આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે?
ડૂમા ઉપર ડૂસકાં ઉપર હીબકાં ઉપર સપનાં ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.
અનિલ ચાવડા

છોકરી – ગ્રેસ – અનુ.- જગદીશ જોષી

આયુષ્ય નકારવાનો અને સ્વીકારવાનો
આ પ્રશ્ન નથી.
રેતીમાંના પાણી માટે તો નાનકડાં ઘર હોય છે.
તે બંધાવાં જોઈએ; પૂરી સમજદારીથી ફરી વાર
તેની રેતી એકઠી કરીને
રાખવી.
હું કેરળમાં હતો ત્યારે એક છોકરી મળી ગઈ.
એ વેળા જૂના ચર્ચનું દુરસ્તીનું કામ
ચાલુ હતું. ઇટાલિયન સંગેમરમ૨ના એક
ટુકડા પાસે તે ઊભી હતી.
ફૂલ તોડો; ઋતુના આવિર્ભાવોમાં ઘણા
સૂક્ષ્મ પલટાની નોંધ લો.
બસ, એટલું જ.
એક દિવસ કોઈ પણ પૂર્વ-એંધાણી આપ્યા વગર
તે મરી ગઈ.
સીધુંસાદું છે આટલું જ!

– ગ્રેસ – અનુ.-જગદીશ જોષી

એક પ્રચલિત ફિલોસોફિકલ થિયરી છે – LIFE IS RANDOM. અર્થાત્ – ન તો જીવનનો કોઈ અર્થ છે ન તો કોઇ હેતુ. જે થાય છે તેનું કોઈ કારણ નથી. આ થિયરી એટલી નિષ્ઠુર છે કે લોકો એને માનવાથી ડરે છે….અને ધર્મ તો તેને લગીરે સ્વીકારવા રાજી ન જ હોય – સ્વાભાવિક છે. બસ, આ કાવ્યને આ થિયરી સંદર્ભે માણો…

1 Comment »

  1. pragnajuvyas said,

    May 9, 2023 @ 8:20 PM

    ગ્રેસ -જગદીશ જોષીનો સ રસ અનુવાદ
    ‘હું કેરળમાં હતો ત્યારે એક છોકરી મળી ગઈ…એંધાણી આપ્યા વગર તે મરી ગઈ.’
    વાતે યાદ આવે

    માનવ અંતર્જ્ઞાનના પ્રવાહ સામે તરવું એ મુશ્કેલ કાર્ય છે. માનવ મન દરેક ઘટના માટે એક ચોક્કસ કારણને ઓળખવા માટે બનાવવામાં આવ્યું છે અસંબંધિત (રેન્ડમ) પરિબળોના પ્રભાવને સ્વીકારવામનુ મુશ્કેલ છે. રેન્ડમ પ્રક્રિયાઓ પ્રકૃતિમાં મૂળભૂત છે અને આપણા રોજિંદા જીવનમાં સર્વવ્યાપી છે, માણસ ગ્રેસ(કૃપા) વિના સારી ઇચ્છા કરી શકે છે કારણ કે તે માણસની શક્તિમાં છે.
    .
    ધન્યવાદ ડૉ.તીર્થેશ. આપનો સ રસ આસ્વાદ આ અંગે વિગતે ચિંતન લખશો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment