કાશ થોડી લેતી-દેતી હોત તો મળતાં રહેત,
પણ હિસાબો એની સાથેના બધા સરભર મળે.
હિતેન આનંદપરા

કાફી નથી – કિશોર બારોટ

ઘોર અંધારું ટળ્યું છે, એટલું કાફી નથી?
આભ ઉજમાળું થયું છે, એટલું કાફી નથી?

કંઠમાં રૂંધાઈને ડૂમા થીજેલા છે છતાં
ગીત ગાતાં આવડ્યું છે, એટલું કાફી નથી?

ભાર જીરવાશે નહીં, નક્કી હૃદય ફાટી જશે,
એ ક્ષણે આંસુ સર્યું છે, એટલું કાફી નથી?

તન અને મન સાવ ચકનાચૂર થાતાં થાકથી,
ઊંઘનું ઝોકું ફળ્યું છે, એટલું કાફી નથી?

દુઃખ આવ્યું થઈ ત્સુનામી ને ડૂબાડ્યાં સ્વપ્ન સૌ
આશનું તરણું મળ્યું છે, એટલું કાફી નથી?

– કિશોર બારોટ

એટલું કાફી નથીના સવાલ સાથે જીવનની વિધાયકતા રજૂ કરતી સ-રસ ગઝલ.

9 Comments »

  1. pragnajuvyas said,

    April 15, 2023 @ 1:29 AM

    સ-રસ ગહન ગઝલ અને મજાનો આસ્વાદ પણ !
    યાદ આવે અમારા કવિશ્રી કિરણસિંહ
    ધડ ને માથું એટલું કાફી નથી,
    માત્ર હોવું એટલું કાફી નથી.
    ક્તિ માટે કંઇ ખુલાસા જોઇએ,
    પ્રાણ ત્યાગું એટલું કાફી નથી.
    કૈંક સોંસરવું ઊતરવું જોઇએ,
    માત્ર લખવું એટલું કાફી નથી.
    માત્ર તારે માટે જીવ્યે જાઉં છું,
    બોલને, શું એટલું કાફી નથી?
    પ્રેમની લાંબીલચક વ્યાખ્યા ન કર,
    ‘હું’ અને ‘તું’ એટલું કાફી નથી?
    અને
    પ્રેમની લાંબીલચક વ્યાખ્યા ના કર,
    હું અને તું એટલું કાફી નથી ?
    તો
    પણ એને સાંભળવા કાનની જરૂર નથી બસ એક
    જીવંત હ્દય અને સંવેદના હોય એટલું કાફી છે.

  2. Harihar Shukla said,

    April 15, 2023 @ 10:56 AM

    સરસ ગઝલ👌
    રદીફ “એટલું પૂરતું નથી?” રાખ્યું હોટ તો વળી વધુ સરસ બનત💐

  3. પૂજ્ય બાપુ said,

    April 15, 2023 @ 11:02 AM

    મજાની ગઝલ

  4. ઉમેશ જોષી said,

    April 15, 2023 @ 12:00 PM

    સકળ શેર મનને સ્પર્શી જાય છે..ખ
    ઉમદા ગઝલ છે
    અભિનંદન.

  5. દિપક વ્યાસ 'સાગર' said,

    April 15, 2023 @ 1:11 PM

    વાહ ખૂબ સ…રસ રચના માણી

    એટલો સંબંધ મારે મન ઘણો……!!
    કેમછો એણે પૂછ્યું છે એટલું કાફી નથી…?

    કોઈ રીતે વિસ્તરણ હોવું જોઈએ
    દિલ મહીં રણ વિસ્તર્યું છે એટલું કાફી નથી??

  6. Pragnya Vyas said,

    April 15, 2023 @ 2:20 PM

    ખૂબ સરસ..
    તમે લખ્યું ને અમે અનુભવ્યું,
    હ્રદયને સ્પર્શી ગયું, એટલું કાફી નથી?

  7. Poonam said,

    April 16, 2023 @ 10:53 AM

    ભાર જીરવાશે નહીં, નક્કી હૃદય ફાટી જશે,
    એ ક્ષણે આંસુ સર્યું છે, એટલું કાફી નથી?
    – કિશોર બારોટ – Kafhi …

    Aasawad mast 👌🏻

  8. Sangita Sunil chauhan tapasya said,

    April 16, 2023 @ 3:39 PM

    ગીત ગાતાં આવડ્યું છે, એટલું કાફી નથી? વાહ, વાહ
    ખૂબ સરસ ગઝલ

  9. Hitesh Pandya said,

    April 16, 2023 @ 5:15 PM

    વાહ કિશોરભાઈ, સુંદર રચના👌👌👌🙏🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment