અમે પણ તને માનશું ઉમ્રભર,
કદી તું ય સાકાર થૈ વાત કર !
સુધીર પટેલ

રોજ ઊઠીને દળવું – સંજુ વાળા

રોજ ઝઘડવું, છુટ્ટું પડવું, રડવું, પાછું મળવું,
આ તે કેવું દળણું જેને રોજ ઊઠીને દળવું

કહેવું ને સાંભળવું યાને
બેઉં સમાન્તર પાટા,
બન્ને વચ્ચે ઊગે ઓગળે
સૂસવાટા સન્નાટા.

એ ય ખરું કે દિવસે-રાતે વધવું બળવું ઝળવું
આ તે કેવું દળણું જેને રોજ ઊઠીને દળવું

હું કહું : આ આવું, ત્યારે
તું કહે : ના તેવું
તાણીતૂંસી તાલ મેળવ્યે
સોરાવું ને સ્હેવું

વળી વાતમાં વળાંક આવે લઈ ગાતરનું ગળવું.
રોજ ઝઘડવું, છુટ્ટું પડવું, રડવું, પાછું મળવું

– સંજુ વાળા

 

જિબ્રાન યાદ આવી જાય – ” સાથે ગાજો,નાચજો અને હર્ષથી ઉભરાજો, પણ એકમેક વચ્ચે એક અંતર જરૂર રાખજો ”

– કદાચ સંબંધ કોહવાઈ જવા પાછળ આ જ મુખ્ય કારણ હશે….

4 Comments »

  1. pragnajuvyas said,

    February 22, 2023 @ 2:26 AM

    કવિશ્રી સંજુ વાળાનુ અનોખી ભાતનું સુંદર ગીત
    વળી વાતમાં વળાંક આવે લઈ ગાતરનું ગળવું.
    રોજ ઝઘડવું, છુટ્ટું પડવું, રડવું, પાછું મળવું’
    વાહ્
    આજના જીવનમાં દાખલ થયેલી જડવત જિંદગી.. સવારે ઉઠવુ ,દાતણ કરવુ ચા નાસ્તો કરી છાપુ વાંચવુ અને કામે ચઢવુ..ક્યારેક કદીક એવું પણ થાય કે આ શું રોજ ની રોજીંદી એક ધારી રોજનીશી.!
    મનમા ગુંજાય
    जीवन बीन मधुर न बाजे
    झुठे पड़ गए तार
    बिगड़े कठ से काम बने क्या मेघ बाजे न मल्हार
    पंचम छेड़ो मध्यम बोले खराज बने गांधार
    तारो को खोलो में तारभो को फेंको फेंको
    उत्तम तार नई तर्भे हो तब हो नया श्रृंगार
    इस तर्भे से जो सुर बोले गूंज उठे संसार
    बजने को है गूंज नगाड़ा होना है सबसे छुटकारा
    તાણીતૂંસી તાલ મેળવ્યે
    સોરાવું ને સ્હેવું
    કોઇક જડે એવી જડીબુટ્ટી જે આપે જીવનની સુંદર ક્ષણો
    તેથી જ કહે છે ને अपना जो है यूज समझ लो ओ भी नहीं हमारा
    ધન્યવાદ ડૉ તીર્થેશ

  2. pragnajuvyas said,

    February 22, 2023 @ 2:45 AM

    કવિશ્રી સંજુ વાળા અનોખી ભાતનું ગીત,
    આજના જીવનમાં દાખલ થયેલી જડવત જિંદગી.. સવારે ઉઠવુ ,દાતણ કરવુ ચા નાસ્તો કરી છાપુ વાંચ અને કામે ચઢવુ..ક્યારેક કદીક એવું પણ થાય કે આ શું રોજ ની રોજીંદી એક ધારી રોજનીશી..
    વળી વાતમાં વળાંક આવે લઈ ગાતરનું ગળવું.
    રોજ ઝઘડવું, છુટ્ટું પડવું, રડવું, પાછું મળવું…યાદ આવે
    पंचम छेड़ो मध्यम बोले खराज बने गांधार
    बीन के झुठे पड़ गए तार जीवन बीन मधुर न बाजे ઉપાય
    अपना जो है समझ लो ओ भी नहीं हमारा

  3. વિવેક said,

    February 22, 2023 @ 12:16 PM

    વાહ… કેવું સુંદર ગીત!

    સરળ-સહજ ભાષામાં દામ્પત્યજીવનની ગહન તળસ્પર્શી અભિવ્યક્તિ…

  4. pragnajuvyas said,

    February 23, 2023 @ 8:09 PM

    કવિશ્રી સંજુ વાળા અનોખી ભાતનું ગીત,
    આજના જીવનમાં દાખલ થયેલી જડવત જિંદગી.. સવારે ઉઠવુ ,દાતણ કરવુ ચા નાસ્તો કરી છાપુ વાંચ અને કામે ચઢવુ..ક્યારેક કદીક એવું પણ થાય કે આ શું રોજ ની રોજીંદી એક ધારી રોજનીશી..
    વળી વાતમાં વળાંક આવે લઈ ગાતરનું ગળવું.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment