મનગમતી કોઈ પંક્તિ અચાનક કદી જડે
તો થાય છે, આવી ગઈ જાગીર હાથમાં !
નયન દેસાઈ

દરજી – જુગલ દરજી

જીવતર મોંઘો તાકો દરજી
સમજી સમજી કાપો દરજી

કર્મોની મીટરપટ્ટીથી,
જાત તમારી માપો દરજી

સંઘરવાને ગમતાં સ્મરણો,
ગજવું મોટું રાખો દરજી.

છુપાવવાને જખ્મો જગથી,
અસ્તર સદરે નાખો દરજી.

સપનાને સાંધી દે એવો,
પ્રોવી દોને ધાગો દરજી

સીવ સીવ તો ખૂબ કર્યું, અબ,
શિવનો મંતર જાપો દરજી.

– જુગલ દરજી

લયસ્તરો પર કવિના ગઝલસંગ્રહ ‘પહેરણ એ પણ શબદ નામનું’નું સહૃદય સ્વાગત છે…

સંગ્રહમાંની કેટલીક રચનાઓ તો લયસ્તરો પર છે જ. દરજીના વ્યવસાયને પ્રતીક બનાવી જીવતરની સુકણિકાઓ સમજાવતી સરળ-સહજ-ગહન ગઝલ આજે માણીએ.

9 Comments »

  1. Dhaval Shah said,

    October 11, 2023 @ 10:32 PM

    સપનાને સાંધી દે એવો,
    પ્રોવી દોને ધાગો દરજી

    – Well said !

  2. Pragnaju said,

    October 14, 2023 @ 2:27 AM

    કવિશ્રી જુગલ દરજી ની સાદ્યંત સુંદર ગઝલ
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
    બધા શેર સુંદર તેમા આ મક્તાનો શેર વધુ ગમ્યો
    સીવ સીવ તો ખૂબ કર્યું, અબ,
    શિવનો મંતર જાપો દરજી.
    અંગત અનુભૂતિ ક્યારેક અભિવ્યક્તિનું સ્વરૂપ ધારણ કરે ત્યારે આત્માનો અસ્પષ્ટ અનુભવ થઈ જાય છે , તે આત્માનું ‘સ્વ-સંવેદન’ એ, સત્ય કેવળ સત્ય

  3. KHYATI THANKI said,

    October 14, 2023 @ 6:14 AM

    Nice one…👌🏻👌🏻👌🏻👌🏻
    શબ્દોને ગમ્યું પહેરણ…
    અર્થને વીંટળાઈ ગયું આવરણ

  4. Neha said,

    October 14, 2023 @ 11:34 AM

    વાહ.. વારેવારે વાંચવી ગમે એવી કૃતિ..
    અભિનંદન જુગલભાઈ..
    છેલ્લો શેર તો ક્યા બાત!!

  5. કમલેશ શુક્લ said,

    October 14, 2023 @ 12:30 PM

    સાદ્યંત સુંદર ગઝલ. મજા આવી ગઈ.
    કવિ શ્રી ને ખૂબ ખૂબ અભિનંદન 💐
    અને અઢળક શુભેચ્છાઓ 🌹

  6. kishor Barot said,

    October 14, 2023 @ 12:30 PM

    જુગલ ભાઈની કલમ ઉજળી આશા જન્માવે છે.
    શુભકામના સાથ અભિનંદન. 🌹

  7. રાહુલ તુરી said,

    October 14, 2023 @ 1:02 PM

    ❤️

  8. DILIPKUMAR CHAVDA said,

    October 16, 2023 @ 11:45 AM

    સંઘરવાને ગમતાં સ્મરણો,
    ગજવું મોટું રાખો દરજી.

  9. DILIPKUMAR CHAVDA said,

    October 16, 2023 @ 11:45 AM

    સંઘરવાને ગમતાં સ્મરણો,
    ગજવું મોટું રાખો દરજી.

    બધા શેર જોરદાર પણ આ સવિશેષ ગમ્યો…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment