'તું’પણાનાં ખેતરોમાં એ જ લહલહનાર છે,
જે સમયસર ‘હું’પણાની વાડ ઓળંગી ગયો.
વિવેક ટેલર

એ આવશે કદી – બરકત વીરાણી ‘બેફામ’

દિલથી બધાને પ્યાર કરો ને ગઝલ કહો,
દિલ એક પર નિસાર કરો ને ગઝલ કહો.

જો ઊંઘ આવે તો ય સતત જાગતાં રહી,
હર રાતને સવાર કરો ને ગઝલ કહો.

હરએક કળીને ફૂલ થવામાં મદદ મળે,
પ્રસ્વેદને તુષાર કરો ને ગઝલ કહો.

માણસથી છેતરાતાં રહો રોજ, તે છતાં,
માણસનો એતબાર કરો ને ગઝલ કહો.

એ આવશે, એ આવશે, એ આવશે કદી,
બસ એમ ઇન્તેઝાર કરો ને ગઝલ કહો.

આપે છે કોણ શે૨ને માટે વિચાર સૌ,
એના ઉપર વિચાર કરો ને ગઝલ કહો.

– બરકત વીરાણી ‘બેફામ’

સામાન્ય રીતે ગઝલને વિષય બનાવી કહેવાતી ગઝલો મને ગમતી નથી પણ આ ગઝલ અપવાદ છે… મજબૂત ગઝલ….

1 Comment »

  1. Pragnaju said,

    September 27, 2023 @ 2:52 AM

    દિલથી બધાને પ્યાર કરો ને ગઝલ કહો,
    દિલ એક પર નિસાર કરો ને ગઝલ કહો.
    મજાનો મત્લા માણતા
    મેં હજી મત્લા કર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે?
    તોય ડૂમો કરગર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે?
    અને
    એ આવશે, એ આવશે, એ આવશે કદી,
    બસ એમ ઇન્તેઝાર કરો ને ગઝલ કહો. `બેફામ’ની ગઝલો એમની છેતરી નાખતી સરળતાની વચ્ચે ક્યારેક ખૂબ અર્થગહન શેર લઇને આપણને ચોંકાવી નાખે છે.
    બેફામની ગઝલમા સંગીતના ત્રણ પરિમાણ – સ્વર, તાલ અને શબ્દ. અવાજની ફ્રિકવન્સીને આધારે ગેય સ્વરોને બાર સ્વરો અને અનેક સપ્તકોમાં વિહાર ..
    ધન્યવાદ ડૉ તીર્થેશ જી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment