તમે હસતા રહી સૌ વાતને હળવી બનાવો છો,
અને સમજે છે સૌ કે કાળજી તમને નથી કોઈ.
વિવેક મનહર ટેલર

બહુ એકલવાયું લાગે છે – હેમેન શાહ

-તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે મૂક હથેળી પર મખમલ, બહુ એકલવાયું લાગે છે.

શાયદ મારો ભુક્કો થાશે કે ઢાંચામાં જકડાઈ જઈશ,
શું થાશે એ કહેવું ન સરલ, બહુ એકલવાયું લાગે છે.

કૂવો બેઠો આતુરતાથી, વરસી ના એકે પનિહારી,
સંકોચાતું મરજાદી જલ, બહુ એકલવાયું લાગે છે.

ઉનાળો લઈને ખોબામાં જંગલ જંગલ ભટક્યા કરવું,
બે આંખો ત્યાં ભાળી શીતલ, બહુ એકલવાયું લાગે છે.

ખખડાવે ખુલાસાના રસ્તા, શંકાના ભીડેલા દરવાજા,
સોંસરવો છે આ કોલાહલ, બહુ એકલવાયું લાગે છે.

– હેમેન શાહ

4 Comments »

  1. Shriya Shah said,

    March 3, 2006 @ 1:35 PM

    ‘ખખડાવે ખુલાસાના રસ્તા, શંકાના ભીડેલા દરવાજા,
    સોંસરવો છે આ કોલાહલ, બહુ એકલવાયું લાગે ‘.
    ekdam saras kahyu che!

  2. વૈશાલી said,

    March 4, 2006 @ 2:15 AM

    વધારે પડતી એકલતામાં આકસ્મિક જાગતી ગઝલની તરસ એકલતાને વધારે ધારદાર બનાવે છે અને દોસ્તના કંઠની ઝંખના આ રંગને વધુ ઘેરો બનાવે છે. ગઝલ અને મખમલની મુલાયમ સ્નિગ્ધતાનો પ્રાસ એકલતાના ભાવને તીવ્રતમ બનાવે છે. હેમેન શાહની આ ગઝલનો પહેલો શેર મારા પ્રિય શેરોમાંનો એક છે.

  3. Pankaj Bengani said,

    March 4, 2006 @ 7:56 AM

    આપો હાથતાળી મિત્રો
    કેમ છો મિત્રો. હું પંકજ બેંગાની અમદાવાદમાં રહું છું. હમણાં સુધી હું હિન્દી અને ઇંગ્લીશ માં લખતો હતો. હવે મેં મારું ગુજરાતી બ્લોગ પણ ચાલુ કર્યુ છે. આ લિંક પર વિજિટ કરવા વિનંતિ.

    http://www.tarakash.com/haathtali

  4. Girish Parikh said,

    April 22, 2010 @ 11:15 PM

    હેમેનની આ આખી ગઝલ મને ખૂબ જ ગમે છે, પણ પ્રથમ ત્રણ શેરોની મસ્તી તો ઓર જ છેઃ
    -તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
    લે મૂક હથેળી પર મખમલ, બહુ એકલવાયું લાગે છે.

    શાયદ મારો ભુક્કો થાશે કે ઢાંચામાં જકડાઈ જઈશ,
    શું થાશે એ કહેવું ન સરલ, બહુ એકલવાયું લાગે છે.

    કૂવો બેઠો આતુરતાથી, વરસી ના એકે પનિહારી,
    સંકોચાતું મરજાદી જલ, બહુ એકલવાયું લાગે છે.

    હેમેનની આ અમર ગઝલનો બે જ શબ્દોમાં આસ્વાદઃ ‘મખમલી’ ગઝલ.

    – – ગિરીશ પરીખ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment