લઘુકાવ્ય – કાસા (અનુ.સુરેશ દલાલ)
મને એવું સ્વપ્ન આવ્યું
કે મેં મારી સામે જ
તલવાર ઉગામી છે.
આનો અર્થ શું ?
એટલો જ કે હું તને
થોડીક વારમાં જ મળી શકીશ
– કાસા
પોતાની જાતને ઓગાળી નાખવાની તૈયારી એ ગમતા માણસને મળી (-માં ભળી) જવાનું પહેલું પગથિયું છે એ વાતમાં કવિએ બહુ સહજતાથી કરી છે.
pragnaju said,
May 12, 2009 @ 10:27 PM
એટલો જ કે હું તને
થોડીક વારમાં જ મળી શકીશ
થોડામા બધું જ…
એવો પ્રેમ જાતને પણ વિખેરી નાખવાનું શીખવે છે, ‘હું’ને ઓગાળી નાખવાનું એ જ એક ઔષધ છે. પ્રેમમાં ‘હું’ અને ‘તું’ એમ ક્યારેય ટકી શકે નહિ. જ્યાં ‘હું’ અથવા ‘તું’ આવે ત્યાંથી પ્રેમ અદ્રશ્ય …
વિવેક said,
May 13, 2009 @ 12:26 AM
સુંદર ચોટુકડું કાવ્ય…
RJ MEET said,
May 13, 2009 @ 12:28 AM
આ રચના વાંચી અહિ મને પન્ના નાયક યાદ આવે છે,
તે લખે છે કે,
“આપણે બન્ને
આટલા નજીક
છતાં આજીવન
એકબીજાને જોયા કર્યા છે
એ રીતે
જાણે હું સ્ટેશન પર
અને તું પસાર થતી
ટ્રેનનો મુસાફર !”
આ વાંચતી વખતે જે ભાવ નીકળ્યો હતો તેવો જ ભાવ આજે પોસ્ટ થયેલી આ અછાદંસ રચના માટે અનુભવું છું.
લાંબી લચક રચનાઓની સરખામણીમા આવી રચનાઓ વધુ ધારદાર હોય છે..કોઇકે સાચુ કહ્યું છે,
“નાનો પણ રાયનો દાણો” તે આનુ નામ…
ખુબ સરસ…!
-મીત
preetam lakhlani said,
May 13, 2009 @ 9:11 AM
પ્રિય ધવલ ભાઈ તેમજ વિવેક ભાઈ,
ખાસ લખવાનુ કે આતો કાસાનુ બહુજ સુંદર કાવ્ય છે, એ વાતમા કોઈ બે મત નથી પરતુ આપણા મોટા ભાગના સપાદકો જો ગુજરાતી સિવાયનુ બીજિ કોઈ પણ ભાશામા પ્રગત થયેલ કાવ્યને હોશે હોશે પ્રગટ કરશે પણ જો ગુજરાતીમા કોઈ નવા કવિએ આવુ જ કાવ્ય લખયુ હોય તો સુરેસ દલાલ પણ ન પ્રગટ કરે આ ખરેખર અનુભવ પરથી કહું છુ, આ આપણી ભાશાનુ ક્મભાગ્ય છે……….. આ બાબત તમાર્રા માટે નથી આ તો હુ ફ્ક્ત મારો અગત અભિપાય જણાવુ છુ. l
mahesh dalal said,
May 13, 2009 @ 11:48 AM
સરસ .
Pancham Shukla said,
May 13, 2009 @ 6:56 PM
વાહ!