રમેશ, ભાગ જલદી ભાગ, કોરા કાગળમાં
સમયનું ઝેર ચડ્યું છે, ઉતારવું પડશે.
રમેશ પારેખ

(નામ રતન બીજ) – ડૉ. ભરત ગોહેલ

નામ રતન બીજ ઐસે બોના, ગડ દો મિટ્ટી માંહી;
દેખનવાલા મિટ્ટી દેખે, તનીક દિખે બીજ નાહીં.

માલા મોતી હાથ ધરે ક્યું, છોડો સબ દિખલાવા;
હોઠ જરા ભી હિલે ન ઐસે, ભીતર ભીતર ગાવા.
નામ લિખ ક્યું કાગદ રંગે, ક્યું ખરચો રે શ્યાહી;
.                                       નામ રતન બીજ…

નામ જપન કી બેલા કૈસી? જબ ચાહા જપ લેના;
મનમેં મંદિર, મનમેં મૂરત; મન હી મન મત્ત રેના.
ઐસી કિ૨યા કરો ના જીસસે, લોગ કરે બાહબાહી;
.                                       નામ રતન બીજ…

૫૨મ પ્રીત કી પાવન કથની, અંતરપટ હો અંકિત:
ઐસે રટતે રહો નામ હો, જનમ જનમ કો સંચિત.
ચાહ બચે ના એક અલાવા, પિયુ રહો સો ચાહી;
.                                       નામ રતન બીજ…

– ડૉ. ભરત ગોહેલ

મીરાંબાઈ ‘રામરતન’માં ધન પામ્યાં, આપણા કવિ ‘નામરતન’ની ગડ ઉકેલે છે. કહે છે, પ્રભુનામના રત્નને અંતરની માટીમાં એવી રીતે દાટી દો કે જોનારાને કેવળ શરીર જ દેખાય, અંદર વવાઈને ઊગવા તત્પર પ્રભુનામનું બીજ નજરે જ ન ચડે. અખાની જેમ જ કવિ માળા-મોતી વગેરે દેખાવાની તરફેણમાં નથી. એ તો કહે છે, પ્રભુનામ તો એ રીતે અંદરોઅંદર જ ગાવાનું હોય કે હોઠ જરાય હલે સુદ્ધાં નહીં. કાગળ પર પ્રભુનામ લખીને કાગળ બગાડવાની કે શાહી ખર્ચવાની ટેવ પણ અર્થહીન છે. અને ઈશ્વરનું નામ લેવા માટે તે કોઈ વેળા હોય? મન થાય ત્યારે લેવાનું હોય એ તો, કારણ મનમાં જ મંદિર પણ છે અને મનમાં જ મૂર્તિ પણ છે એટલે મનમાંને મનમાં જ નામ લેવું જોઈએ. એવું કશુંય કરવાનું જરૂરી નથી, જે જોઈને લોકો વાહવાહી કરે. પરમકૃપાળુ પરમેશ્વર સાથેની પરમ પ્રીતની પવિત્ર કથા અંતરપટ પર એમ અંકિત હોવી જોઈએ કે જનમજનમનું ભાથું બંધાય. એક ઈશ્વરને બાદ કરતાં કશાયની ચાહના ન રહે એ રીતે પિયુ પરમેશ્વરને ચાહવાનો છે. અલગારી સંતબાનીમાં આલેખાયેલ આ ગીત આજના પોચટ ભજનકાવ્યોથી સુપેરે અલગ તરી આવે છે.

7 Comments »

  1. Varij Luhar said,

    March 11, 2023 @ 12:59 PM

    વાહ.. ખૂબ સરસ ગીત અને આસ્વાદ

  2. Bharati gada said,

    March 11, 2023 @ 1:14 PM

    ખૂબ સરસ અલગબાનીમાં ખૂબ સુંદર રચનાનો ખૂબ સરસ આસ્વાદ 👌

  3. ડો. ભરત ગોહેલ said,

    March 11, 2023 @ 1:42 PM

    What a pleasent surprise! Thanks Vivekbhai for giving place here in renowned platform of Gujarati literature. Thanks Kavi Varij Luhar for informing me of the post. Thanks in advance to all readers.

  4. Ramesh Maru said,

    March 11, 2023 @ 2:08 PM

    સાંગોપાંગ અધ્યાત્મને આલેખતું ગીત…
    સરસ આસ્વાદ…કવિશ્રી ભરત ગોહેલની પ્રથમ જ રચના અહીં લયસ્તરોમાં વાંચી અને આ રચનાના પરિચયમાં આવ્યો,પહેલી જ વખતમાં હૃદયમાં વસી ગઈ રચના…ખૂબ જ સુંદર…આસ્વાદક શ્રી વિવેકભાઈનો પણ આભાર કે આવી સુંદર રચનાનો આસ્વાદ ને પરિચય કરાવ્યો…

  5. Harsha Dave said,

    March 11, 2023 @ 2:55 PM

    વાહ… આવી સાચા મોતી જેવી રચનાઓ શોધીને ભાવકો સમક્ષ મૂકવા બદલ
    લયસ્તરોને અભિનંદન💐
    કવિને શુભેચ્છાઓ

  6. વિવેક said,

    March 13, 2023 @ 5:15 PM

    પ્રતિભાવનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર

  7. pragnajuvyas said,

    March 13, 2023 @ 9:35 PM

    સરસ ગીત અને આસ્વાદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment