સમય ટૂંકો પડે સુખમાં, સમય લાંબો ઘણો દુઃખમાં
સમય સરખો નથી રહેતો, સમયની આ સમસ્યા છે
રાજેશ રાજગોર

ધીમી ધારે – તનસુખ શાહ ‘સ્વપ્નિલ’

ટપ… ટપ… ટપ… ટપ… ધીમી ધારે,
દિલને તારી યાદો શારે.

ધા… તીન… ના.. બાજે મોભારે,
ભીતર વરસે તું ચોધારે.

સપનાં તો વણઝારા જાણે,
ના જાણે ક્યાં કાલ સવારે.

છાતી ફાડી ગીતો જાગે,
મેઘ મલ્હારે આભે જ્યારે.

ગામ-ગલી તો નદીયુંમાં, ને–
હું ડૂબ્યો, પાંપણ-ઓવારે.

ધસમસતો લીલપનો આસવ,
તન પર ચઢતો પહેલી ધારે.

– તનસુખ શાહ ‘સ્વપ્નિલ’

કયા શેર પર આંગળી મૂકવી અને કયા પર નહીં એ જ સમજાતું નથી. ટપ-ટપ-ટપ-ટપ ધીમી ધારે પ્રિયજનની યાદો પ્રેમી હૈયાને શારતી રહે છે એ વાત બે સાવ નાના મિસરામાં સાવ સહજ ભાષામાં પણ કેવી બળુકતાથી કવિએ રજૂ કરી છે. કાફિયાનો આવો સમુચિત ઉપયોગ જવલ્લે જ જોવા મળે છે. ઘરના મોભારે વરસાદના ટીપાંઓ હળવું સંગીત સર્જે છે, પણ કથકની ભીતર પ્રિયજન તો ચોધારે વરસે છે. સરવાળે, આખેઆખી ગઝલ આસ્વાદ્ય થઈ છે.

18 Comments »

  1. નેહા said,

    January 27, 2023 @ 12:43 PM

    વાહ કવિ.. સુંદર કૃતિ માટે અભિનંદન.
    આભાર લયસ્તરો..

  2. Anjana Bhavsar said,

    January 27, 2023 @ 12:44 PM

    સરસ ગઝલ

  3. Beena Goswami said,

    January 27, 2023 @ 12:45 PM

    વાહ, ખૂબ સરસ ગઝલ.

  4. Sandhya Bhatt said,

    January 27, 2023 @ 12:56 PM

    ભીનાશનો – પ્રકૃતિની અને સંવેદનાની – અનુભવ કરાવતી સુંદર ગઝલ..

  5. કમલ પાલનપુરી said,

    January 27, 2023 @ 2:41 PM

    વાહહહહ
    સુંદર ગઝલ…

  6. Bharati gada said,

    January 27, 2023 @ 2:52 PM

    વાહ ખૂબ સરસ લયબદ્ધ રચના 👌👌

  7. યોગેશ પંડ્યા said,

    January 27, 2023 @ 3:32 PM

    સરસ ગઝલ.
    પ્રથમ શેર માં જ જાણે ધીમી ધીમી ધારે ટપ.. ટપ.. કરતો વરસાદનો ધ્વનિ ઉત્પન્ન થાય છે.બીજા શેર માં રાગ-રાગિણી ના સા.સા.રે..રે..છે.એકે એકથી ચડિયાતા શેર.! કવિને અભિનંદન

  8. મનિષ મિસ્ત્રી said,

    January 27, 2023 @ 3:52 PM

    તનસુખભાઈને સુંદર રચના માટે અભિનંદન

  9. Aasifkhan aasir said,

    January 27, 2023 @ 3:53 PM

    વાહ સરસ ગઝલ થઈ છે

  10. K.K.Bhatt said,

    January 27, 2023 @ 7:43 PM

    Sundar..

  11. Darshan vyas said,

    January 27, 2023 @ 9:43 PM

    Jordar

  12. Mana Vyas said,

    January 27, 2023 @ 10:03 PM

    તનસુખભાઇની સુંદર રચના.દક્ષિણ ગુજરાતના વરસાદ માટે ધા તીન ના શબ્દ યોગ્ય..ખૂબ જ ગમ્યો.

  13. pragnajuvyas said,

    January 27, 2023 @ 10:45 PM

    કવિશ્રી તનસુખ શાહ ‘સ્વપ્નિલ’ની સુંદર ગઝલ
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
    ટપ… ટપ… ટપ… ટપ… ધીમી ધારે,
    દિલને તારી યાદો શારે.
    વાહ્
    યાદ
    મારા દિલમાં બે લોકો રહે છે,
    એક તું અને એક તારી યાદો !!

  14. Anonymous said,

    January 28, 2023 @ 7:47 AM

    તનસુખભાઈને સુંદર રચના માટે અભિનંદન

  15. કમલેશ શુક્લ said,

    January 28, 2023 @ 5:33 PM

    સાદ્યંત સુંદર ગઝલ.
    અભિનંદન તનસુખભાઈ.

  16. Premal Shah said,

    January 28, 2023 @ 11:01 PM

    સુંદર ગઝલ માટે કવિને અભિનંદન

  17. Dr Bhuma Vashi said,

    February 9, 2023 @ 6:11 PM

    વાહ

  18. લતા હિરાણી said,

    February 10, 2023 @ 3:25 PM

    મજાની રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment