જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી

બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,
ઈશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી.”
વેણીભાઈ પુરોહિત

અવસર મૂકું – ચિનુ મેાદી, સરૂપ ધ્રુવ

લાવ, તારો હાથ, એમાં આપણો અવસર મૂકું,
માછલી જળમાંથી કાઢું ને પછી તટ પર મૂકું.

સાપની સામે નિસરણી, તે પછીની ચડઊતર;
ઓસ ફાડીને સૂરજ મૂકું –અને ક્ષણભર મૂકું.

સાવ મારું છે, છતાં સાવ પરબારૂં જ છે,
આંસુ તાજું છે, છતાં હું હોડમાં સરવર મૂકું.

આંખ ભીની થાય ત્યાં તું વ્હાલ રેતીમાં મૂકે,
હું વરસતા મેઘ વચ્ચે ભેાંયને પડતર મૂકું.

સ્હેજ પોરો ખાઈ લઈને હાથના વેઢા ગણું,
હાથમાં ચપટીક ચોખા છે અને ઘરઘર મૂકું.

– ચિનુ મેાદી, સરૂપ ધ્રુવ

સાવ અલગ મિજાજના અને સાવ અલગ ઓળખ ધરાવતા બે બંડખોર સર્જક ભેગા થઈને એક સહિયારી કાવ્યકૃતિ આપે ત્યારે ક્યારેક એવું બને કે સર્જન તો થાય પણ કવિતા મરી પરવારે… પણ દાળ અને ભાત ભેગાં થઈને અનુપમ સંતુષ્ટિ આપે એ રીતે ક્યારેક અનનુભૂત આહ્લાદનું નિમિત્ત બની શકે એવી મજાની કવિતા પણ ભાષાને ભેટ મળી શકે… ખરું ને?

ચિનુ મોદી અને સરૂપ ધ્રુવ. બંને બળવાખોર કવિ તો ખરા જ, સાથે તદ્દન અલગ છેડાના કવિ પણ ખરા. ચિનુ મોદીનો બળવો પરંપરા સામે તો સરૂપ ધ્રુવનો બળવો સમાજ અને રાજકારણ સામે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવ જેવા આ બે કવિઓનું આ એક સહિયારું સર્જન છે. પ્રસ્તુત ગઝલના દરેક શેરમાં એક પંક્તિ ચિનુ મોદીની છે અને એક સરૂપ ધ્રુવની. કઈ પંક્તિ કોણે લખી એની પળોજણમાં ન પડતાં રચનાને જ માણીએ.

6 Comments »

  1. Bharati gada said,

    May 5, 2023 @ 12:04 PM

    આખી ગઝલ ખૂબ સુંદર 👌દરેક શેર એક સે બઢકર એક

  2. સુષમ પોળ said,

    May 5, 2023 @ 1:41 PM

    ખૂબ સુંદર ગઝલ.

  3. Parbatkumar naayi said,

    May 5, 2023 @ 2:16 PM

    વાહ વાહ વાહ

  4. DILIPKUMAR CHAVDA said,

    May 5, 2023 @ 6:27 PM

    વાહ ક્યા બાત હૈ
    Evergreen ગઝલ હોં

  5. pragnajuvyas said,

    May 6, 2023 @ 12:27 AM

    ‘ અવસર’ સ્વ કવિશ્રી ચિનુ મોદીના નામે સરવાણી મા જુન ૧ ૨૦૧૨ને દિને પ્રગટ થયેલ આ સુંદર ગઝલ- સ્વ. ચિનુ મોદી અને એક બંડખોર વિદ્યાવાચસ્પતિ કવયિત્રી સરૂપ ધ્રુવનુ સહિયારું સર્જન છે તે આજે જાણ્યું.
    યાદ આવે કવિશ્રી મીનાશ્રુ હરીશ
    દૂર દૂર પરહરતાં સાજન;
    પનઘટે છલકાતી ગાગર સાંભરે ;
    લાવ, તારો હાથ એમાં આપણો અવસર મૂકું
    કવિશ્રી ડૉ. વિવેકના સ રસ આસ્વાદમા-‘કઈ પંક્તિ કોણે લખી તેની પળોજણમાં ન પડતાં.’વાતે સંમત ન થતા આ અંગે સાહિત્ય હરીફાઈ રાખવી જોઇએ.
    મનમા ગુંજે અમે ગાતા તે અતુલજીનો ગરબો

  6. Poonam said,

    May 19, 2023 @ 5:29 PM

    સાપની સામે નિસરણી, તે પછીની ચડઊતર;
    ઓસ ફાડીને સૂરજ મૂકું –અને ક્ષણભર મૂકું… Waah !
    – ચિનુ મેાદી, સરૂપ ધ્રુવ –

    Aaswad swadishth!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment