(અનુભવનું રોકડું નીકળ્યું) – રઈશ મનીઆર
આ ખાલી ખિસ્સાને ખંખેરતાં ઘણું નીકળ્યું
સિલક સફરની, અનુભવનું રોકડું નીકળ્યું
મરી જવાનું થયું મન, એ ક્ષણ વિતાવી લીધી
પછીની ક્ષણમાં ઘણું જીવવા સમું નીકળ્યું
તળાવ થઈ તું પહાડોની ભીંસમાં જીવ્યો
મળ્યો જો ઢાળ તો તારું નદીપણું નીકળ્યું
ભલે હું કંઈ જ ઉમેરી શક્યો ન મારામાં
છતાં જે ઘર કરી બેઠું’તું, એ ઘણું નીકળ્યું
અમીર દોસ્ત! આ પૈસાના ઢગની નીચેથી,
ખમીર તારું જો નીકળ્યું, ગરીબડું નીકળ્યું
– રઈશ મનીઆર
પાંચશેરી જેવા પાંચ શેરની દમદાર ગઝલ. કયા શેર પર આંગળી મૂકવી અને કયા પર નહીં એ નક્કી કરવું દોહ્યલું થઈ પડે એ જ ઉત્તમ ગઝલનું લક્ષણ. હળવે હાથે દરેકેદરેક શેર ખોલવા જેવા અને ગૂંઠે બાંધી રાખવા જેવા.
શાહ રક્ષા said,
March 14, 2024 @ 11:51 AM
વાહ..વાહ…પંચામૃત…….
પ્રભાકર ધોળકિયા.સુરત said,
March 14, 2024 @ 11:53 AM
બધા જ શેર મનનીય છે.રઈશભાઈએ લખી
અને અમારા સુધી તમે પહોંચાડી.એ બદલ
બંનેને અભિનંદનદિલપૂર્વક.
deval said,
March 14, 2024 @ 11:55 AM
waah raeesh bhai …..
maja padi ….
Nehal said,
March 14, 2024 @ 11:55 AM
વાહ… વાહ
Sandhya Bhatt said,
March 14, 2024 @ 11:57 AM
ઉમદા ગઝલ..
પ્રભાકર ધોળકિયા.સુરત said,
March 14, 2024 @ 11:57 AM
ખૂબસરસ. મનનીય ગઝલ.
તમને અને રઈશભાઈને અભિનંદનદિલપૂર્વક
Aasifkhan said,
March 14, 2024 @ 12:00 PM
વાહ કયાબાત
Dr Margi Doshi said,
March 14, 2024 @ 12:06 PM
સાદ્યંત સુંદર ગઝલ 👏👏
Susham Pol said,
March 14, 2024 @ 1:01 PM
ખૂબ સુંદર રચના
Rina said,
March 14, 2024 @ 1:24 PM
Waaaahhhh
DILIPKUMAR CHAVDA said,
March 14, 2024 @ 1:31 PM
બધા જ શેરો જોરદાર..
પણ આ શેર પર મન વધુ મોહી ગયું.. ભઈ વાહ
મરી જવાનું થયું મન, એ ક્ષણ વિતાવી લીધી
પછીની ક્ષણમાં ઘણું જીવવા સમું નીકળ્યું
ચન્દ્રશેખર પંડ્યા said,
March 14, 2024 @ 1:50 PM
છંદ કયો છે સાહેબ?
કિશોર બારોટ said,
March 14, 2024 @ 1:58 PM
દરેક શેર દમદાર. 👌
- વિજો said,
March 14, 2024 @ 1:59 PM
વાહ વાહ 🎊🌷🎊 સુંદર રચના .. 🌻🌻🌻
આનંદ થયો 💝🎈💝
Harihar Shukla said,
March 14, 2024 @ 4:13 PM
નકરી મોજ. કોઈને પણ ડિપ્રેસનમાંથી બહાર લાવી શકવાની તાકાત વાળો બીજો શેર👌
Devendra Shah said,
March 14, 2024 @ 4:41 PM
💐💐પ્રભુ, સરસ પ્રસાદ આભાર, પ્રણામ, ધન્યવાદ, આભાર, પ્રણામ.💐💐
સુનીલ શાહ said,
March 14, 2024 @ 5:49 PM
બહુ જ સરસ. બધા જ શેર ઉત્તમ.
Jaagruti Shastri said,
March 14, 2024 @ 10:20 PM
ખુબ જ સરસ 💐💐
રાજેશ હિંગુ said,
March 15, 2024 @ 9:05 AM
વાહ મજાની ગઝલ.
pranay vaghela said,
March 15, 2024 @ 10:07 AM
khub j saras rachna… uttam pasandgi.
હેમંત પુણેકર said,
March 15, 2024 @ 10:59 AM
સુંદર ગઝલ! બધા જ શેર સરસ પણ બીજા શેર પ્રત્યે વિશેષ પક્ષપાત. ર.પા. એ ક્યાંક કહ્યું’તું કે કવિતાનું કામ આત્મહત્યા કરવા જતી વ્યક્તિના પગની બેડી બનવાનું છે. આ શેર એ જ કામ કરે છે…
મરી જવાનું થયું મન, એ ક્ષણ વિતાવી લીધી
પછીની ક્ષણમાં ઘણું જીવવા સમું નીકળ્યું… વાહ, ક્યા બાત!
પૂજ્ય બાપુ said,
March 15, 2024 @ 12:41 PM
ખૂબ ગમતી ગઝલ… અને અંદાજ પણ એટલો જ મજેદાર… જય હો…
Chaitanya k smart said,
March 15, 2024 @ 2:20 PM
બધાજ પાંચ શેરો ઉત્તમ,તેમાં શિરમોર તો મરી જવાનું થયું મન,એ ક્ષણ વિતાવી લીધી પછી ની ક્ષણ માં જીવવા જેવું ઘણું નીકળ્યું 👌👌👌👍👍👍💐💐💐
J.J.Virani said,
March 15, 2024 @ 9:32 PM
નાની બહેર ની ખૂબ સારી ગઝલ.