ગઝલ – સુરેન્દ્ર કડિયા
પ્રથમ એક બારી ઉઘાડીને રાખી,
પછી આંખ વચ્ચે લગાડીને રાખી.
ભીતરથી હતી સાવ ભીની એ ઘટના,
વળી ફૂલ વચ્ચે ડૂબાડીને રાખી.
અમે સાચવ્યો શબ્દ-વનનો મલાજો,
અમે ખૂબ કોમળ કુહાડીને રાખી.
તમે છાતીએ લહેરખીઓ લપેટી,
અને આખી મોસમ દઝાડીને રાખી.
ગઝલ એક કસ્તૂરી-મૃગ છે ખરેખર,
નથી કોઈ અફવા ઉડાડીને રાખી !
– સુરેન્દ્ર કડિયા
નાજૂક કલ્પનોથી સજાવેલી ગઝલ. અમે સાચવ્યો … અને તમે છાતીએ… શેર ખાસ સરસ થયા છે.
pragnaju said,
May 13, 2009 @ 9:52 PM
સુંદર ગઝલ
આ શેરો કાબિલે દાદ
પ્રથમ એક બારી ઉઘાડીને રાખી,
પછી આંખ વચ્ચે લગાડીને રાખી.
ભીતરથી હતી સાવ ભીની એ ઘટના,
વળી ફૂલ વચ્ચે ડૂબાડીને રાખી.
જ્યારે તર્ક અને પ્રેમની આંખો ખુલે ત્યારે આ બારી ઉઘડે
પછી ભીતરની ઘટના મહેસુસ કરવાની ભીની ભીની…
Taha Mansuri said,
May 13, 2009 @ 10:18 PM
નખશિખ સુંદ ગઝલ.
અમે સાચવ્યો શબ્દ-વનનો મલાજો,
અમે ખૂબ કોમળ કુહાડીને રાખી.
ખુબ સરસ.
P Shah said,
May 13, 2009 @ 11:03 PM
ભીતરથી હતી સાવ ભીની એ ઘટના,
વળી ફૂલ વચ્ચે ડૂબાડીને રાખી…..
સુંદર રચના !
pradip sheth said,
May 13, 2009 @ 11:27 PM
ખુબજ સુંદર ગઝલ…
સુરેન્દ્રભાઈને..ખૂબ..ખૂબ અભિનન્દન્…
ભાવનગર બુધસભાના કવિમિત્રો તરફથી ખૂબ..ખૂબ યાદ.
વિવેક said,
May 14, 2009 @ 12:44 AM
ખૂબસુરત ગઝલ… તરોતાજા કલ્પન અને અર્થસભર વાતો…
RJ MEET said,
May 14, 2009 @ 1:36 AM
સુરેશભાઈએ અહિ શબ્દોનું યોગ્ય બાંધકામ કર્યુ છે..આને કહેવાય નામ તેવુ કામ…!
અભિનંદન સુરેશભાઈ અને વિવેકભાઈ બન્નેને…!
sunil shah said,
May 14, 2009 @ 5:20 AM
પ્રત્યેક શેરનું ઊંડાણ સ્પર્શી ગયું. આ કવિશ્રીની બીજી રચનાઓ પણ મૂકવા વિનંતી.
sudhir patel said,
May 14, 2009 @ 9:11 AM
ભાવનગરના કવિ-મિત્ર સુરેન્દ્ર કડિયાની ખૂબસુરત ગઝલ માણવાની મજા આવી!
આભાર, ધવલભાઈ.
સુધીર પટેલ.
Pancham Shukla said,
May 16, 2009 @ 4:36 AM
નાજુક, નમ્ણી અને તરોતાજા.