કોની કરૂં હું રાવ – બરકત વિરાણી ‘બેફામ’
કોની કરૂં હું રાવ, એ કંઈ પારકા નથી;
જેણે કર્યા છે ઘાવ, એ કંઈ પારકા નથી.
દરિયો તો ખેર કોઈનો થાતો નથી મગર,
જેણે ડુબાવી નાવ, એ કંઈ પારકા નથી.
હારી ગયાનું એટલે તો દુઃખ નથી મને,
જીતી ગયા જે દાવ, એ કંઈ પારકા નથી.
મારી કતલનો દોષ, અને એમના ઉપર?
કરવા દે દિલ! બચાવ, એ કંઈ પારકા નથી.
એ શકય છે કે થોડાં ઘણાં પારકાં હશે,
બેફ઼ામ કિન્તુ સાવ એ કઈ પારકાં નથી.
– બરકત વિરાણી ‘બેફામ’
બરકતની બળકટ ગઝલ.
Bharati gada said,
April 21, 2023 @ 11:19 AM
મારા ગમતા કવિની ખૂબ સુંદર ગઝલ 👌👌
Poonam said,
April 21, 2023 @ 7:07 PM
મારી કતલનો દોષ, અને એમના ઉપર ?
કરવા દે દિલ! બચાવ, એ કંઈ પારકા નથી.
– બરકત વિરાણી ‘બેફામ’ – 👌🏻
pragnajuvyas said,
April 21, 2023 @ 7:16 PM
બળકટ ગઝલ.ની દુનિયામા હુકમના પાના સમા બેફામ સાહેબ ને સલામ…!
બેફામ સાહેબ ના અવાજ માં આ ગઝલ માણવાની મજા કંઇ ઔર !
Himadri Acharya Dave said,
April 21, 2023 @ 10:19 PM
વાહહ ખૂબ સરસ ગઝલ…