કેમ દુઃખમાં જ યાદ આવે છે ?
મિત્ર, તુ પણ કોઇ ખુદા તો નથી ? !

ભરત વિંઝુડા

ઈશ્વર જેવું છે કે નહીં? – મુકેશ જોષી

બે માણસના સંબંધોમાં બાવળ આંટા મારે છે,
અણીદાર જખ્મોથી માણસ માણસને શણગારે છે.

મહેલ ચણાવી પ્રથમ મીણના પછી ઉતારા આપે છે,
દીવાસળીનાં સરનામાંઓ ગજવે ઘાલી રાખે છે.

બીજાનું અજવાળું જોઈ પોતે ભડભડ સળગે છે,
બળી ગયેલી ક્ષણની કાળી મેંશ જ એને વળગે છે.

સ્વયં પતનની કેડી ઉપર અહમ્ લઈ ઊભેલો છે,
આ માણસ તો કાદવકીચડ કરતાં પણ બહુ મેલો છે,

બે આંખોથી મેં જોયું એ હજાર આંખે દેખે નહીં,
તમને શું લાગે છે જગમાં ઈશ્વર જેવું છે કે નહીં?

– મુકેશ જોષી

તાજેતરમાં જ અઝીઝ નાઝાંની ટાઈમલેસ કવ્વાલી “ચઢતા સૂરજ ધીરે ધીરે ઢલતા હૈ ઢલ જાયેગા” સાંભળી….એમાં જે લેવલની નગ્ન વાસ્તવિકતાનો ચીતાર છે એવી જ નકરી વાસ્તવિકતા આ ગઝલમાં મુકેશભાઈએ તાદ્રશ્ય કરી છે….

1 Comment »

  1. pragnaju said,

    September 27, 2023 @ 1:56 AM

    કવિ મુકેશ જોશી પૂછે એમ કે ઇશ્વર જેવું છે કે નહીં?
    કવિના પ્રશ્નના સૂરમાં સૂર પૂરાવ્યા વિના રહી ન શકાય એવી ગઝલ
    પરંતુ તેની પાછળ છુપાઈ ગયેલો પ્રશ્ન એ છે કે માણસ જેવું છે કે નહીં?
    સંવેદનાઓ અને વિચારશીલતાની કટોકટીના આ કાળમાં આ ગઝલ, અંદરથી હચમચાવી નાખે છે.
    યાદ આવે
    નાઝ ખૈલવીની કવ્વાલી
    કભી યહાં તુમ્હેં ઢૂંઢા, કભી વહાં પહૂંચા,
    તુમ્હારી દીદ કી ખાતિર કહાં કહાં પહૂંચા,
    ગરીબ મિટ ગયે, પા-માલ હો ગયે લેકિન,
    કિસી તલક ના તેરા આજ તક નિશાં પહૂંચા.

    હો ભી નહીં ઔર હર જા હો
    હો ભી નહીં ઔર હર જા હો
    હો ભી નહીં ઔર હર… જા… હો.
    તુમ એક ગોરખધંધા હો.

    તું નથી અને છતાં બધે જ તું છે…
    હો ભી નહીં ઔર હર જા હો.
    તું એક ભેદી મામલો છે…
    તુમ એક ગોરખધંધા હો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment