(દિલ વધારે દુઃખશે) – ‘અગન’ રાજ્યગુરુ
કોઈ આવીને હવે જો પૂછશે-
‘કેમ છો’ તો દિલ વધારે દુઃખશે!
જે મળે છે એ બધા ગમગીન છે;
કોણ મારા આંસુઓને લૂંછશે?
એ જ સારું કે મને જોયા કરો;
સ્મિત ક૨શો તો ઘણાંને ખૂંચશે!
મારી દોલત માત્ર મારા શબ્દ છે,
કોણ આવીને કહો એ લૂંટશે?
જેમના માટે વધુ હો લાગણી;
જોઈ લેજો, એ વધારે રુઠશે!
રોજ મારી બેડીઓને તાકું છું;
રોજ એવું લાગતું કે તૂટશે!
ના રહે ઉમ્મીદ કોઈ તો ‘અગન’
આયખું કોના સહારે ખૂટશે?
– ‘અગન’ રાજ્યગુરુ
સરળ પણ હૃદયસ્પર્શી વાત કરતી ગઝલ. જિંદગી દુઃખસાગરમાં એવી તો ગરકાવ થઈ ગઈ છે કે કોઈ પૂછવા ખાતર પણ ખબર-અંતર પૂછી બેસશે તો દિલ વધુ દુઃખનાર છે. ઈર્ષ્યાભાવ પણ આજની દુનિયા પર એવો અજગરભરડો લઈને બેઠો છે, કે પ્રિયપાત્ર પાસેથી કવિ કેવળ તારામૈત્રકની જ અપેક્ષા રાખે છે, કારણ એને સ્મિત આપતાં જોઈ જશે તો ઘણા લોકોને પેટમાં દુઃખશે. કવિની દોલત કોઈ લૂંટી શકવાને સમર્થ નથી એ વાતે ખોંખારતો શેર ઘણો મજાનો થયો છે. સરવાળે આખી રચના આસ્વાદ્ય.
Jit Chudasama said,
January 19, 2023 @ 12:09 PM
વાહ દોસ્ત… સુંદર ગઝલ…
Neha said,
January 19, 2023 @ 12:09 PM
આખી ગઝલ જોરદાર.. અભિનંદન કવિ, આભાર લયસ્તરો..
Aasifkhan aasir said,
January 19, 2023 @ 12:17 PM
વાહ
ખુબ સુંદર ગઝલ થઈ છે
Anonymous said,
January 19, 2023 @ 12:30 PM
Aanand….Banne kavio ne abhinandan…
Anonymous said,
January 19, 2023 @ 12:30 PM
Aanand…
Anonymous said,
January 19, 2023 @ 12:31 PM
બહોત અચ્છે…દોનો કવિ અભિનંદન
DILIPKUMAR CHAVDA said,
January 19, 2023 @ 1:08 PM
વાહ વાહ…
સરળ ભાષામાં ઉમદા ગઝલ..
મક્તા તો મોજ મોજ
Poonam said,
January 19, 2023 @ 3:36 PM
જેમના માટે વધુ હો લાગણી;
જોઈ લેજો, એ વધારે રુઠશે! Saral ne saras !
– ‘અગન’ રાજ્યગુરુ –
Sir ji 😊
pragnajuvyas said,
January 19, 2023 @ 9:00 PM
કવિશ્રી અગન રાજ્યગુરુની સુંદર મત્લાથી શરૂ થતી આસ્વાદ્ય ગઝલ !
ડૉ.વિવેકનો ખૂબ સ રસ આસ્વાદ.
‘કોઈ આવીને હવે જો પૂછશે-
‘કેમ છો’ તો દિલ વધારે દુઃખશે!’
વાહ-અનેકે અનુભવેલી વાતની સટિક અજુઆત
યાદ આવે
કેટલા વરસે મળી ગ્યા ‘કેમ છો?’
સાવ બસ ભૂલી ગયા’તા ‘કેમ છો?’
હું ફકત હસતો રહ્યો ઉત્તર રૂપે
એમણે પૂછ્યું’તું હસતાં ‘કેમ છો?’
શહેર છે ઓ દોસ્તો! આ શહેર છે.
કોઇ નહીં પૂછે અહીંયાં, ‘કેમ છો?’
અર્થ એના કેટલા એ કાઢશે?
કોકને પૂછ્યું’તું અમથા, ‘કેમ છો?’
આંખ મેં બારી તરફ માંડી ફકત,
કોઇએ પૂછ્યું કે ઘરમાં ‘કેમ છો?’
ધન્યવાદ
રિયાઝ લાંગડા (મહુવા). said,
January 19, 2023 @ 9:44 PM
ખૂબ સરસ ગઝલ
Varij Luhar said,
January 20, 2023 @ 1:47 PM
વાહ સરસ ગઝલ અને આસ્વાદ
Bharati gada said,
January 22, 2023 @ 8:03 AM
વાહ ખૂબ સુંદર રચના, ખૂબ સુંદર આસ્વાદ
પ્રકાશ મકવાણા said,
January 23, 2023 @ 5:52 PM
અગન, મિત્ર સુંદર ગઝલ…