાજી.
    પ્રોત્સાહિત કરતી ગઝલ !

  10. Pinki said,

    May 16, 2024 @ 3:01 PM

    સુનીલભાઈ ને દ્વિતિય ગઝલ સંગ્રહ માટે અભિનંદન,

    પ્રેરણાદાયક ગઝલ !!

  11. DILIPKUMAR CHAVDA said,

    May 16, 2024 @ 3:43 PM

    એને પણ પૂરો હક છે આગળ વધવાનો,
    સહેજ જગા એની છોડીને આગળ જઈએ.

    ક્યા બાત હે કવિ ભઈ વાહ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment