આંખ બેઠી છે દૃશ્યના ટેકે
દૃશ્યને આંખનો લગાવ કહું ?
– સંજુ વાળા

(તકિયા કલામ છે) – અંકિત ત્રિવેદી

સાથે રહ્યો છું તારી, આ તેનો દમામ છે,
આંસુ એ મારી આંખનો તકિયા કલામ છે.

મારી ગલીમાં રોજ એ ભૂલા પડ્યા કરે,
શ્વાસોની આવજાવને દંડવત્ પ્રણામ છે.

પેલો સૂરજ તો સાંજટાણે આથમી જશે,
આંખોમાં તારી ઊગશે એને સલામ છે!

પાંપણમાં ઊંઘ આંજીને ચાલ્યો જઈશ હું,
સપનામાં તારા આવીને, મારે શું કામ છે?

નક્કી જીવનના અંત સુધી નહીં કરી શકું,
હું શબ્દનો કે શબ્દ આ મારો ગુલામ છે.

– અંકિત ત્રિવેદી

ગઝલનો મત્લા વ્યંગ્યોક્તિની પરાકાષ્ઠાએ ઊભો છે. પ્રિયજનની સાથે રહેવાને લઈને શું દબદબો નસીબ થયો, તો કે’ ચોવીસે કલાકનાં આંસુ. શ્વાસોચ્છ્વાસની દેહધાર્મિક ક્રિયાને પણ કવિએ કેવી નજાકતથી શેરમાં વણી લીધી છે! આખી ગઝલ જ મનનીય થઈ છે.

4 Comments »

  1. Jayant Dangodara said,

    December 29, 2023 @ 11:11 AM

    સુંદર ગઝલ

  2. DILIPKUMAR CHAVDA said,

    December 29, 2023 @ 2:52 PM

    પેલો સૂરજ તો સાંજટાણે આથમી જશે,
    આંખોમાં તારી ઊગશે એને સલામ છે!

    ખૂબ ઉમદા ગઝલ..
    ઉપરનો શેર વાહ વાહ વાહ

  3. ગીગાભાઈ ભમ્મર said,

    December 29, 2023 @ 7:07 PM

    વાહ,
    આપના આ કાર્યને વંદન

  4. રશ્મિ અગ્નિહોત્રી said,

    March 2, 2024 @ 1:27 PM

    વાહ, સુંદર રચના 🙏

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment