શહેરનો ઈતિહાસ થઈને રહી ગયા,
ગામનો વડલો અને ઝૂલો હવે.

જાતને સળગાવવી એ શક્ય છે,
કેમનો સળગાવવો ચૂલો હવે ?
અંકિત ત્રિવેદી

થઈ ગયો છું હું – ભગવતીકુમાર શર્મા

હતો અટૂલો જે, હવે સમસ્ત થઈ ગયો છું હું;
ડૂબી ડૂબીને પશ્ચિમે અનસ્ત થઈ ગયો છું હું.

લખીને કાગળો ખૂટ્યા, કલમનું મુખ ન શ્યામ છે;
આ તૂટુંતુટું શ્વાસ; અસ્તવ્યસ્ત થઈ ગયો છું હું.

મનુષ્યનો પ્રતિનિધિ, પરંતુ સ્વાર્થ તો જુઓ :
અપેક્ષા પોષવા ખુદાપરસ્ત થઈ ગયો છું હું !

તને ય કોડિયું જલાવવાની તક મળી શકે;
છું સૂર્ય તો ય ભરબપોરે અસ્ત થઈ ગયો છું હું !

પતનનું આવું ભાગ્ય કોને સાંપડી શકે અહીં ?
ગગનથી બારે મેઘરૂપે ધ્વસ્ત થઈ ગયો છું હું !

– ભગવતીકુમાર શર્મા

પ્રત્યેક શેર પાણીદાર મોતી….

2 Comments »

  1. વિવેક said,

    July 5, 2023 @ 11:17 AM

    સરસ રચના

  2. pragnajuvyas said,

    July 5, 2023 @ 7:04 PM

    સુંદર ગઝલે યાદ આવે
    ‘બેઉ બોલે: ‘હા, હું સઘળું સાંભળું છું, માનું છું’ –
    પણ ખરે તો આપણો આ ‘હું’ જ ખરો વિખવાદી છે.’

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment