બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.
મરીઝ

(કોઈ પણ કારણ વગર) – કિરણસિંહ ચૌહાણ

કેમ જીવાતું નથી એ ક્ષણ વગર?
જે મળી’તી કોઈ પણ કારણ વગર.

છે અધૂરો ગ્રંથ જે પ્રકરણ વગર,
એ પડ્યું છે મેજ પર સાંધણ વગર.

કેવા અઘરા નામવાળા રોગ છે!
સાથે રહેતા હોય છે લક્ષણ વગર.

જિંદગી એને જ તો કહેવાય છે,
ઝાંઝવા જોવા મળે જ્યાં રણ વગર.

મિત્રની યાદીમાં મારા નામ પર,
ભાર મૂકો છો તમે ભારણ વગર.

– કિરણસિંહ ચૌહાણ

ઉમદા સ્વયંસિદ્ધ ગઝલ.

4 Comments »

  1. Parbatkumar nayi said,

    January 19, 2024 @ 2:56 PM

    વાહ ક્યા બાત

  2. DILIPKUMAR CHAVDA said,

    January 20, 2024 @ 11:20 AM

    વાહ જોરદાર ગઝલ

    જિંદગી એને જ તો કહેવાય છે,
    ઝાંઝવા જોવા મળે જ્યાં રણ વગર.

    મિત્રની યાદીમાં મારા નામ પર,
    ભાર મૂકો છો તમે ભારણ વગર.

    મોજ મોજ

  3. Poonam said,

    February 2, 2024 @ 12:54 PM

    જિંદગી એને જ તો કહેવાય છે,
    ઝાંઝવા જોવા મળે જ્યાં રણ વગર… 👌🏻
    – કિરણસિંહ ચૌહાણ –

  4. મહંમદ ઉમર મુન્શી said,

    April 3, 2024 @ 4:04 PM

    વાહ વાહ સરસ મજાની ગઝલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment