એમ નથી, છાંયો ભાળીને આગળ જઈએ,
તડકાને પણ સ્વીકારીને આગળ જઈએ.
– સુનીલ શાહ

ફૂલ સમી તું દૃષ્ટિ ફેંકે – વિવેક મનહર ટેલર

ફૂલ સમી તું દૃષ્ટિ ફેંકે…. . . ……મલેશિયા, 2018

*

ફૂલ સમી તું દૃષ્ટિ ફેંકે, તને મળે ગજરો ઉત્તરમાં*,
રગરગમાં કંઈ મઘમઘ મહેંકે, કહેવું કેમ કરી અક્ષરમાં?

વાણીનો ‘નહીં બનેલ’ સેતુ તારા-મારા કાંઠા વચ્ચે,
એક નજરથી એમ રચાયો, ના સાંધા-ના વાંધા વચ્ચે;
મોઘમના અંતરાયો ઠેકે એક નજર કેવી પળભરમાં!

નહીં લખેલાં વાંચ્યાં કાવ્યો, નહીં રચેલાં ગાયાં ગીત,
નહીં કરેલી થઈ ગઈ પ્રીત, ‘નથી’ હતાં એ ‘છે’ મનમીત;
એક નજરનો જાદુ છે કે પ્રેમ થયો પરગટ પથ્થરમાં.

એક નજરનું રેશમ ઝાલી કરાડ સૌ વિકરાળ ચડીશું,
સહિયારા શ્વાસોના સ્પર્શે સમજણને સંકાશ અડીશું;
ખાધું,પીધું ને રાજ મળે કે હોય ભલે કાંટા જીવતરમાં…
ફૂલ સમી તું દૃષ્ટિ ફેંકે, તને મળે ગજરો ઉત્તરમાં.

– વિવેક મનહર ટેલર
(૦૮-૦૭-૨૦૨૦)

(પુણ્યસ્મરણ: રમેશ પારેખ: ‘ફૂલ સમી હું દૃષ્ટિ ફેંકું, મને મળે ગજરો ઉત્તરમાં’)

21 Comments »

  1. pragnajuvyas said,

    March 16, 2023 @ 7:35 AM

    સુ શ્રી વૈશાલીના જન્મદિને પ્રગટેલ ખૂબ સુંદર મધુર ગીત
    અને
    મનમોહક તસવીર
    લખાણ કરતા તસ્વિર દિમાગમાં ૬0000 ગણી વધારે સમજણ આપે છે. તસવીર ન હોય તો ગીતનાં વંચાવાની શક્યતા સાવ ઘટી જાય છે. શબ્દોની કરકસર તો ટીએલ; ડીઆરથી બચવાનું હાર્દ છે.
    યાદ આવે આપણા મનહરભાઇ
    પ્રેમની દીવાનગી એ પ્રેમનો આધાર છે
    જિંદગી આખી જીવે છે, કોઈ તો તસવીર પર
    અને રપા
    બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત,
    આ અમે ઊભા છીએ તસવીરમાં શુ બોલીએ!
    અને
    હાંસલ ન થશે કંઈ વિવેચનથી કદી રહેવા દે કલાને એ બની જેવી બની
    તસવીર જો દરિયાની નીચોવી તો મરીઝ,બેચાર બુંદ રંગની એમાંથી મળી

  2. Chetna Bhatt said,

    March 16, 2023 @ 10:50 AM

    વાણીનો ‘નહીં બનેલ’ સેતુ -wah
    તારા-મારા કાંઠા વચ્ચે,
    એક નજરથી એમ રચાયો, ના સાંધા-ના વાંધા વચ્ચે;
    મોઘમના અંતરાયો ઠેકે એક નજર કેવી પળભરમાં!

    સરસ મજા નું ગીત
    જન્મદિવસની ઢગલાબંધ શુભેચ્છાઓ 💐

  3. જગદીપ said,

    March 16, 2023 @ 12:18 PM

    સરસ……ગમ્યું

  4. સંજુ વાળા said,

    March 16, 2023 @ 12:26 PM

    સરસ

    સાથે સુકામનાઓ પણ
    🌹

  5. નેહા said,

    March 16, 2023 @ 12:34 PM

    વાહ, મજાનું ગીત..
    જન્મદિને શુભેચ્છાઓ..

  6. Janki said,

    March 16, 2023 @ 12:38 PM

    વાહ… સરસ ગીત..
    સુંદર તસવીર
    જન્મદિનની મબલખ શુભકામના🌹

  7. રમેશ પ્રજાપતિ said,

    March 16, 2023 @ 12:58 PM

    વાહ…. ખૂબ સરસ ગીત…..

  8. Harsha Dave said,

    March 16, 2023 @ 1:09 PM

    ઓહો…. વાહ 👏

  9. Varij Luhar said,

    March 16, 2023 @ 1:30 PM

    વાહ. ખૂબ સરસ ગીત..
    આપને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

  10. Hema Mehta said,

    March 16, 2023 @ 1:44 PM

    વાહ પ્રેમસભર સુંદર રચના. 💐સુંદર શબ્દગુચ્છ જન્મદિવસ નિમિત્તે

  11. હર્ષદ દવે said,

    March 16, 2023 @ 1:50 PM

    વાહ…સરસ ગીત.
    અભિનંદન

  12. Bharati gada said,

    March 16, 2023 @ 2:50 PM

    ના સાંધા – ના વાંધા વચ્ચે ખૂબ સરસ ગીત 👌 જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ🎂💐🎂

  13. દિલીપ જોશી said,

    March 16, 2023 @ 3:58 PM

    વાહ સરસ ગીત..
    જય હો.

  14. રિયાઝ લાંગડા(મ્હુવા) said,

    March 16, 2023 @ 4:28 PM

    ખૂબ સરસ ગીત…👌👌

    ન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ…..💐💐💐

  15. Lata Hirani said,

    March 16, 2023 @ 5:04 PM

    વાહ વિવેકભાઈ, જન્મદિવસનો ગજરો ખૂબ સુંદર…

    અભિનંદન….

  16. Ramesh Maru said,

    March 16, 2023 @ 7:05 PM

    પ્રેમ પથ્થરમાં પણ પ્રગટ થઈ શકે છે…!!
    અદ્દભુત…ખાલી એક જ ફૂલ આપો અને સામે આખો ગજરો મળે…!!
    સુખ-દુઃખમાં દરેક પળે સથવારો સાચો મળે તો જ પ્રેમના પુષ્પો આપોઆપ ખીલી ઊઠે… સુંદર ગીત…
    ને
    જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ….

  17. tanu patel said,

    March 16, 2023 @ 9:26 PM

    બહુ જ સરસ ગીત,, વિવેકભાઈ..
    જન્મ દિવસ ની મંગલ કામનાઓ….

  18. Poonam said,

    March 17, 2023 @ 10:57 AM

    ખાધું,પીધું ને રાજ મળે કે હોય ભલે કાંટા જીવતરમાં…
    ફૂલ સમી તું દૃષ્ટિ ફેંકે, તને મળે ગજરો ઉત્તરમાં.
    – વિવેક મનહર ટેલર – Saral Ne Sundar !

    Janmdin ki dhero shubh kamanaye sir ji 🥳

  19. વિવેક said,

    March 17, 2023 @ 11:46 AM

    પ્રતિભાવનાર તમામ મિત્રોનો અંતઃકરણપૂર્વક આભાર

  20. Kanchankumari p.parmar said,

    March 19, 2023 @ 1:36 PM

    વાહ ખૂબજ સુંદર..

  21. વિવેક said,

    March 21, 2023 @ 10:36 AM

    આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment