મેં શ્વાસ તારા નામનો ઊંડો લીધો જરા,
લોહીના પાને-પાને ત્યાં તો ઊભરી ગઝલ.
વિવેક મનહર ટેલર

અને હું….. – મનોજ ખંડેરિયા

નગર મીણનું : ધોમ તડકા અને હું
પીગળતા રહ્યા મારી છાયા અને હું

આ ચોપાટનાં ખાલી ખાનાં અને હું
સ્મરણના જૂના પંગુ પાસા અને હું

હતું ચિત્ર આ ટ્રેન ગઈ એ પછીનુંઃ
ક્ષિતિજો સુધી જાતા પાટા અને હું

સમયના બધા બંધ દરવાજા જોઉં
લટકતાં નજર સામે તાળાં અને હું

અહીં તો સૂવાનું રહ્યું ભીષ્મ માફક
નીચે શબ્દનાં તીક્ષ્ણ ભાલાં અને હું

એ ઘટનાને કોઈ કહી દેશે મૃત્યુ
અલગ થઈ જતી મારી કાયા અને હું

– મનોજ ખંડેરિયા

“હતું ચિત્ર આ ટ્રેન ગઈ એ પછીનું……..” – જબરદસ્ત !!!

તમામ શેર બળકટ 👍🏻

2 Comments »

  1. pragnajuvyas said,

    April 24, 2023 @ 7:39 PM

    સ્વ.મનોજ ખંડેરિયાની ખૂબ સ રસ અભિવ્યક્તિવાળી ગઝલ,
    મક્તા
    એ ઘટનાને કોઈ કહી દેશે મૃત્યુ
    અલગ થઈ જતી મારી કાયા અને હું
    કવિએ કરેલું સર્જન એની સદ્ધર અને સશક્ત અભિવ્યક્તિ સાથે હંમેશ જીવંત રહેવાનું. સદેહે આપણી વચ્ચે ન હોવા છતાં સતત આપણી આજુબાજુમાં જ ક્યાંક હોવાનો અહેસાસ કરાવતી રહે છે ગઝલ. મનોજમય થઈ જવાયું……

  2. Pravin Shah said,

    April 25, 2023 @ 8:11 AM

    ખૂબ સરસ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment