ખબર તારી લાવ્યો નથી સૂર્ય આજે,
નગર આજે એનો દિવસ ક્યાંથી પામે ?
વિવેક ટેલર

(રવાડે ચડી ગયા) – અશરફ ડબાવાલા

મનગમતા એક થડાના રવાડે ચડી ગયા,
ને એ પછી નફાના રવાડે ચડી ગયા.

પહેલા જ શ્વાસે પહેલું રુદન થઈ ગયું શરૂ,
બસ ત્યારથી હવાના રવાડે ચડી ગયા.

જે બોલતા’તા ટૂંકું અને ટચ એ છેવટે,
તેમ જ અને તથાના રવાડે ચડી ગયા.

કાં તું ને કાં ગઝલ કે પછી બંને સાથે હો,
ત્રણ જાતના નશાના રવાડે ચડી ગયા.

અશરફ જે જીવતા’તા દરદના ગુમાન પર,
એ પણ હવે દવાના રવાડે ચડી ગયા.

– અશરફ ડબાવાલા

થડો એટલે દુકાનદાર જ્યાં બેસીને ધંધો કરે એ સ્થાન. વેપારી હોય એ ધંધો કરે એ તો સાહજિક છે, પણ અહીં કવિએ થડાને ‘મનગમતા’ વિશેષણ આપીને અદકેરું સ્થાન બક્ષ્યું છે. મનગમતો વ્યવસાય કરવા મળે એ બધાના ભાગ્યમાં નથી હોતું. પણ માનવપ્રકૃતિ એવી છે કે મનગમતી વસ્તુ કરવા મળે તો એમાંથીય નિર્ભેળ આનંદ અને સંતોષ મેળવવાના બદલે એ નફાખોરી શોધવા માંડે છે. કવિએ જે થડાની વાત કરી છે, એ થડો જીવનના કોઈપણ ક્ષેત્રનો હોઈ શકે. સાહિત્ય માટેના પ્રેમથી પ્રેરાઈને કલમના ખોળે માથું મૂકતા સાહિત્યકારો પછી મંચ અને દાદ ઉઘરાવવાના રવાડે ચડી જાય છે ત્યારે સાચું સાહિત્ય તો કોરાણે મૂકાઈ જતું હોય છે.

10 Comments »

  1. Dharmendra said,

    July 14, 2023 @ 12:51 PM

    સરસ

  2. Varij Luhar said,

    July 14, 2023 @ 1:37 PM

    વાહ.. ખૂબ સરસ ગઝલ અને આસ્વાદ..
    કવિશ્રીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

  3. Vinod Manek 'Chatak' said,

    July 14, 2023 @ 1:48 PM

    માર્મિક કટાક્ષ યુક્ત સંઘેડાઉતાર સરસ ગઝલ.
    સાથે કવિને જન્મદિને શુભેચ્છા.
    કવિ પાસે ઉતરોતર ગઝલ મળતી રહે.

  4. Vinod Manek 'Chatak' said,

    July 14, 2023 @ 2:04 PM

    બેમિસાલ રચના. સુપર્બ ગઝલ. સરસ કટાક્ષ યુક્ત…જન્મદિને કવિને સુકામનાઓ….

  5. Vinod Manek 'Chatak' said,

    July 14, 2023 @ 2:06 PM

    બેમિસાલ રચના.. સરસ આસ્વાદ …
    કટાક્ષ યુક્ત…જન્મદિને કવિને અસીમ શુભેચ્છાઓ
    ….

  6. Aasifkhan aasir said,

    July 14, 2023 @ 2:16 PM

    વાહ સરસ ગઝલ

  7. લલિત ત્રિવેદી said,

    July 14, 2023 @ 6:21 PM

    વાહ વાહ. . સરસ ગઝલ

  8. pragnajuvyas said,

    July 15, 2023 @ 12:41 AM

    કવિ અશરફ ડબાવાલાની સરસ ગઝલનો
    ડૉ વિવેક દ્વારા સરસ આસ્વાદ
    કાં તું ને કાં ગઝલ કે પછી બંને સાથે હો,
    ત્રણ જાતના નશાના રવાડે ચડી ગયા.
    વાહ યાદ આવે
    વેચવા નીકળ્યો’તો હું ખુદને ને વહેચાઈ ગયો,
    તો આ શબ્દોના રવાડે ની:શબ્દમાં ખેંચાઈ ગયો.
    મજાનો મક્તા
    અશરફ જે જીવતા’તા દરદના ગુમાન પર,
    એ પણ હવે દવાના રવાડે ચડી ગયા.
    યાદ આવે
    હા કર્મનું ફળ મળ્યું વિના કર્મનો નથી કોઈ પૂરાવો
    શ્રદ્ધા ના રવાડે ખુદની જાતને પૂજીએ અંત સુધી

  9. Poonam said,

    July 15, 2023 @ 11:22 AM

    મનગમતા એક થડાના રવાડે ચડી ગયા,
    ને એ પછી નફાના રવાડે ચડી ગયા. Uff !
    – અશરફ ડબાવાલા –

    Aaswad 👌🏻 sir ji

  10. DILIPKUMAR CHAVDA said,

    July 15, 2023 @ 1:09 PM

    અશરફ જે જીવતા’તા દરદના ગુમાન પર,
    એ પણ હવે દવાના રવાડે ચડી ગયા.
    ક્યાં બાત હૈ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment