એક વૈરાગીને જોયો તો થયું
કંઈ ન કરવામાંય સાહસ જોઈએ
– રઈશ મનીઆર

(ભાન થવાનું) – વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

આજ નહીં તો કાલ થવાનું,
વહેલું મોડું ભાન થવાનું.

અડચણ તો થોડી આવે પણ,
થાય શરૂ જો કામ, થવાનું.

એક અગર થાશું તું ને હું,
સામે આખું ગામ થવાનું.

ત્યાગ અને કષ્ટો જાણીને,
પડતું મૂક્યું રામ થવાનું.

આંખોની મસ્તીથી દિલમાં
થોડું તો રમખાણ થવાનું.

આજ ગમ્યું જે મનને થોડું,
કાલે એ અરમાન થવાનું.

– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

*

એક મુક્તક સાથે આજની વાત માંડવી છે:

સ્નેહ છે અગ્નિના જેવો સાવધાન સદા રહો
અતિ દૂર ન દે ઉષ્મા, દહે અતિ સમીપ તે. (?મનસુખલાલ ઝવેરી)

કવિની ક્ષમાયાચના સાથે આમ કહી શકાય:

સરળતા છે અગ્નિના જેવી, સાવધાન સદા રહો,
અતિ દૂર ન દે ઉષ્મા, દહે અતિ સમીપ તે.

કવિતામાં સરળતા અગ્નિ સમી છે. માફકસર ન હોય તો અસર ન કરે અને વધુ પડતી હોય તો દાહક બની રહે. કવિતા જ ખતમ થઈ જાય. હવે અહીં પ્રસ્તુત ગઝલ જોઈએ. માફકસરના સરળ શબ્દો અને સહજ શૈલીમાં કવિએ સ-રસ કેવી મજાની ગઝલ કહી બતાવી છે! રચના સહજસાધ્ય હોવાથી એના વિશે વિશેષ કહેવાની આવશ્યકતા અનુભવાતી નથી.

12 Comments »

  1. Sandhya Bhatt said,

    March 15, 2024 @ 12:23 PM

    સાચે જ માફકસરના શબ્દો ને ધારી ચોટ સાથેની વાત !

  2. પ્રભાકર ધોળકિયા.સુરત said,

    March 15, 2024 @ 12:44 PM

    મારી દ્રશ્ટીએ એક કટાર ( કોલમ) લખવી સહેલી છે.
    પણ નોટબુક સાઈઝના કોરા પેઈજ પર લઘુલેખ કરવો.
    કઠિન છે.કારણ કે સર્જકે માઈન્ડથી વિચારીને સીધુંજ
    કાગળ પર લેવાનું હોય છે.
    પ્રસ્તુત ગઝલ પણ આયાસની આંટીઘુટીના આટાપાટામા પડ્યા
    પડ્યા વિના લઘુલેખની જેમ સીધી ઉતરી આવી છે.અને
    ટૂંકી બહેરમા હોવાથીકવિ શ્રી. માંગરોળીયાએ એક કાંકરે બે
    પંખી માર્યાછે.અભિનંદન.

  3. Dr. Anup N. Mandke said,

    March 15, 2024 @ 4:58 PM

    Nice

  4. Dr Dipak Modi said,

    March 15, 2024 @ 6:54 PM

    કવિ શ્રી વિપુલભાઈ સાથે મારે સાથે બેસીને રોજનો ચા પીવાનો સંબંધ છે. તેમની ઘણી બધી ગઝલોનો હું સાક્ષી છું. મેં તેમની લગભગ દરેક ગઝલો વાંચી છે અથવા સાંભળી છે. ઘણી બધી ઉત્તમ ગઝલો માંની એક.
    ધન્યવાદ વિપુલભાઈ

  5. Mukesh bhai said,

    March 15, 2024 @ 7:55 PM

    Saras

  6. કલ્યાણજી bhanushali said,

    March 15, 2024 @ 9:29 PM

    સુંદર રચના…👌
    વિપુલભાઈની એકેએક ગઝલ વાંચવી અને માણવી ગમે એવી હોય છે…એકવાર કિલ્લા પારડીમાં રૂબરૂ મળવાનો અને સાંભળવાનો લ્હાવો મળેલો જે આજે પણ મધુર સ્મૃતિમાં છે…

  7. અશોક જાની 'આનંદ ' said,

    March 15, 2024 @ 9:38 PM

    આઝાદ કાફિયામાં સુંદર ગઝલ..

  8. Sarla Sutaria said,

    March 15, 2024 @ 11:11 PM

    સુંદર ગઝલ

  9. Rahul Shah said,

    March 15, 2024 @ 11:29 PM

    ટૂંકી બહેરમાં સુંદર કર્મ

  10. Harihar Shukla said,

    March 16, 2024 @ 11:12 AM

    અ સ્વરાંત કાફિયામાં લખાયેલી સુંદર ટૂંકી બહરની ગઝલ

  11. Aasifkhan Pathan said,

    March 16, 2024 @ 12:35 PM

    વાહ સરસ ગઝલ

  12. વિપુલ માંગરોલિયા-વેદાંત said,

    March 20, 2024 @ 2:22 PM

    બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment