સ્વપ્ન – રવીન્દ્ર પારેખ
સ્વપ્નમાં નીકળી પડે તું આવવા,
સ્વપ્નની બદલી જશે આખી હવા.
સ્વપ્ન તોડીને તરત જાગી પડું,
બ્હાર તું આવે અગર બોલાવવા.
સ્વપ્નમાં અજવાળું પડશે, માની તું—
આંગણે બેસે દીવા પ્રગટાવવા.
સ્વપ્નમાં રહેશે નહીં કાળી તરસ,
છો મને આપે ભલે તું ઝાંઝવા.
સ્વપ્નનો વસવાટ દૃષ્ટિમાં સીમિત,
ત્યાંથી મથતું, પાર સૃષ્ટિની જવા.
સ્વપ્ન કૈં મૃત્યુ પછી આવે નહીં,
ના જીવનમાં આવતું પૂરું થવા.
સ્વપ્ન એ પૂરું કદી ના થાય, જો—
આંખ મીંચી હો ફરી ના ખોલવા.
– રવીન્દ્ર પારેખ
સ્વપ્ન વિશેની ખૂબ મજાની મુસલસલ ગઝલ. બધા જ શેર હળવે હળવે ખોલવા જેવા… કવિની ચિંતનશીલ પ્રકૃતિ અને અર્થગાંભીર્ય એક જ વસ્તુની બહુઆયામી રજૂઆતમાં ડગલપગલે ઝળકે છે.
હરીશ દાસાણી said,
January 12, 2024 @ 3:50 PM
સમગ્ર દ્રશ્ય અદ્રશ્ય સૃષ્ટિને સ્વપ્ન સમ ગણનાર વેદાન્ત મત યાદ કરાવે એવી સુંદર ગઝલ
પ્રીતિ ભાર્ગવ said,
January 12, 2024 @ 4:56 PM
‘પાર સૃષ્ટિની જવા… ‘
વાહ, ખૂબ સરસ ગઝલ
પ્રીતિ said,
January 12, 2024 @ 4:59 PM
‘પાર સૃષ્ટિની જવા… ‘
વાહ, ખૂબ સરસ ગઝલ
હંસા ચૌહાણ said,
January 12, 2024 @ 5:33 PM
વાહ 👌👌👌👌 ખૂબ સરસ રચના, હંમેશા ની જેમ જ ☺️ સ્વપ્ન મૃત્યુ પછી આવ્તું નથી, અને જીવંત વ્યક્તિ ને આવે છે તો કયા પૂરું થાય છે?☺️ છતાંપણ સ્વપ્ન માં ‘ એ ‘ આવે છે એજ કલ્પના જીવાડી દે છે,
ખૂબ ખૂબ આભાર Sir 🙏
ઉમેશ જોષી said,
January 12, 2024 @ 5:36 PM
સ્વપ્ન.. ગઝલના સકળ શે’ર હ્રદયગમ્ય છે.
અભિનંદન.
Varij Luhar said,
January 12, 2024 @ 6:44 PM
વાહ.. ખૂબ સરસ ગઝલ
GOPALBHAI TRIVEDI said,
January 12, 2024 @ 7:07 PM
SUNDAR
Div said,
January 13, 2024 @ 8:38 AM
Namaste..
Su koi mane help kari sakse k vicharvistar mate koi sari book ke koi website kai che ..khub j mehrabani rehse ..
Pratapsinh Dabhi Hakal said,
February 18, 2024 @ 12:27 PM
અનુપમ ગઝલ