જાતને મળવા તમારે એકલું પડવું પડે.
સાવ ઓગળવા તમારે એકલું પડવું પડે
નીતિન વડગામા

(હવે વરસાદ આવ્યો છે) – ઉર્વીશ વસાવડા

*

ઘણી લાંબી પ્રતીક્ષા, કાકલૂદી બાદ આવ્યો છે,
ધરાને તૃપ્ત કરવા લે, હવે વરસાદ આવ્યો છે.

ન કોઈ મોર ટહુકા, ના કોઈ પંખી-પતંગિયાઓ,
છતાં પણ બાગમાં કેવો ગજબ ઉન્માદ આવ્યો છે!

ભરોસો છે મને માનવ હજી તારા ઉપર પૂરો
એ સંદેશો ખુદાનો આભથી આબાદ આવ્યો છે.

ખુલા આકાશ નીચે તરબતર થાવું ને ભીંજાવું,
પ્રથમ એ સ્પર્શનો કિસ્સો ફરીથી યાદ આવ્યો છે.

ન ચાલે કંઈ જ પણ તપતા સૂરજનું વાદળો વચ્ચે,
નઝારો આભમાં દિવસો પછી એકાદ આવ્યો છે.

– ઉર્વીશ વસાવડા

લયસ્તરો પર કવિશ્રીના પાંચમા ગઝલસંગ્રહ ‘સમયનો દીવો’નું સહૃદય સ્વાગત…

ઉનાળો લાંબા સમયથી અકળાવી રહ્યો છે અને આગના જંગલમાં એકાદ-બે ટીપાં પાણી જેમ કંઈ કામનાં સિદ્ધ ન થાય એવા છૂટાછવાયાં માવઠાંની નિરર્થકતાને લઈને એક-એક માણસ વાદળ ક્યારે વરસવું શરૂ કરે એની રાહ જોઈ રહ્યો છે. એમાંય આ વખતે તો ચોમાસું પણ લંબાયું છે. વરસાદ જ્યારે પણ આવવો શરૂ થશે ત્યારે દરેક દિલમાંથી જે વાણી નીકળશે એને કવિએ ગઝલની સરવાણીમાં આબાદ ઝડપી છે. ગઝલ સહજ-સાધ્ય હોવાથી ગઝલના વરસાદ અને ભાવકની વચ્ચે અમસ્તું રેઇનકોટ બનીને આડા આવવું નથી… આજે તો બસ, એમ જ ભીંજાઈએ….

8 Comments »

  1. સંદીપ પૂજારા said,

    June 9, 2023 @ 12:45 PM

    વાહ વાહ…
    સરળતા…સુંદરતા…સાથેની સરસ ગઝલ….

  2. Yogesh Samani said,

    June 9, 2023 @ 12:46 PM

    👌 વાહહહહ. અફલાતૂન ગઝલ.

  3. ઉમેશ જોષી said,

    June 9, 2023 @ 12:55 PM

    સકળ શેરની સુઘડતા મનને સ્પર્શી જાય છે
    અભિનંદન.

  4. Manisha shah said,

    June 9, 2023 @ 4:27 PM

    ખૂબ જ સરળ સુંદર ગઝલ

  5. Poonam said,

    June 9, 2023 @ 8:13 PM

    Saral… ne ‘સમયનો દીવો ajvala fhelave!

  6. pragnajuvyas said,

    June 10, 2023 @ 1:02 AM

    કવિશ્રી ઉર્વીશ વસાવડાના પાંચમા ગઝલસંગ્રહ ‘સમયનો દીવો’નું સહૃદય સ્વાગત…
    ડૉ વિવેકજીના સુંદર આસ્વાદમા અંતે કહેલી વાત ‘આજે તો બસ, એમ જ ભીંજાઈએ’
    આમ ભીંજાતા વિચારવમળે આ ગઝલમા વર્ણવેલ ભાવો અનુભવાય છે મિયાં મલ્હાર રાગના સૂરમાં જે શ્રુતિ રાગરૂપની મૂવમેન્ટમાં ક્રિએટ થાય છે તે વરસાદની ઋુતુમાં દરેક પ્રાણી અનુભવી શકે છે. વરસાદની ઋુતુમાં પ્રાણી જાતિ તેના તનમનમાં એક ખુશીનો અહેસાસ અનુભવે છે, આ રાગ ગાતી કે સાંભળતી વખતે રોમેન્ટિક અને શૃંગાર રસનો સંચાર થાય છે.

  7. lata hirani said,

    June 11, 2023 @ 9:07 PM

    બધા જ શેર સરસ

  8. Varij Luhar said,

    July 19, 2023 @ 12:37 AM

    વાહ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment