ક્યાં કહું છું કે દાવ છોડી દો?
ખેલ ખેલો, તણાવ છોડી દો.

જીતની જીદ ના કદી રાખો,
હારની બીક સાવ છોડી દો
– ડૉ. મનોજ જોશી ‘મન’

લઘુકાવ્યો – મિકાતા યામી (અનુ. : હરીન્દ્ર દવે)

મારી પ્રિયતમા માટે
પામ વૃક્ષની ટોચ પરથી
ફૂલો ચૂંટું છું ત્યારે
નીચેની ડાળીઓ
મને ઝાકળથી ભીંજવી દે છે.

*

ગ્રીષ્મના ખેતરમાં
અફવાઓ ઝાંખરાંની જેમ  ઊગે છે:
મારી પ્રિયતમા અને હું સૂઈએ છીએ
બાહુપાશમાં બંધાઈને.

*

બાંધે
ને છૂટા થઈ જ જતા:
ન બાંધે તો કેટલા લાંબા રહેતા !
કેટલાય દિવસોથી
હવે હું તારી સામે નથી –
તારો અંબોડો અકબંધ રહે છે ?

– મિકાતા યામી
(અનુવાદ – હરીન્દ્ર દવે)

જાપાની કવિતાઓ એટલે લાઘવ અને અનુભૂતિની સચ્ચાઈ. એક ક્ષણના આશ્ચર્યને જાણે સદાને માટે શબ્દોમાં કેદ કરી લીધું હોય એવી સ્ફટિકસમ રચનાઓ તરત જ દિલને અડકી લે છે.

10 Comments »

  1. વિવેક said,

    May 5, 2009 @ 11:56 PM

    ત્રણેય લઘુકાવ્ય વાંચતાવેંત સ્પર્શી જાય એવા છે… બે-ત્રણવાર વાંચીએ એટલાકમાં તો સાવ નવા પરિવેશમાં અડી જાય… વાહ!

  2. BBPOPAT said,

    May 6, 2009 @ 1:14 AM

    VERY GOOD POEM

  3. pragnaju said,

    May 6, 2009 @ 2:14 AM

    ભાવાત્મક અભિવ્યક્તીભર્યાં ત્રણેય સુંદર કાવ્યો
    યાદ આવી પંક્તિઓ
    મુજ સખા-સખી સંગ રહેવા દો મને,
    મારી પ્રિયતમાને પ્રિત કરવા દો મને.
    આ સંસાર સાથે નથી કંઇ વેર મને,
    એક પ્રેમી છુ મનભરી પ્રેમ તો કરવા દો મને.

  4. preetam lakhlani said,

    May 6, 2009 @ 5:42 AM

    પ્રિય ધવલ ભાઈ,
    કવિ હરિન્દ દવેના અનુવાદ ત્રણે કાવ્ય બહુજ સુંદર છે, હરિન્દ દવેના જ શબ્દમા જ કઉ તો જ્યા લીલુ પાન જોયુ ને તમે યાદ આવ્યા….ત્રણે લધુ કાવ્ય વાંચી આજે જોબ પર બીજો ક્પ કોફી પીવાની ઈચ્છા થઈ……આભાર કાવ્ય બદ્લ બાકી દોસ્ત્ સપાદન કરવુ એટ્લે સુરેસ દલાલના શબ્દંમાં પાણીના દોરડા વણવા જેટલુ કઠીન કામ્…

  5. P Shah said,

    May 6, 2009 @ 6:00 AM

    ત્રણેય કાવ્યો હૃદયને સ્પર્શી ગયા.

  6. ઊર્મિ said,

    May 6, 2009 @ 7:11 AM

    સુંદર ત્રિવેણી…!

  7. sudhir patel said,

    May 6, 2009 @ 10:49 AM

    સુંદર ભાવનાત્મક અનુવાદ!
    સુધીર પટેલ.

  8. Priyjan said,

    May 6, 2009 @ 11:43 AM

    વાંચતા જ કૈઈ સુંવળુ અડકી ગયુ…………..

  9. Dinesh Pandya said,

    May 6, 2009 @ 6:56 PM

    ઘણાજ સુંદર કાવ્યો અને એવોજ સુંદર ભાવાનુવાદ!
    “જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ ,
    એક તરણું કોળ્યું ને – હરિન્દ્રભાઈ તમે યાદ આવ્યાં.”

  10. snehal hapani said,

    May 10, 2009 @ 8:56 AM

    આત્તલા બધા સરસ કવ્યો નુ સમ્પાદન તમે કૈ રિતે કરો ચ્હો?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment